SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યા છે અને પછી શ્લોકના “સંબોધ', “ધ્વજ', “સાધન વગેરે શબ્દોના બે બે અર્થ આપ્યા છે(વૃત્તિ, પૃ. ૨૩૧). આવી જ રીતે વૈરાગ્ય(શમ)ની વાતમાં પણ અશ્લીલ શબ્દો આવે તો તે દોષ ન ગણાય; જેમ કે, ૩ત્તાનોઠ્ઠન એ શ્લોક(ઉદા. ૩૦૬)માં વિષયસુખ પ્રત્યે જુગુપ્સા પ્રેરવા સ્ત્રીના ગુહ્યાંગનું ચીતરી ચઢે તેવું વર્ણન છે તે દોષ નથી, પણ ગુણ છે અને વેણીસંહાર (૧.૭)ના નિર્વાઇવૈદના:૦ એ શ્લોકમાં, ભાવિ અમંગલનું સૂચન કરવા માટે જે દ્વિઅર્થી પદો વાપર્યા છે તે અશ્લીલ છે પણ તે ગુણરૂપ છે. આમ, સંદર્ભ અને કવિના આશય અનુસાર અશ્લીલત્વ દોષ કે ગુણ ગણાય છે. ' ૩. “અસમર્થત્વ દોષ અસમર્થત્વ એ ઉભયદોષનો ખૂબ જ રસપ્રદ પ્રકાર છે. એમાં પદ કે વાક્ય, અર્થ પ્રગટ કરવા માટે, અસમર્થ હોય છે. અંગ્રેજી સાહિત્યમાં સંદિગ્ધતા કે Ambiguityનોસિદ્ધાન્ત, સાહિત્યિક અને શૈલીગત પ્રયુક્તિ તરીકે ચર્ચાયો છે તેને “અસમર્થત્વની વિભાવના મળતી આવે છે. પણ વિલિયમ એમ્પસને એમના Seven Types of Amibiguity ગ્રંથ(પૃ. ૨૩૫)માં ચેતવણી આપતાં કહ્યું છે કે, “સંદિગ્ધતા' (એમ્બિયૂઈટી) પોતે પુરેપુરી સંતર્પક નથી હોતી; અને વળી, એ આત્મનિર્ભર કવિપ્રયુક્તિ તરીકે પણ માન્ય થઈ નથી જેથી એ સંદિગ્ધતા કાવ્યમાં અજમાવવી જરૂરી બને; તેથી. કાવ્યગત સંદિગ્ધતા ત્યારે જ આવકાર્ય બને જ્યારે તે સંદર્ભ કે સંયોગની વિશિષ્ટ જરૂરિયાતમાંથી ઉત્પન્ન થતી હોય અને એ કારણથી જ કાવ્યમાં વાજબી ઠરતી હોય. આમ ન થાય તો સંદિગ્ધતા, દુર્બોધતા તેમ જ શંકાસ્પદતામાં સરી પડે છે. જો કે એ સંદિગ્ધતા જ્યારે કવિને અભિપ્રેત હોય અને વ્યંજનાપૂર્ણ હોય છે ત્યારે તે કાવ્યને ખૂબ જ પોષક નીવડે છે અને જ્યારે એ સંદિગ્ધતા વ્યાજસ્તુતિમાં પરિણમે છે ત્યારે તો એ ગુણ બની રહે છે. શ્રી હેમચંદ્રાચાર્યની અસમર્થત્વની વ્યાખ્યા-વિભાવના કોઈ જુદી જ પરંપરાનું સૂચન કરે છે. આચાર્યશ્રીના “અસમર્થત્વ દોષમાં ૧. મમ્મટનો અવાચક– દોષ, ૨. “કલ્પિતાર્થત્વ કે નેયાર્થત્વ દોષ; અને ૩. “સંદિગ્ધત્વ દોષ એ ત્રણ દોષો સમાવી લેવામાં આવ્યા છે. ગ્રંથકાર વૃત્તિમાં કહે છે કે - अवाचकत्वात् कल्पितार्थत्वात् संदिग्धत्वाच्च विवक्षितमर्थं वक्तुमशक्तिरसमर्थत्वम् । ૪૩૩ ૨૮
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy