SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ માન્યો છે કારણ કે એ દોષ મુખ્યાર્થ-(રસ)ની પ્રતીતિને ખલેલ પહોંચાડે છે : મુડ્યાર્થતિષ: I (કા.પ્ર. ૭.૪૯). મમ્મટના અવાચક, સંદિગ્ધ, નેયાર્થ આદિ દોષોને શ્રી હેમચંદ્રાચાર્યે “અસમર્થત્વ દોષમાં સમાવિષ્ટ માન્યા છે અને મમ્મટના “શ્રુતસંસ્કૃતિ', નિરર્થક જેવા પદદોષોનો શ્રી હેમચંદ્રાચાર્યે બે પદદોષોમાં – નિરર્થકત્વ અને અસાધુત્વમાં સમાવેશ કર્યો છે (૩.૪) - આ દૃષ્ટિથી . શ્રી હેમચંદ્રાચાર્યના આઠ ઉભયદોષો, તર્કસંગત અને વાસ્તવિક દોષો છે એમ કહી શકાય. - છઠ્ઠા સૂત્ર(૩૬)ની વૃત્તિમાં “અપ્રયુક્તત્વ દોષનાં બીજાં થોડાં ઉદાહરણો (૨૯૩-૨૯૮) પ્રસ્તુત થયાં છે. મમ્મટે રજૂ કરેલા તથતિરેપુએ શ્લોકમાં ન ધાતુનો ગમનાર્થે થયેલો પ્રયોગ માત્ર ધાતુપાઠમાં જ જાણીતો છે; તેથી તે અહીં ' કાવ્યમાં “અપ્રયુક્તત્વ” દોષ ગણાય. એવી જ રીતે ઉદા. ૨૯૪ના સહસ્ત્રપરિવાનીમ્ એ વાક્યમાં “ો' શબ્દ “આંખ'નો વાચક છે તે હકીકત માત્ર અભિધાનકોશમાં જ જાણીતી છે; માટે તે અહીં “અપ્રયુક્તત્વ દોષ બને છે. આ ઉદાહરણ “સરસ્વતી-કંઠાભરણ'માં “ગૂઢાર્થ દોષના નિદર્શન માટે પૂરેપૂરા શ્લોકરૂપે રજૂ થયું છે (૧.૧૧). “પૂઢાર્થ પ્રસિદ્ધાર્થ પ્રયો; વૃવતે વુધા: ' અર્થાત્ જ્યાં કોઈ (અનેકાર્થક) શબ્દના અપ્રસિદ્ધઅર્થનું ગ્રહણ થયું હોય ત્યાં વિદ્વાનો ગૂઢાર્થ દોષ માને છે. આ શ્લોકમાં સહસ્ત્ર શબ્દથી “સહસાક્ષ (ઈ)નું કથન કર્યું છે તે અપ્રયુક્ત છે (કેવળ કોશપ્રસિદ્ધ છે). જો કે, “અપ્રયુક્તત્વ' ક્યારેક ગુણ પણ બને છે; જેમ કે ઉદા. ૨૯૫માં રજૂ થયેલા “શિશુપાલવધ (૨.૨૮)ના સર્વાર્થશરીરેષ૦ એ શ્લોકમાં. આ શ્લોક પણ ભોજકૃત કાવ્યશાસ્ત્રીય ગ્રંથ સરસ્વતીકંઠાભરણ(૧.૯૭)માં, “અપ્રતીત દોષ ગુણ કેવી રીતે બને છે તેના ઉદાહરણ(૧૩૧) તરીકે પ્રસ્તુત થયેલો છે અને ત્યાં ભોજરાજે જે શબ્દોમાં ટિપ્પણ કર્યું છે તે જ શબ્દો ગ્રંથકારે અહીં પણ જાળવી રાખ્યા છે : - “અહીં, અંગસ્કંધપંચકમ્” એ કેવળ શાસ્ત્ર કે બૌદ્ધદર્શનમાં પ્રસિદ્ધ (પરિભાષાગત) શબ્દનો પ્રયોગ છે પણ તે, એ પરિભાષાને જાણનારાઓ(તદ્વિદો)ની વાતચીતમાં આવે છે તેથી તે (અપ્રયુક્તત્વ) દોષ નથી; પણ ગુણ છે.” આમ કહ્યા પછી ગ્રંથકાર “વિવેક'.(પૃ. ૨૨૮)માં ઉપરોક્ત “અંગસ્કંધપંચકમ્' એ બૌદ્ધદર્શનના પારિભાષિક શબ્દની સમજૂતી આપે છે. એ સમજૂતી સમજવા માટે શ્લોકાર્થ જાણવો જરૂરી છે, તે આ પ્રમાણે છે : “જેમ બૌદ્ધોને માટે, બધા જ “ભાવ” પદાર્થોમાં પંચસ્કલ્પરૂપ અંગો સિવાય બીજો કોઈ આત્મા હોતો નથી; તેમ જ ૪૨૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy