SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ સીધેસીધો (સાક્ષાત) નથી કહ્યો; કારણ કે, જળક્રીડાના સંબંધ વડે રાજાનો સંબંધ કહેવાયો છે. એટલે કાં તો એમનો એ સંબંધ અહીં સાક્ષાત્ કહેવો જોઈએ (વાચ:) અથવા એને માટે કોઈ બીજી ક્રિયાનું ગ્રહણ કરવું જોઈએ. જેથી તેમનો એ કર્ત-કર્મ-ભાવ ઘટી શકે. પણ કવિએ આ બેમાંથી એક પણ નથી કર્યું. તેથી અહીં અનન્વય - દોષ થયો છે. કેમ કે બેમાંથી એક વાચ્ય હતું; તેનું અવચન(અકથન) એ દોષ છે - તેથી “વાચ્યાવચન” દોષ છે. આથી અહીં ‘મારા તિરણો–fમવૃતોડનુયાતો મધવા વિનાસૈ: 'અર્થાત્ “આકાશગંગામાં રમણ કરી રહેલા, અપ્સરાઓથી ઘેરાયેલા ઈન્દ્રનું, (કુશ રાજાએ) પોતાના વિલાસી વડે અનુકરણ કર્યું એવો પાઠ યોગ્ય છે. એમ કરવાથી બીજી કોઈ ક્રિયાની આકાંક્ષા રહેશે નહીં. નોંધવું જોઈએ કે, “વિવેકનો ઉપરોક્ત સંપૂર્ણ પરિચ્છેદ મહિમભટ્ટના વ્યક્તિવિવેક'ના બીજા વિમર્શમાંથી ઉદ્ધત થયો છે અને તે ત્યાં “વાગ્યાવચન દોષના સંદર્ભમાં થયેલી ચર્ચાના ભાગરૂપ છે. હવે, ગ્રંથકાર અવન્વિતત્વ દોષનાં બીજાં બે ઉદાહરણો (૨૭૯-૮૦) રજૂ કરે છે. તેમાં ઉપમાન અને ઉપમેયનાં લિંગ અને વચનથી, સાધારણ ધર્મસૂચક પદ વિસંગત છે, તેથી ઉપમાન સાથે ઉમેયનો) બરાબર અન્વય(સંબંધ) થતો નથી તેથી એ બને શ્લોકો “અનન્વિતત્વ દોષના દાખલા બને છે – પહેલા શ્લોકમાં લિંગની અને બીજામાં વચનની વિરૂપતા છે. જો કે, આ બે શ્લોકોમાં, ‘લિંગ-વચન-વિપરિણામ મારફતે આપણે વિમલ'નો “વાપી' સાથે મેળ બેસાડી શકીએ પણ તો ત્યાં ‘વાક્યભેદ'નો અભ્યાસનામક દોષ થશે - બે સ્વતંત્ર વાક્યો થશે. જેથી અર્થની પ્રતીતિ વિલંબમાં મુકાશે. “વિવેકમાં ગ્રંથકારે આ વાત સ્પષ્ટ કરી છે(પૃ. ૨૨.૫). વળી, વિપરિણામનો ઉપરોક્ત માર્ગ, શાસ્ત્રમાં શોભે; પણ કાવ્ય સાહિત્ય જેવા સ્વરૂપમાં એ બિલકુલ યોગ્ય નથી. હા, જ્યાં લિંગ અને વચન જુદાં જુદાં હોય પણ, જો સાધારણ ધર્મવાચક શબ્દનું વિભક્તિ-રૂપ મળતું હોય તો ત્યાં આ દોષ થતો નથી. જેમ કે, ઉદા. ૨૮૧માં સ્વામિના અને નટવૅર એ બન્ને પદો, ભલે લિંગથી જુદાં છે, પણ તૃતીયા વિભક્તિનાં હોવાથી સંબંધ થાય છે અને અન્ય દોષ થતો નથી. વળી, સાધારણધર્મવાચક શબ્દ જ્યાં હોય જ નહિ પણ સમજી લેવાય છે અને માત્ર ઉપમેય અને ઉપમાન જ હોય છે ત્યાં આ દોષ થતો નથી કેમ કે, ચંદ્ર જેવું મુખ; કમળ જેવા હાથ; બિમ્બફળ જેવા હોઠ એવી ઉપમાઓ યોજવામાં દોષ નથી. - ૪૨૪.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy