________________
૭.૫૧ ઈ) અને ટિપ્પણ કર્યું છે કે આ શ્લોકમાં જે સૈવત શબ્દ છે તે રૈવતાનિ સિ'એ વ્યાકરણનિયમ મુજબ પુલિંગમાં પણ વાપરી શકાય છે; છતાં પણ કોઈ એવો પ્રયોગ કરતું નથી. તેથી અહીં સૈવત શબ્દનો પુલિંગમાં થયેલો પ્રયોગ
અપ્રયુક્તત્વ' દોષનો દાખલો બની રહે છે. શ્રી હેમચંદ્રાચાર્યે પણ આ શ્લોક વિશે ટિપ્પણ કરતાં આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે - અહીં સૈવત શબ્દનો પુલિંગમાં પ્રયોગ છે તે કેવળ “લિંગાનુશાસન'(વ્યાકરણ)માં જ પ્રસિદ્ધ છે – કાવ્યમાં તો તે મથુરુત્વનો, “શાસ્ત્રમાત્રપ્રસિદ્ધ અપ્રયુક્તત્વનો દાખલો બની રહે છે. એવી જ રીતે “કાવ્યપ્રકાશમાંથી ઉદ્ધત સંજ્ઞાન એ શ્લોક(ઉદા. ૨૮૬)માં નાશય શબ્દ વાસના'ના અર્થમાં વપરાયો છે તે કેવળ “યોગશાસ્ત્ર'માં જ પ્રસિદ્ધ છે; પણ કાવ્યમાં તે “અપ્રયુક્ત છે, દોષ છે. નોંધપાત્ર છે કે મમ્મટે આ શ્લોક “અપ્રતીત' નામના પદદોષના ઉદાહરણરૂપે રજૂ કર્યો છે, કેમ કે “અપ્રતીત” એટલે કેવળ શાત્રમાં જ જે અર્થ જાણીતો હોય તે અર્થમાં શબ્દનો સાહિત્યમાં પ્રયોગ કરવો તે. આમ, મમ્મટનો “અપ્રતીત” એ દોષ શ્રી હેમચંદ્રાચાર્યના “અપ્રયુક્તત્વ' દોષમાં સામાવિષ્ટ છે. મમ્મટે કાવ્યપ્રકાશના સાતમા ઉલ્લાસની બે કારિકાઓ(૭.૫૦૫૧)માં સોળ પદદોષો નિર્દેશ્યા છે; અને પછીની કારિકા(૭૫૨)માં એ સોળ પદદોષોમાંથી શ્રુતસંસ્કૃતિ, અસમર્થ અને નિરર્થક એ ત્રણ દોષો બાદ કરતાં, બાકી રહેતા તેર દોષોને એ જ નામથી ઓળખાતા વાક્યદોષો ગણ્યા છે અને તેમાંથી કેટલાકને પદાશના દોષ પણ માન્યા છે. આમ મમ્મટના મતે શ્રુતિકટુ, અપ્રયુક્ત, નિહતાર્થ, અનુચિતાર્થ, અવાચક, ત્રિવિધ અશ્લીલ, સંદિગ્ધ, અપ્રતીત, ગ્રામ્ય, નેયાર્થ, ક્લિષ્ટ, અવિસૃષ્ટવિધેયાંશ અને વિરુદ્ધમતિકૃત્ એ તેર ઉભયદોષો છે એટલે કે શબ્દ તથા વાક્ય બંનેમાં થતા દોષો છે. આમાંથી અપ્રયુક્ત, અશ્લીલ, અસમર્થ, અનુચિતાર્થ, શ્રુતિકટુ, ક્લિષ્ટ, અવિમૃવિધયાંશ અને વિરુદ્ધબુદ્ધિકૃત્ એ આઠ ઉભયદોષો શ્રી હેમચંદ્રાચાર્યે સ્વીકાર્યા છે; માત્ર મમ્મટના ‘વિરુદ્ધમતિકૃત્ દોષને કાવ્યાનુશાસન'માં ‘વિરુદ્ધબુદ્ધિકૃત” એવું નામ આપવામાં આવ્યું છે. જો કે મમ્મટે “અસમર્થ ને માત્ર પદદોષ ગણ્યો છે; જ્યારે શ્રી હેમચંદ્રાચાર્યે એની વ્યાપક અર્થવાળી વ્યાખ્યા કરી છે અને તેને ઉભયદોષ માન્યો છે. આથી, મમ્મટના “નિહતાર્થ', “અવાચક', “સંદિગ્ધ”, “અપ્રતીત', ગ્રામ્ય” અને “નેયાર્થ એ છ પદ - વાક્ય દોષોને “કાવ્યનુશાસનકારે સ્વતંત્ર ઉભયદોષો માન્યા નથી; પણ ગ્રામ્ય, ‘અપ્રતીત', અને નિહતાર્થને “અપ્રયુક્ત'માં સમાવિષ્ટ માન્યા છે અને “અપ્રયુક્તને, મમ્મટની જેમ જ, સ્વતંત્ર મહત્ત્વનો દોષ
૪૨૮