________________
જ
નામક વાક્યગત દોષ છે. અહીં નોંધવું જોઈએ કે પદદોષ અને વાક્યદોષ બંને આમ તો શબ્દના જ દોષો છે; છતાં તેમનો ભેદ એ કારણે વાજબી ગણાય છે કે દોષ જ્યારે વાક્ય(શ્લોક)ના એક જ શબ્દમાં રહેલો હોય ત્યારે તે પદદોષ કહેવાય છે; પણ જો દોષ, શ્લોક(વાક્ય)ના એકથી વધારે શબ્દોમાં રહેલો હોય ત્યારે તે વાક્યદોષ કહેવાય છે અને આમ પદ-વાક્ય બંનેમાં રહેલા દોષો ઉભયદોષો કહેવાય છે. મમ્મટે કાવ્યપ્રકારના સાતમા ઉલ્લાસના આરંભે જ (૭.૪૯) સૂચવ્યું છે તેમ દોષનું વર્ગીકરણ-નિરૂપણ, રસ, અર્થ અને શબ્દ એ ત્રણેયને આધારે થઈ શકે. આમ ૧. રસદોષ, ૨. અર્થદોષ અને ૩ શબ્દદોષ (જેમાં વર્ણ-રચનાનો પણ સમાવેશ છે) એવા દોષના ત્રણ વર્ગો છે. આમાંથી શબ્દદોષના ત્રણ પ્રકાર થાય છે : પદદોષ, પદાંશદોષ અને વાક્યદોષ. મમ્મટે શરૂઆત સોળ પદદોષોથી કરી છે; પછી, ત્રણ સિવાયના બાકીના તેર પદદોષો વાક્યમાં પણ થાય છે એમ કહી તેર વાક્યદોષો (સોદાહરણ) વર્ણવ્યા છે. આ જ ઉભયદોષો છે જે પદગત તથા વાક્યગત બંને હોય છે. પછી, મમ્મટે માત્ર વાક્યમાં જ થતા હોય તેવા એકવીસ દોષો નિરૂપ્યા છે(કા.પ્ર. ૭.૫૩-૫૪) જે હેમચંદ્રાચાર્યના તેર વાક્યદોષોના પ્રકારના છે (કા. અ. શા. ૩.૫) અને ત્યાર બાદ ત્રેવીસ અર્થદોષોનું નિરૂપણ કર્યું છે(કા.પ્ર. ૭. ૫૫૫૬) જે હેમચંદ્રાચાર્ય હવે પછીના સૂત્ર(૩.૭)માં ગણાવશે તે વીસ અર્થદોષોના
પ્રકારના દોષો છે.
ઉદા. ૨૯૭માં ‘અધિમાત્રોપાય’ની વાત છે. તેના અનુસંધાનમાં ‘વિવેક’(પૃ. ૨૨૯)માં ગ્રંથકાર પૂરક માહિતી આપે છે. અહીં રજૂ થયેલા અવતરણ(૭૨)માં કહ્યું છે કે ‘યોગશાસ્ત્ર(૧.૨૧)પરના વ્યાસભાષ્ય મુજબ’ નવ પ્રકારના યોગીઓ હોય છે – ‘મૃદૂપાયઃ’, ‘મધ્યોપાયઃ’ અને ‘અધિમાત્રોપાયઃ’ એ ત્રણ મુખ્ય પ્રકાર છે. તેમાં ‘મૃદૂપાય’ના ‘મૃદુસંવેગઃ’, ‘મધ્યસંવેગઃ’ અને ‘તીવ્રસંવેગઃ’ એવા ત્રણ પેટાપ્રકાર છે. એ જ રીતે ‘મધ્યોપાયઃ’ તથા ‘અધિમાત્રોપાયઃ’ના પણ ત્રણ ત્રણ પેટાપ્રકાર છે. આમાંથી, ‘અધિમાત્રોપાયઃ’ પ્રકારના યોગીઓ તીવ્ર સંવેગવાળા હોય છે. તેથી તેમને સમાધિપ્રાપ્તિ તથા સમાધિફલપ્રાપ્તિ ઢૂંકડી હોય છે. યોગશાસ્ત્ર(૧.૧૪) મુજબ, ચિત્તવૃત્તિનિરોધની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે ‘અભ્યાસ' કે પુનઃપુનઃ પ્રયત્ન કરવામાં આવે છે તે લાંબો વખત, સતત નિષ્ઠાપૂર્વક કરવામાં આવે છે ત્યારે તે દૃઢભૂમિ(મજબૂત) થાય છે.
વાક્યગત ‘અપ્રયુકતત્વ’ દોષ ક્યારેક ગુણ બને છે; જેમ કે, અસ્મામ્ એ શ્લોક(ઉદા. ૨૯૮)માં. શ્લોકાર્થ છે : ‘હે રાજા, આ હેમંત ઋતુમાં(શિયાળાની
૪૩૧