________________
આથી અહીં “અનન્વિતત્વ દોષ છે. મમ્મટે નિરૂપેલો “અભવન્મતયોગ દોષ શ્રી હેમચંદ્રાચાર્યને “અનન્વિત દોષ જ છે; કારણ કે જયારે વાક્યમાંના શબ્દોનો પરસ્પર સંબંધ દર્શાવાયો ન હોય એટલે કે જયારે પદોનો પરસ્પર અન્વય થઈ શક્તો ન હોય ત્યારે “અભવન્મતયોગ દોષ ઉત્પન્ન થાય છે. - સમવન્ મમતો યોનો યત્ર ! (પ્રદીપ, પૃ. ૨૧૫). આ દોષમાં પદોના અર્થોનો સંબંધ જ પ્રતીત થતો નથી. એ જ રીતે બને છે : ૧. વિભક્તિભેદથી (ઉદ. વેષાં તાન્નિશેમાનસરિત:) ૨. ન્યૂનપદને કારણે (ત્વમેવ સૌન્દર્યા.) ૩. આકાંક્ષાના અભાવથી (ઉદા. સંગ્રામમા તેન) ૪. વાચ્ય અને વ્યંગ્યના વિવક્ષિત સંબંધના અભાવને કારણે (ઉદા. વાપવીર્યસ્ત્રિપુરવની ) ૫. સમાસમાં અભિમત સંબંધ ઢંકાઈ જવાથી (ઉદા. વેવારો વકૃત્વિા:૦) અને ૬. વ્યુત્પત્તિવિરોધથી (ઉદા. નડ્ડઝાડોનાલૅ૦). - શ્રી હેમચંદ્રાચાર્યે ‘અનન્વિતત્વ દોષનું બીજું ઉદાહરણ(૨૭૭) “રઘુવંશ'(૩.૬૪)માંથી આપ્યું છે. નિર્ધાતોઐ:.. ઇત્યાદિ.આ શ્લોકતથા તેના ઉપરનું સંપૂર્ણ ટિપ્પણ, મહિમભટ્ટના વ્યક્તિવિવેક'ના બીજા વિમર્શમાં મળે છે. ત્યાં “વાચ્યાવચન” દોષની ચર્ચામાં, “અન્વયનો અભાવ' (અનન્વિતત્વમ) હોય તો તે પણ વાચ્યાવચનદોષ કહેવાય” એમ કહીને મહિમભટ્ટે આ શ્લોક રજૂ કરી અનન્વયરૂપ વાચ્યાવચન દોષના ઉદાહરણ તરીકે આ શ્લોકની સમજૂતી આપી છે તે સહેજ ફેરફાર સાથે અહીં પ્રસ્તુત થઈ છે. ઉદાહરણ-શ્લોકનો ભાવાર્થ એ છે કે રાજા દશરથે સિંહોને મારવા ધાર્યા, કારણ કે સિંહોના “મૃગરાજએ વિશેષણમાંનો રાજા શબ્દ દશરથ સાંખી શક્યો નહીં. “અહીં સિંહો માટે “રાજશબ્દ” (રાજા એ શબ્દો સંભવતો નથી; કેમ કે નથી તો “રાજા” શબ્દની સિંહમાં અભિધા કે નથી એ સિંહોનો એ રાજશબ્દ સાથે કોઈ સંબંધ જો કે એ સિંહના પર્યાય “મૃગરાજ' શબ્દનો સંબંધ છે; તોપણ એ સંબંધ અહીં ઉપયોગમાં લેવાયો નથી; કેમ કે અહીં એ “ગરાજ' શબ્દ નથી તો પહેલાં ક્યારેય કહેવાય કે નથી અહીં કહેવાયો - જો કે અહીં કૃપાનું (મૃગોનો)ની જગ્યાએ મૃRIનાના(મૃગરાજાનો) એમ કહી શકાયું હોત. ઉપરાંત, સિંહનું રાજાપણું જંગલી પશુઓ પર હોય છે, “મૃગ' એ શબ્દ પર નહીં (એ હમેશાં અર્થમાં હોય છે) એટલે, વીર્યો એ (પરાક્રમસૂચક) વિશેષણ એ (સિંહ શબ્દ) સાથે ઘટતું નથી. એ હમેશાં અર્થમાં હોય છે. આમ, સિંહોનો, મૃગોનો કે વીર્યોદગ્રત્વનો રાજશબ્દ સાથે અન્વય(સંબંધ) બેસતો નથી. તેથી એ રાજશબ્દ અહીં “અવાચ્ય છે.) એટલે, “રાજભાવે અથવા “મૃગેવુ” એવો પાઠ બરાબર છે.”
૪૨૧