SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ કારક અને ક્રમ આ બધી બાબતોમાં પ્રક્રમનો કવિએ ખ્યાલ રાખવાનો હોય છે. વાક્યમાં જે શબ્દથી વક્તવ્ય આરંભ્ય હોય તે જ શબ્દ તે જ રૂપે વાપરીને, વકતવ્ય પૂરું કરવું જોઈએ. એ શબ્દને બદલે બીજો કોઈ શબ્દ તેનો પર્યાય વગેરે વાપરવાથી, અર્થપ્રતીતિ અને આસ્વાદમાં વિલંબ થાય છે. આથી એ પ્રક્રમભંગદોષ ગણાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે એની પ્રસ્તુતમ માઝમ એવી વ્યાખ્યા આપી છે. એનો અર્થ છે -પ્રસ્તુત અભિપ્રાયનો ભંગ થવાથી ‘ભપ્રક્રમત્વ' દોષ થાય છે; જેમ કે, ઉદા. ૨૬માં, “મુખ્યમંત્રીએ આ પ્રમાણે કહ્યું(૩:) ત્યારે રાજાએ જવાબમાં કહ્યું (પ્રત્યમાષત) એ વાક્યમાં, વર્ ધાતુનું ક. ભૂ. કૃનું રૂપ ૩w: વાપરીને શરૂ થયેલું વક્તવ્ય, મામ્ ધાતુના પ્રતિ ઉપસર્ગ સાથેના પ્રતિ + ભા) હ્ય ભૂ.કા.ના રૂપ પ્રત્યમાષત સાથે પૂરું થાય છે. આથી અહીં વને બદલે બાપૂ ધાતુ વાપરવાથી પ્રત્યયનો પ્રક્રમ(સંવાદિતા) ભંગ થાય છે; તેથી “ભગ્નપ્રક્રમ–” દોષ થાય છે. જો અહીં પ્રત્યમાષતને બદલે પ્રત્યવોવતનો પ્રયોગ થયો હોત તો તે યોગ્ય થાત. “કુમારસંભવ” (૪.૭, ૬.૯૪; ૭.૩૨), “કિરાતાર્જુનીય” (૨.૧૪, ૩.૩૪, ૩.૪૦), “શિશુપાલવધ” (પ.૨૮, ૧૦.૨૩), “બાલરામાયણ' (૧.૮, ૨.૧૭, ૩.૨૫), નાગાનંદ (૧.૧૩), શાકુન્તલ (૩.૩), મહાવીરચરિત (૨.૩૦) વગેરે પ્રશિસંસ્કૃત ગ્રંથોમાંથી વિવિધ શ્લોકો લઈને ગ્રંથકારે સ્થાદિ પ્રત્યય, કૃત્ પ્રત્યય, ઉપસર્ગ, પર્યાય, વચન, કારક, ક્રમ, અલંકાર આદિની સંવાદિતા કે પ્રક્રમ ન જળવાવાથી થતા પ્રક્રમભંગદોષનાં ટિપ્પણો સાથેનાં ઉદાહરણો(૨૬૧-૨૭૪) વૃત્તિમાં આપ્યાં છે અને સર્વત્રદોષનિવારણ માટે નવા પાઠો સૂચવ્યા છે. આમાંનાં ઘણાંખરાં ઉદાહરણો (૨૬૦, ૨૬૧, ૨૬૨, ૨૬૩, ૨૬૪, ૨૬૫, ૨૬૬, ૨૬૭, ૨૬૮, ૨૬૯, ૨૭૦, ૨૭૧, ૨૭૩, ૨૭૪) મહિમભટ્ટકૃત ‘વ્યક્તિવિવેક'ના બીજા વિમર્શમાંથી, અહીં ઉદ્ધત થયાં છે, અને ઉદા. ર૬૧, ૨૬૭, ૨૬૮, ૨૯૨ કાવ્યપ્રકાશ” (ઉ.૭)માં પણ મળે છે. વિવેકમાં પણ આ વિષયની પૂરક સામગ્રી તથા ઉદાહરણો(૩૪૨-૩૪૮)રજૂ થયાં છે અને તે મુખ્યત્વે વ્યક્તિવિવેક'(૨)માંથી જ અહીં રજૂ થયાં છે. પણ અવતરણ(૭૧) “કાવ્યપ્રકાશ' (૭)માંથી ઉદ્ધત થયું છે તે સ્પષ્ટ છે. મહિમભટ્ટ “વ્યક્તિવિવેકના બીજા ‘વિમર્શ'માં “પ્રક્રમભેદ દોષની વિસ્તૃત સોદાહરણ, સયુકિતક, મૌલિક ચર્ચા કરી છે અને પ્રથમ “પ્રક્રમભેદ'નું સ્વરૂપ સમજાવી કહ્યું છે કે આ દોષ અનેક પ્રકારનો હોઈ શકે છે; કેમ કે, પ્રકૃતિ, પ્રત્યય, પર્યાય વગેરે એના ક્ષેત્રમાં આવનાર તત્ત્વો અનેક છે. પછી તેમણે પ્રક્રમભેદના ૧. પ્રકૃતિપ્રક્રમભેદ, ૨. સર્વનામ,ક્રમભેદ, ૩. પ્રત્યયપ્રક્રમભેદ, ૪૧૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy