SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્વિતત્વ દોષનું હવે પછીનું ઉદાહરણ(૨૭૮) એષાં તાત્રિઃમાનસરિત: એ શ્લોક છે. આ શ્લોક ‘વિધેયાવિમર્શ' દોષ અંગેની ચર્ચામાં, યદ્ અને તન્ના નિત્યસંબંધના સંદર્ભમાં, મહિમભટ્ટ “વ્યક્તિવિવેક'ના બીજા વિમર્શમાં ટાંક્યો છે અને તે અંગે ટિપ્પણ કર્યું છે કે “અહીં ક્ષવારિણમ્ એ પBયન્ત(શબ્દ) કેવાપૂએ એક જ યત્ શબ્દ સાથે સંબદ્ધ છે અને તેનો પ્રત્યવમર્શ બીજા વત્ શબ્દ સાથે કરવામાં આવ્યો છે (નહીં કે તત્ શબ્દ સાથે). એટલે અહીં ક્ષપીવારિધિ એવો પાઠ જોઈએ. એમ કરવાથી સવારિ પદના અર્થનો સંબંધ ત્ શબ્દવાળા વાક્ય સાથે થઈ જાય છે. પછી એનો સંબંધ બધા યક્ શબ્દો સાથે થઈ શકે છે. એમાં કોઈ દોષ નથી.” જેવાથી શરૂ થતો આ શ્લોક, મમ્મટે, વિભક્તિભેદથી થતા અભવન્મતયોગ દોષના ઉદાહરણ તરીકે, ટાંક્યો છે(કા.પ્ર. ૭.૫૪, વૃત્તિ). પણ ટિપ્પણમાં મમ્મટે જુદો જ મુદો ઉપસ્થિત કર્યો છે. શ્લોકાર્થ છેઃ જેમના(યેષા) પ્રતાપની ઉષ્માએ દેવોના હાથી ઐરાવતના મદ(દાન)ની નદીઓ શોષી લીધી છે, જેમણે(યા:) નંદનવનની છાયામાં સુરાપાનની જગ્યા ઊભી કરી છે; જે(યેષામ્) રાક્ષસોના (ક્ષપાવામિ ) હુંકારે અમરપતિ(ઇન્દ્ર)ને (ભયથી) ખળભળાવી મૂક્યો છે; તેમણે(તૈ:) તમને સંતોષ થાય એવું, તેમને વિશે જે વાતો સાંભળવા મળી છે તેને અનુરૂપ, કંઈ કર્યું છે શું?” આ શ્લોક વિશે મમ્મટ કહે છે કે, “અહીં, વિશેષણો વિશેષને માટે હોય છે તેથી અને તે વિશેષણો પરસ્પર સમાન કે ગૌણ હોવાથી, તેમનો એકબીજા સાથે સંબંધ થતો નથી. પુનાં વપરાર્થત્વાસ-qન્ય: સત્વચિત્ I એ ન્યાયે, ય. શબ્દથી નિર્દેશેલા અર્થોનો પરસ્પર સમન્વય થતો નથી; તેથી :(જેમણે) એ (શ્લોકની બીજી પંક્તિમાં આવતા યાત્ સર્વનામના ત્રીજી વિભક્તિના બહુવચનના રૂપમાં પ્રયોજાયેલા)પદથી વિશેષ (ક્ષપવારા)ની પ્રતીતિ થતી નથી. એટલે અહીં લાવારિમિ: એવો પાઠ કરવાથી સમન્વય થશે(અર્થ બંધબેસતો થશે) અને દોષ ટળશે.” આ ટિપ્પણમાં મમ્મટે જૈમિનીનો અર્થઘટનનો મુળનામુ એ ઉપરોક્ત નિયમ ટાંકીને વાક્યમાં પદોનો અન્વય કેવી રીતે થઈ શકે એ દર્શાવ્યું છે. આ નિયમ મુજબ વિશેષણનો સંબંધ વિશેષ સાથે જ હોય છે; બીજાં વિશેષણો સાથે નહીં. એટલે કે વિશેષણોનો વિશેષણો સાથે અથવા વિશેષ્યોનો વિશેષ્યો સાથે, પરસ્પર આકાંક્ષાના અભાવે, અન્વય થતો નથી. આ શ્લોકમાં જેમણે (વૈ:) એ ૪૨૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy