________________
૪. પર્યાયપ્રક્રમભેદ,પ.વિભક્તિપ્રક્રમભેદ, ૬. ઉપસર્ગપ્રક્રમભેદ,૭.વચનપ્રકમભેદ, ૮. તિન્તપ્રક્રમભેદ, ૯ કાલવિશેષ-પ્રક્રમભેદ, ૧૦. કારકશક્તિપ્રક્રમભેદ, ૧૧. શબ્દગતપ્રક્રમભેદ, ૧૨. આર્થપ્રક્રમભેદ, ૧૩. ક્રમપ્રક્રમભેદ, ૧૪. વસ્તુ ક્રમભેદ એવા પ્રકારોનું સોદાહરણ વિશદ વિવરણ કર્યું છે. મહિમભટ્ટની આ પ્રક્રિમભેદ વિશેની વિવરણ સામગ્રીનો “કાવ્યનુશાસન(અ.૩)માં “ભગ્નપ્રક્રમત્વમ્' દોષના વિષયની માવજત કરવા માટે, ગ્રંથકારે, “અલંકારચૂડામણિ' વૃત્તિમાં તથા વિવેક વ્યાખ્યામાં, સમુચિત ઉપયોગ કર્યો છે અને ‘પ્રક્રમભંગ' દોષનું સર્વગ્રાહી, શાસ્ત્રીય તથા પ્રમાણભૂત નિરૂપણ કર્યું છે. વળી, ગ્રંથકારે દર્શાવ્યું છે કે શિશુપાલવધીના રાતઃ દo એ શ્લોક (૧૫.૮૧; ઉદા. ૨૭૫)માં પ્રક્રમભંગ નથી અને બોલનાર બાળક છે તેથી દોષ નથી. મમ્મટે પણ “કાવ્યપ્રકાશ (ઉ.૭)માં “ભગ્નપ્રક્રમ દોષની ‘પm: પ્રેમ પ્રસ્તાવ: યત્ર' અર્થાત્ જ્યાં પ્રક્રમ એટલે કે પ્રસ્તાવનો ભંગ થયેલો છે તે ભગ્નપ્રક્રમ(દોષ) છે એવી વ્યાખ્યા કરીને, પ્રકૃતિ, પ્રત્યય, સર્વનામ, પર્યાય, ઉપસર્ગ, વચન, કારક અને ક્રમમાં થતા પ્રક્રમભંગના પ્રકારો ઉદાહરણો, ટિપ્પણો તથા દોષરહિત પાઠો સાથે નિરૂપ્યા છે(કા.પ્ર. ૭.૫૪).અને મહિમભટ્ટનું વિવરણ મમ્મટની ચર્ચાને પોષક નીવડ્યું છે એ સ્પષ્ટ છે." ૧૩. અનવિતત્વ દોષ ?
જે વાક્યમાં શબ્દોના અર્થોના પરસ્પર સંબંધનો અભાવ હોય છે ત્યાં આ દોષ થાય છે : પાર્થના પરમોડાન્વિતમ્ ! આ દોષમાં, પદોના અર્થોનો અન્વય, સંબંધ કે સંયોગ જ ન થવાથી, વાક્યનો અર્થ બેસાડવો જ, મુશ્કેલ બને છે; દા.ત. ઉદા. ૨૭૬માં પ્રસ્તુત શ્લોકમાં કવિ કહે છે કે, “મજબૂત મૂકી(મૂઠીવાળા, કોશ(ખજાનાપેટી, મ્યાન)માં પૂરાયેલા અને સ્વભાવથી મલિન(શ્યામ) એવા (કપણ)કંજૂસ માણસ અને કપાણ (ખગ) વચ્ચે કેવળ “આ'કારનો જ તફાવત છે.” અહીં આકાર એટલે શું? જો “આકાર' શબ્દ કંજૂસ અને ખગ વચ્ચેના સ્વરૂપ-ભેદ માટે વપરાયો હોય તો એ સ્વરૂપ-ભેદ તો તદન સ્પષ્ટ છે, સિદ્ધ છે; એટલે એનું કથન કરવાની જરૂર નથી. ‘આકાર'નો અર્થ અહીં “અ” અને ‘આ’ વચ્ચેનો તફાવત એવો થતો હોય તો એ તફાવત તો પણ એમાં “પ” અકારાન્ત છે) અને કૃપાણ (એમાં “પ” આકારાન્ત છે) એ બે શબ્દો લખવામાં રહેલો તફાવત માત્ર છે, એનો “કંજૂસ' અને કૃપાણ (ખગ, તલવાર) એ બે ખરેખરી વસ્તુઓ સાથે કશો જ સંબંધ નથી. આમ આ શ્લોકનો અર્થ બેસાડવામાં મુશ્કેલી પડે છે; કારણ કે પદોના અર્થોના અન્વય(સંબંધ)નો જ અહીં અભાવ છે.
૪૨૦