________________
મંત્રણાના સમયે રાજાઓ માટે બધાં જ કર્તવ્યકર્મોમાં પાંચ અંગોના આધાર સિવાય બીજું કોઈ રહસ્ય(મંત્ર) હોતું નથી.” આ શ્લોકમાં જે પાંચ અંગોની વાત કરી છે તે છે – ૧. કર્મોના આરંભનો ઉપાય; ૨. દ્રવ્ય-પુરુષસંપત; ૩. દેશકાલવિભાગ; ૪. વિનિપાતપ્રતીકાર; અને ૫. કાર્યસિદ્ધિ. અને જે પાંચ સ્કંધોની વાત કરી છે તે, “વિવેક'માં રજૂ થયેલા અવતરણ(૭૧)માં દર્શાવ્યા છે ?
विज्ञानं वेदना संज्ञा संस्कारो रूपमेव च ।
भिक्षूणां शाक्यसिंहेन स्कन्धाः पञ्च प्रकीर्तिताः ॥ અર્થાત્ વિજ્ઞાન, વેદના, સંજ્ઞા, સંસ્કાર અને રૂ૫ એ શાક્યવંશના રાજાએ (ગૌતમ બુદ્ધ) કહેલા, ભિક્ષુઓના પાંચ સ્કંધો છે. આમ, પાંચ મંત્ર એ રાજનીતિમાં કહેલાં પાંચ રાજ્યાંગો છે અને પાંચ સ્કંધ એ બૌદ્ધદર્શનનાં પાંચ મૌલિક તત્ત્વો છે. આ બંને શાસ્ત્રોની પરિભાષાનો ઉપયોગ કરીને માધકવિએ ઉપરોક્ત શ્લોક સર્વકાર્યશીપુ રચ્યો છે. એટલે જ આ શ્લોકમાં કાર્ય, અંગપંચક, સ્કન્ધ પંચક, આત્મા, મંત્ર વગેરે સામાન્ય અર્થોમાં નથી પ્રયોજાયા પણ શાસ્ત્રીય અર્થમાં પ્રયોજાયા છે. ભોજરાજ કહે છે તેમ, આવા કેવળ શાસ્ત્રમાં જ સમજાતા અપ્રતીત શબ્દો પણ - ગુરૂત્વ ત તદ્વિદ્યસંભાષાકૌ વિદુર્વધાઃ | (સરસ્વતીકંઠાભરણ, ૧.૯૭) અર્થાત્ કેવળ” શાસ્ત્રોમાં જ અર્થ સ્પષ્ટ હોવાથી જે પદોમાં “અપ્રતીતત્વ દોષ કહેવાય છે તેને, એ શાસ્ત્રોના જાણકારોના વાર્તાલાપમાં પ્રયોજવામાં આવે તો વિદ્વાનો, ગુણ કહે છે.
જોકે, “અપ્રયુક્ત પદોને શ્લેષમાં ઉપયોગ કરવામાં આવે તો તે નથી ગુણરૂપ બનતા કે નથી બનતા દોષરૂપ; દા.ત. યેન ધ્વસ્ત મનોમન એ માધવ(કૃષ્ણ) અને ઉમાધવ (ઉમાપતિ શંકર) બંનેને લાગુ પડતાં શ્લિષ્ટ પદોથી યુક્ત શ્લોકમાં માધવપક્ષે “શશિમતું' (ચંદ્રને પીડનાર - રાહુ) “ક્ષય' અને (ઘર, નિવાસસ્થાન) એ બે શબ્દો અપ્રયુક્ત છે - છતાં ગુણરૂપ કે દોષરૂપ નથી; કેમ કે, મમ્મટે કહ્યું છે તેમ પ્રયુનિહતાર્થો સ્લેષાવિદુષ્ટી / અર્થાત્ “શ્લેષ વગેરે માટે અપ્રયુક્ત અને નિહતાર્થ પદો વપરાય તો ત્યાં તે દોષ ન ગણાય; જેમ કે યેનષ્કત એ (ઉપરોક્ત) શ્લોક(કા.પ્ર. ૭.૫૯ની વૃત્તિ).
ઉભયદોષ હોવાથી આ “અપ્રયુક્તત્વ દોષ પદગત હોય છે તેમ વાક્યગત પણ હોય છે જેમ કે, તાધિમત્રોપાયસ્થ એ શ્લોક(ઉદા. ૨૯૭)માં અધિમાત્રોપાય વગેરે શબ્દો યોગશાસ્ત્રના પારિભાષિક શબ્દો છે તેથી તે અહીં કાવ્યમાં “અપ્રયુક્તત્વ”
૪૩૦