________________
વૃદ્ધ માણસ, ક્રોધે ભરાઈને કાગડાને મારે છે; ભાત ખાય છે; ન્યાતીલાને ગળે વળગાડેછે; કૂતરાને ડરાવે (ભગાડે) છે. ગ્રંથકાર નોંધ છે કે કિલષ્ટત્વ એ દોષ એક જ વાક્યમાં થતો દોષ છે; જ્યારે સંકીર્ણત્વ એ બે કે વધુ વાક્યોમાં થતો દોષ છે. આ બંને દોષો વચ્ચેનો ફરક છે. મમ્મટે પણ ‘સંકીર્ણત્વ' દોષ માન્ય રાખ્યો છે અને, આ જ શબ્દોમાં, વૃત્તિમાં જણાવ્યું છે કે ત્વિષ્ટત્વ એક જ વાક્યમાં થતો દોષ છે તેથી તે સંકીર્ણત્વથી જુદો દોષ-પ્રકાર છે. સંકીર્ણત્વ જ્યારે ગુણ બને છે
જો કે ક્યારેક શ્રેણીબદ્ધ વાક્યોમાં કે સંવાદોમાં ‘સંકીર્ણત્વ’ એ ગુણ બની જાય છે એમ શ્રીહેમચંદ્રાચાર્ય માને છે. અમરુશતકનો વાતે, નાથ૦ એ પ્રસિદ્ધ શ્લોક(૫૨) આવા સંકીર્ણ સંવાદનું સ-રસ ઉદાહરણ(૨૫૭) છે. ૧૧. ગર્ભિતત્વ દોષ
જ્યાં એક વાક્યની વચમાં બીજું વાક્ય પ્રવેશી જતું હોય છે ત્યાં આ દોષ થાય છે. મમ્મટે આ દોષ સ્વીકાર્યો છે અને અહીં છે તે જ શ્લોક(ઉદા. ૨૫૮) પરાપરાર્૦, ટિપ્પણ સાથે, ગર્ભિતત્વ દોષના ઉદાહરણ તરીકે રજૂ કર્યો છે : ‘બીજાનું ભૂંડું કરવામાં મગ્ન દુર્જનોનો સંગ, હું તમને સાચું કહું છું, કદી ન કરવો.’ અહીં, ત્રીજું ચરણ વૈવામિ ભવતસ્તત્ત્વમ્ અન્ય વાક્યમાં વચ્ચે પેસી ગયું છે. જોકે આ ‘ગર્ભાતત્વ’ દોષ, ક્યારેક ગુણ બની જાય છે; જેમ કે, ‘ઔચિત્યવિચાર ચર્ચામાં’માંથી અહીં ટાંકવામાં આવેલા વિજ્ઞાત ૦ એ શ્લોક(ઉદા. ૨૫૯)માં. વક્તા કોઈ ભાવાવેશમાં બોલતો હોય ત્યારે, આવાં વચ્ચે પેસી જતાં વાક્યો, શ્લોકને વધારે હૃદયંગમ બનાવે છે. પરશુરામે સમસ્ત પૃથ્વી જીતી લીધી - એમનાં અદ્ભુત પરાક્રમો વર્ણવતાં આપણે રોમાંચ અનુભવીએ છીએ-અને એ બ્રાહ્મણોને દાનમાં આપી દીધી; પરશુરામની આ અદ્ભુત કથા, ૫૨શુરામથી શરૂ થઈ અને પરશુરામ સાથે જ પૂરી થઈ. અહીં વીર અને અદ્ભુત રસના વેગમાં ‘વત્ત વ્' (વર્ણવતાં જ) એ શબ્દો બીજા વાક્યની અંદર પેસી ગયા છે તે દોષરૂપ નથી; બલકે ગુણરૂપ છે. મમ્મટે તદ્ન વૃત્તા ચા॰ એ શ્લોક(ઉદા. ૨૪૨) ‘ગર્ભિતત્વ’ દોષના દાખલા તરીકે રજૂ કર્યો છે.
૧૨. ‘ભગ્નપ્રક્રમત્વ’ દોષ
વાક્યની સંગતિ કે સંવાદિતામાં જ્યારે ભંગ પડે છે ત્યારે ‘પ્રક્રમભંગ’ કે ‘ભગ્નપ્રક્રમત્વ’ દોષ થાય છે. પ્રકૃત્તિ, પ્રત્યય, સર્વનામ, પર્યાય, ઉપસર્ગ, વચન,
૪૧૮