SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દશઃ મળે છે. તેનો અર્થ છે - ‘મડહ, લડહ, હોરણ, કંદોટ્ટ, એલ્લ, હુંકય, કુસુમાલ, વાણવાલ, વગેરે, અનુક્રમે, સૂક્ષ્મ, શ્રેષ્ઠ, વસ્ત્ર, ઉત્પલ, દરિદ્ર, અંજલિ, ચોર, શુક્ર વગેરેના વાચક શબ્દો છે. ‘રૂઢિ છે’ એમ એટલે કે રૂઢિના ભ્રમ હેઠળ કવિ, પોતાના જ પ્રદેશમાં જાણીતા ગબ્દોનો, ‘આ અર્થવાળો આ શબ્દ બધે જ એ અર્થનો વાચક છે,' એમ માનીને, પ્રયોગ કરે એમ બને છે. રુદ્રટે ‘જેની વ્યુત્પત્તિ નથી’ એમ કહ્યું છે તેનો અર્થ, વ્યુત્પત્તિથી યુક્ત દેશ્ય શબ્દ ક્યારેક વાપરો યોગ્ય છે એમ થાય છે - જેમ કે, દૂર્વા માટે ‘છિન્નોભવા' શબ્દ; તાડ માટે ‘ભૂમિપિશાચ’ શબ્દ; શર્વ માટે ‘મહાનટ’ શબ્દ; વૃક્ષ માટે ‘પરશુભક્ત’; ચન્દ્ર તેમ જ અમૃત માટે ‘સમુદ્રનવનીત’ એ શબ્દ; જળ માટે ‘મેઘક્ષીર' એ શબ્દ; વગેરે શબ્દો આ પ્રકારના છે.’ આવો ગ્રામ્ય કે કેવળ લોકપ્રસિદ્ધ શબ્દપ્રયોગ ક્યારેક ગુણ ગણાય છે; જેમ કે, ઉદા. ૨૮૮માં ‘સ્વસ્તિ દેવ’ એ પ્રયોગ ખોટો છે ‘સ્વસ્તિ ટેવાય’ હોવું જોઈએ. પણ આ શ્લોકનો બોલનાર વિભૂષ છે અને તે અબૂધ ન હોવા છતાં, અબૂધ જેવા અશુદ્ધ બોલ બોલી હાસ્ય-વિનોદ પૂરાં પાડે છે. તેથી અહીં ‘ગ્રામ્યત્વ' કે ‘અપ્રયુક્તત્વ’ દોષ થતો નથી. કેવળ લોકપ્રસિદ્ધ કે ગ્રામ્ય પ્રયોગ વાક્યદોષ પણ છે; જેમ કે, ઉદા. શ્લોક ૨૮૯માં ‘ગલ્લ’, ‘ભલ્લ’, ‘ખાદન' વગેરે શબ્દો ગ્રામ્ય છે. તેથી એ વાક્યગત ગ્રામ્યત્વ દોષનું ઉદાહરણ છે. મમ્મટે આ શ્લોક, તામ્બુલમૃત... ઇત્યાદિ, વાક્યગત, ગ્રામ્યતાદોષના દૃષ્ટાંતરૂપે ટાંક્યો છે. પણ આવા ગ્રામ્ય શબ્દોનો પ્રયોગ ક્યારેક ગુણરૂપ પણ બને છે; જેમ કે, ‘કર્પૂરમંજરી’ (૧.૧૯)નો પુન્નુમ્ એ શ્લોક. અધમ પ્રકૃતિનાં પાત્રોની ઉક્તિમાં ગ્રામ્યતા હોય તો તે ગુણ બની જાય છે તે દર્શાવવા મમ્મટે આ શ્લોક ટાંક્યો છે (કા. પ્ર. ૭.૫૪ ઈ.). આ શ્લોકમાં ‘કોલમનો ભાત’, ‘ભેંસનું દહીં’ એ શબ્દો કેવળ લોકપ્રસિદ્ધ(ગ્રામ્ય) છે; પણ બોલનાર વિદૂષક(મકરો) હોવાથી, એના મુખમાં એ શબ્દો ગુણરૂપ (હાસ્યપ્રેરક) બની રહે છે. ૨. કેવળ શાસ્ત્રમાં જ પ્રસિદ્ધ હોય તેવો શબ્દ પ્રયોજાયો હોય તેવો શ્લોક ‘યથાય વાહનાર.... ઇત્યાદિ’ ગ્રંથકારે વૃત્તિમાં (ઉદા. ૨૯૧) રજૂ કર્યો છે. આ શ્લોક મમ્મટે પણ ‘અપ્રયુક્ત' પદ-દોષના ઉદાહરણરૂપે રજૂ કર્યો છે (કા.પ્ર. ૪૨૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy