________________
પણ , કાળ, પુરુષ, વિધિ વગેરેની ભિન્નતાને કારણે વાક્યની પ્રતીતિ અસ્મલિત નથી હોતી - મતલબ કે પ્રતીતિમાં ખલેલ પડે છે. તેથી આવાં વાક્યોમાં અન્વયદોષ (અનન્વિતત્વમ) થાય છે. જેમ કે, “રઘુવંશ'(૧૭.૧)ના આ શ્લોક(ઉદા. ૨૮૪)માં માપ(પ્રાપ્ત કર્યો)એ ક્રિયાપદ ભૂતકાળમાં છે અને તેની મુદતી (ઉપમેય) સાથે સંબંધ છે. પણ, જો એ ભૂતકાળદર્શક ક્રિયાપદ (માપ)ને વેતના (ઉપમાન) સાથે લઈએ તો અર્થ બેહૂદો લાગે છે; કેમ કે, વેતન તો હંમેશાં “પ્રસાદથી યુક્ત હોય છે, એટલે તેણે “પ્રસાદ પ્રાપ્ત કર્યો એમ ભૂતકાળ સૂચવતી ભાષામાં વાત કરવી અયોગ્ય છે, દોષયુક્ત છે. આથી જ ગ્રંથકાર કહે છે કે, અહીં “ચેતના પ્રસાદ પ્રાપ્ત કરે છે એ યોગ્ય વિધાન છે; નહિ કે
ચેતનાએ પ્રસાદ પ્રાપ્ત કર્યો.” આમ અહીં કાળની અસંગતતાથી અન્વય થતો નથી. ' : “રત્નાવલી” (૨.૨૦) નાટિકાના પ્રત્યમઝન એ જાણીતા શ્લોકમાં પુરુષભેદથી “અનન્વિતત્વ દોષ થાય છે; કેમ કે, કવિએ વિદ્વાન ક્રિયાપદ બીજા પુરુષમાં પ્રયોજ્યું છે તે રાણી(ઉપમેય)ને સંબોધવાથી, બરાબર છે; પણ લતા(ઉપમાન)ને એ બંધબેસતું નથી, કારણ, ‘લતા’ સાથે ક્રિયાપદનું ત્રીજા પુરુષનું રૂપ યોગ્ય ગણાય. તેથી ગ્રંથકાર કહે છે કે, અહીં ‘તતા વિશ્રાગતે' એમ કહેવું જોઈએ; નહીં કે નતા વિધાનસે'- આથી અહીં પુષભેદથી થતો. અનન્વય દોષ છે.
આવી જ રીતે ઉદા. ૨૮૬માં, વિધિ-ભેદથી આ જ દોષ થાય છે; કેમ કે, જીવ પ્રવતુ તે સર્વેવ કીર્તિ: ( એ વાક્યમાં પ્રવહત(વ) ક્રિયાપદ “ગંગા' (ઉપમાન) સાથે બંધબેસતું નથી; કેમ કે ગંગા તો હજારો વર્ષોથી ખરેખર વહી રહી છે. આથી જ ગ્રંથકાર કહે છે કે, જે પ્રવતિ' એમ હોવું ઘટે; નહીં કે “NIL પ્રવાતું !' આથી અહીં વિધિ -ભેદથી થતો દોષ છે. આમ પદાર્થોનો પરસ્પર અસંબંધ તે “અનન્વિતત્વ દોષ છે.
આ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યે તેર વાક્યદોષોનું સવિસ્તર નિરૂપણ કર્યું છે અને અનેકવિધ ઉદાહરણો વડે દરેક વાક્યદોષનું કાવ્યગત વાસ્તવિક સ્વરૂપ સ્પષ્ટ કરી, તે તે દોષને દૂર કરવા માટે સૂચનો કર્યા છે. આઠ ઉભયદોષો
કાવ્યાનુશાસન'ના ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્ર(૩.૬)માં શ્રી હેમચંદ્રાચાર્ય આઠ ઉભયદોષો ગણાવ્યા છે અને પછી “વૃત્તિ'માં તથા “વ્યાખ્યામાં તેમનું સોદાહરણ, વિશદ વિવરણ કર્યું છે. છઠ્ઠા સૂત્રના શબ્દો આ પ્રમાણે છે :
૪૨૫