________________
છે; ૪. જેના અંતમાં એવો લઘુ વર્ણ આવતો હોય જે છંદઃશાસ્ત્રના નિયમ મુજબ ગુરુ માનવામાં આવતો હોવા છતાં ગુરુત્વ ભાવથી રહિત પ્રતીત થતો હોય; અથવા ૫. જેનો છંદ વર્ણનીય રસને પ્રતિકૂળ હોય છે. તે કાવ્ય(વાક્ય) ‘હતવૃત્તત્વ’ દોષવાળું કહેવાય છે.૧૧૧ આમ પાંચ રીતે ‘હતવૃત્તત્વ' દોષ થાય છે. આમાં છંદઃશાસ્ત્રના નિયમથી રહિત વાક્યનું ઉદાહરણ(૨૫૦) અપિ પસિ૦ શ્લોકમાં . મળે છે. વૈતાલીય છંદના યુગ્મ પાદમાં છ લધુ અક્ષરોની નિરંતર યોજના નિષિદ્ધ છે છતાં આ શ્લોકમાં એવી યોજના છે. તેથી તે ‘લક્ષણચ્યુત’ દોષ છે. બીજાં બે ઉદાહરણો(૨૫૧-૫૨)માં યતિભંગ(યતિભ્રષ્ટત્વ)નો દોષ છે; કારણ, એ બે વાક્યોમાં, અનુક્રમે ચોથે અને છઠ્ઠ અક્ષરે યતિ(વિરામ) આવે; પણ તેમ થયું નથી. આનો અપવાદ શ્રીહેમચંદ્રાચાર્યે પોતે રચેલા ‘છંદોનુશાસન' ગ્રંથમાં, અધ્યાય-૧, સૂત્ર-૧૫ની વૃત્તિમાં નિરૂપેલો છે; તેથી તેનો દાખલો અહીં આપ્યો નથી. આ પછી, છંદના નિયમાનુસારી શ્રુતિકટુ(૩) વાક્યનું અમૃતમમૃતમ્ એ ઉદાહરણ (૨૫૩), ગુરુત્વના અભાવનું અન્યાસ્તા॰ એ ઉદાહરણ(૨૫૪) અને રસને પ્રતિકૂળ છંદનું હૈં। ગૃપ હૈં। બુધ॰ એ ઉદાહરણ(૨૫૫) – એમ ત્રણ ઉદાહરણો કાવ્યપ્રકાશ(૭.૫૪, વૃત્તિ) અનુસાર છે. છેલ્લા ઉદાહરણ(૨૫૫)માં હાસ્યરસભંજક ‘દોધક’ છંદ છે જે કરુણરસને પ્રતિકૂળ છે છતાં અહીં રાજાના મૃત્યુ પર થતા વિલાપના વર્ણનમાં વાપર્યો છે તે દોષ છે – ‘હતવૃત્તત્વ’ દોષ છે. અહીં મંદાક્રાંતા કે પુષ્પિતાગ્રા જેવો કરુણરસને પોષક છંદ વાપરવો ઉચિત હતો.૧૧
૧૧૨
૧૦. સંકીણત્વ દોષ
જ્યાં એક વાક્યનાં પદો બીજા વાક્યમાં મિશ્ર થઈ જાય છે ત્યાં આ દોષ થાય છે; જેમ કે, ઉદા. ૨૫૬ની ગાથામાં. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે ઃ
काकं खादति क्षुधितः कूरं क्षिपति निर्भरं रुष्टः । शुनकं गृह्णाति कण्ठे निषेधति ( = भेषयति ) च नप्तारं स्थविरः ॥ ભોજરાજકૃત ‘સરસ્વતી કંઠાભરણ’(૧.૨૩.૩૦)માં ‘સંકીર્ણત્વ’ના ઉદા. તરીકે આ ગાથા, ઉષ્કૃત થયેલી છે. ભોજરાજે ‘સંકીર્ણત્વ'ની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : વાયાન્તરપટૈમિશ્ર સંજીઽમિતિ તઃિ । અર્થાત્ એક વાક્યનાં પદો બીજા વાક્યનાં પદો સાથે ભળી જાય ત્યાં સંકીર્ણત્વ દોષ જાણવો. ઉપરોક્ત ગાથામાં પદોની ઉચિત ગોઠવણી આ પ્રમાણે હોવી જોઈએ - નિર્માં ઇઃ સ્થવિર: જા ક્ષિપતિ; i (બાફેલા ચોખા) સ્વાતિ; તે ગૃહખાતિ; શ્વાનં મેષયતિ ।એટલે કે
૪૧૭
૨૭