SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ ૧. અવાચકત્વને કારણે, ૨. કલ્પિતાર્થત્વને કારણે અને ૩. સંદિગ્ધત્વને કારણે, વિવક્ષિત અર્થનો બોધ કરાવવાની પદની કે વાક્યની અશક્તિ એ જ ‘અસમર્થત્વ'(દોષ) છે. આમ, આ દોષના આ પ્રમાણે દાખલા મળે છે - ૧. અવાચકત્વને કારણે અસમર્થતા - પદગત; જેમ કે, હા, ધિજ સા જિલ તામસી એ શ્લોકમાં (ઉદા. ૩૦૮). આ શ્લોકમાં વિનમ્ એ પદ ‘પ્રકાશમય’ એ અર્થનો બોધ કરાવવામાં અવાચક(અસમર્થ) છે તેથી દોષ છે. આ જ રીતે ઉદા. ૩૦૯, ૩૧૦, ૩૧૧ ઇત્યાદિમાં પણ પદગત ‘અવાચકત્વ’ દોષ જોવા મળે છે. ૨. અવાચકત્વને કારણે અસમર્થતા - વાક્યગત; જેમ કે, વિમનને યે મૂક્ એ શ્લોકમાં(ઉદા. ૩૧૮). અહીં વિમનો, આતમત્તે, આવદન્તિ, પ્રસ્મરતિ જેવાં વિવિધ પદો અનુક્રમે સેવન, લાભ, ધારણ કરવું, સ્મરણ એ વિવક્ષિત અર્થોનો બોધ કરાવવામાં અવાચક કે અસમર્થ નીવડે છે તેથી તે સઘળાં પદો વાક્યદોષમાં પરિણમે છે. 3. કલ્પિતાર્થત્વને કારણે અસમર્થતા - પદગત; જેમ કે મુિખ્યતેઽસ્ય એ શ્લોકમાં(ઉદા. ૩૧૯). અહીં ‘વવ:' એ શબ્દથી ‘ૌ:’ એ શબ્દ લક્ષિત થાય છે. એટલે અહીં ‘કલ્પિતાર્થત્વ’થી ‘અસમર્થત્વ’ દોષ છે. મમ્મટનો ‘નેયાર્થત્વ’ દોષ આ જ પ્રકારનો છે અને ત્યાં પણ રૂઢિ-પ્રયોજનરહિત લક્ષણાને દોષ ગણ્યો છે(કા. પૃ. ૭). ૪. કલ્પિતાર્થત્વને લીધે અસમર્થતા-વાક્યગત; જેમ કે, સરિ એ શ્લોકમાં(ઉદા. ૩૨૦). અહીં ‘પંક્તિ’ વગેરે અનેક પદો કલ્પિતાર્થત્વને કા૨ણે વાક્યગત અસમર્થત્વ દોષમાં પરિણમે છે. ૫ સંદિગ્ધત્વને કારણે અસમર્થતા-પદગત; જેમ કે, માલિકૃિતસ્તત્ર એ શ્લોકમાં (ઉદા. ૩૨૧). અહીં વદ્યાયામ્ પદ ‘વન્દી’ના સાતમી વિભક્તિના એકવચનમાં પ્રયોજાયું હોવાથી બંદીવાન બનાવેલી સ્ત્રીનું બોધક છે કે બીજી વિભક્તિનું રૂપ હોવાથી વદ્યાર્ એટલે કે પૂજ્ય સ્રીનું બોધક છે - એ બાબતમાં સંદેહ છે. તેથી અસમર્થત્વ દોષ છે ૬. સંદિગ્ધત્વને કારણે અસમર્થતા-વાક્યગત; જેમ કે સુરાલયોલ્લાસવર:૦ એ શ્લોકમાં (ઉદા. ૩૨૪). અહીં સુર, કંપના, માર્ગણ તથા ભાસ્વભૂતિ એ ૪૩૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy