SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયુત્તીરામથનુવાર્થવૃતિવિસ્તાવિકૃવિધેયાંશવિરુદ્ધવૃદ્ધિ ન્યુમયોઃા (૩.૬; સળંગ સૂત્ર-૯૦) . અર્થાત્ ૧.અપ્રયુક્તત્વ; ૨.અશ્લીલત્વ; ૩.અસમર્થત્વ; ૪.અનુચિતાર્થત્વ; ૫. શ્રુતિકત્વ; ૬. ક્લિષ્ટત્વ; ૭. અવિકૃષ્ટવિધેયાંશત્વ; અને ૮. વિરુદ્ધબુદ્ધિકૃતું એ આઠ ઉભયોષો છે. આ દોષો પદ તથા વાક્ય બંનેમાં જોવા મળે છે. આઠેય દોષોનું ગ્રંથકારે આ મુજબ વિવરણ કર્યું છે. ૧. “અપ્રયુક્તત્વ દોષઃ વ્યાકરણ, કોશ વગેરેમાં માન્ય ગણાયેલો હોય પણ કવિઓએ ઉપયોગમાં ન લીધો હોય તેવો શબ્દ કે તેવા શબ્દોનો પ્રયોગ કરવાથી “અપ્રયુક્તત્વ દોષ થાય છે. આ દોષ, ૧. કેવળ લોકપ્રસિદ્ધ અને ૨. કેવળ શાસ્ત્ર પ્રસિદ્ધ એવા ભેદથી બે પ્રકારનો હોય છે. વળી આ દોષ પદ તથા વાક્ય બંનેમાં થાય છે. આમાંથી ૧. કેવળ લોકપ્રસિદ્ધ શબ્દનો પ્રયોગ ઉદા. ૨૮૭માં થયો છે. અહીં ‘શૂલ્કતા” એ અપશબ્દ છે તેથી તેનો કાવ્યમાં ઉપયોગ કરવો ન ઘટે. આવા તમામ દેશ્ય શબ્દો, જે વ્યુત્પત્તિશાસ્ત્રને અવગણે છે, તેમનો સંસ્કૃત કાવ્યમાં પ્રયોગ કરવો તે “અપ્રયુક્તત્વ દોષ છે. કેમ કે, રુદ્રટે, તેમના કાવ્યાલંકાર(૬.૨૭)માં કહ્યું છે કે “સડી વગેરે જે દેશ્ય શબ્દોની, પ્રકૃતિ અને પ્રત્યય છૂટા પાડીને વ્યુત્પત્તિ થઈ શક્તી નથી તેમનો, માત્ર રૂઢિને અનુસરીને, સંસ્કૃત કાવ્યમાં ઉપયોગ ન કરવો. આ અંગે વિવેક'(પૃ. ૨૨૬)માં ગ્રંથકારે સ્પષ્ટતા કરી છે કે - ૧. લોકમાત્ર-પ્રસિદ્ધ હોવાથી એટલે એમ કે “ગ્રામ્યત્વ દોષ, “અપ્રયુક્તત્વ દોષથી અલગ નથી. મમ્મટે સોળ પદદોષોમાં “ગ્રામ્યત્વ'ને બારમો દોષ ગણ્યો છે અને તેને વાયદોષ પણ ગણ્યો છે એટલે મમ્મટના મતે ગ્રામ્યત્વ એ અપ્રયુક્તત્વથી જુદો ઉભયદોષ છે.(કા. પ્ર. ૭. ૫૧પર). પણ હેમચંદ્રાચાર્ય “ગ્રામ્યત્વ'નો અપ્રયુક્તત્વમાં જ સમાવેશ માને છે. ૨. વૃત્તિમાં “દેશ્ય ચૈતન્ત્રાયમ્' એમ કહ્યું છે તેનો અર્થ એ છે કે આવા (દેશ્ય) શબ્દો કેવળ વ્યવહારજીવનમાં જ ચાલે છે - માત્ર ચોક્કસ પ્રદેશના શબ્દો તરીકે જ તે માન્ય હોય છે તેથી તે પ્રાદેશિક છે. એમનો સર્વદેશીય કે અખિલ દેશીય સંસ્કૃત ભાષાની કૃતિઓમાં પ્રયોગ દોષાવહ છે. ૩. ટે “મહડાદિ દેશ્ય શબ્દોની વાત કરી છે તેની, રુદ્રટના ટીકાકાર નમિસાધુએ પોતાના ટિપ્પણમાં પૂર્તિ કરી છે. તે જ ટિપ્પણ “વિવેકમાં ૪૨૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy