________________
ઋતુમાં), કપડાંની તંગીને કારણે, અમે પૂરા પ્રસરીને સૂઈ શક્તા નથી - જેમ, થર્ વગેરે ધાતુઓ, જ્યારે તે શિત્ નથી હોતા ત્યારે તેમનું સંપ્રસારણ (યનો ) થતું નથી. અહીં બોલનાર તથા સાંભળનાર બંને શાસ્ત્રજ્ઞ છે તેથી વ્યાકરણની પરિભાષાના શબ્દો પ્રયોજવાથી આ શ્લોકમાં વાક્યદોષ થતો નથી. બલકે, એ ગુણરૂપ બને છે. સાહિત્યમાં શ્લીલ-અશ્લીલની સમસ્યા - ૨. “અશ્લીલત્વ દોષ : સાહિત્યમાં શ્લીલ-અશ્લીલની સમસ્યા બહુ પ્રાચીનકાળથી કાવ્યશાસ્ત્રીઓની ચર્ચાનો વિષય રહી છે. પણ ભારતીય કાવ્યશાસ્ત્રીઓએ અશ્લીલત્વનો વ્યાપક અર્થ માન્યો છે અને જે શબ્દો ૧ વડાવ્યંજક અર્થાત્ લજ્જા - સૂચક હોય; ૨. જુગુપ્સાવ્યંજક હોય; અને ૩. અમંગલચૂક હોય તેમને જ અશ્લીલ ગણ્યા છે.
આમ ‘અશ્લીલત્વ દોષ ત્રિવિધ છે એમ શ્રી હેમચંદ્રાચાર્ય સ્પષ્ટ જણાવે છે૧. બ્રીડાવ્યજત્વને કારણે થતો અશ્લીલત્વ દોષ; ૨. જુગુપ્સાવ્યંજકત્વને કારણે થતો અશ્લીલત્વ દોષ અને ૩. અમંગલ વ્યંજકત્વને કારણે થતો અશ્લીલત્વ દોષ. આ દોષ પદગત તથા વાક્યગત હોવાથી ઉભયદોષ છે. આમાંથી બ્રીડભંજક પદગત “અશ્લીલત્વ દોષનું ઉદાહરણ (૨૯૯) સાધનં સુમદ્યસ્થ એ શ્લોક છે. અહીં “સાધન' એ દ્વિ-અર્થી શબ્દ પુરુષના લિંગનો પણ વાચક છે તેથી તે બ્રીડા કે લજ્જાસૂચક છે - જે “અશ્લીલત્વદોષના પ્રથમભેદનું દૃષ્ટાંત બની રહે છે. આવા અનેક વડાવ્યંજક શબ્દો શ્લોકમાં આવે ત્યારે તે વાક્યગત “અશ્લીલત્વ' બને છે; જેમ કે, ભૂપતરુપતી . એ શ્લોક(ઉદા. ૩૦૨)માં ઉપસર્પણ, પ્રહણન અને મોહન એ શબ્દો લજાવ્યંજક છે તેથી અશ્લીલ છે. આ જ રીતે શ્રીહેમચંદ્રાચાર્યે પદગત તથા વાક્યગત જુગુપ્સાવ્યંજક તેમ જ અમંગલવ્યંજક “અશ્લીલત્વ દોષનાં ઉદાહરણો (૩૦૩, ૩૦૪ ઇ.) આપ્યાં છે, જેમાં ઊલટી વગેરે શબ્દો જુગુપ્સાભંજક છે અને સ્મશાન વગેરે અમંગલવ્યંજક શબ્દો છે.
આ ત્રિવિધ “અશ્લીલત્વ' દોષ ક્યારેક ગુણ પણ બને છે; જેમ કે પ્રેમક્રીડાના આરંભે થતી વાતચીતમાં. કામશાસ્ત્રમાં કહ્યું છે કે – “ગુપ્ત વસ્તુ દ્વિઅર્થી શબ્દો વડે છુપાવવી. આને અનુસરીને હિતેન સંજ્ઞાપ જેવા બે અર્થવાળા શ્લોકો સુરતની શરૂઆતમાં ગુણરૂપ ગણાય છે(ઉદા. ૩૦૫). આ શ્લોક નીચે, વૃત્તિમાં, ગ્રંથકારે “કરિહસ્ત કોને કહેવાય તે સમજાવતો શ્લોક રજૂ
૪૩૨