SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭. પ૪) અને, અહીં શ્રી હેમચંદ્રાચાર્યે આપેલું ઉદાહરણ (૨૪૬) જ મમ્મટે પણ રજૂ કર્યું છે. ક: કુત્ર.... ઇત્યાદિ. આ શ્લોક અંગે ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે અહીં ક્રમશઃ અનુપ્રાસની ઘનતા વધવી જોઈતી હતી - સૂકર(સ્વર) કરતાં સિંહના વર્ણનમાં અધિકતર કઠોરવર્ણતા હોવી જોઈએ, પણ તેમ થયું નથી તેથી દોષ છે. પણ, પતકર્ષત્વ એ ક્યારેક ગુણ પણ બને છે, જેમ કે, મહાવીરચરિત'ના પ્રFIJId(૨.૨૩) એ શ્લોકમાં પ્રથમ ત્રણ પંક્તિઓમાં ક્રોધપૂર્ણ વચનો છે તેથી શૈલી સમાસપ્રચુર છે; પણ ચોથી પંક્તિમાં, કવિએ, ઉચિત રીતે જ, સમાસો ટાળ્યા છે કારણ કે ત્યાં ક્રોધનો અભાવ છે. આથી ઉત્કર્ષ ઘટે છે તે કાવ્યના હિતમાં છે; ગુણરૂપ છે. મમ્મટે આ જ શ્લોક રૌદ્રરસમાં અનુકૂલવર્ણોના ઉદાહરણ તરીકે ટાંક્યો છે. ૭. સમાપ્તપુનરાત્તત્વ દોષ જયાં કર્તા, ક્રિયા, કર્મ વગેરેના સંબંધથી વાક્યની સમાપ્તિ થઈ જાય છે અને પછી પાછો એ વાક્ય સાથે સંબંધિત બીજાં (વિશેષણ)પદોનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે ત્યાં સમાપ્તપુનરાત્તત્વ દોષ થાય છે. મમટે પણ આ દોષ માન્ય રાખ્યો છે. શ્રી હેમચંદ્રાચાર્યે આપેલા ઉદાહરણ(૨૪૮)માં કાવ્યમય રીતે કવિ સૂચવે છે કે રાજા વીરચૂડામણિના ગુણો વર્ણવવા અશક્ય છે. પણ પછી પુનઃ અર્થહીન વચનો ઉમેરે છે જે પૂંછડા જેવાં છે તેથી ચમત્કૃતિ ઘટે છે, એ દોષ છે. પણ, અગાઉ રજૂ કરેલા “મહાવીરચરિત'(૨.૩૩)ના શ્લોક(ઉદા. ૨૪૭)માં જેમ બને છે તેમ જ્યાં સમાપ્ત થયેલા વાક્યમાં ઉમેરો કરવામાં ન આવે પણ નવું જ વચન કહેવામાં આવે ત્યાં આ દોષ થતો નથી. ૮. “અવિસર્ગ–' દોષ ૧. “ઉ” થવાથી “રનો લોપ થતાં અને ૧. વિસર્ગનો લોપ થતાં, વિસર્ગનો જે અભાવ થાય છે તેને “અવિસર્ણત્વ દોષ કહે છે. જેમ કે વીરો વિનીતો એ શ્લોક((ઉદા. ૨૪૯)ના ઉત્તરાર્ધમાં બધે વિસર્ગનો લોપ થવાથી, ૧. લુખવિસર્ગ– દોષ છે; અને પૂર્વાર્ધમાં બધે વિસર્ગનો “ઉ” થવાથી ૨. ઉપહતવિસર્ણત્વ દોષ છે. મમ્મટે પણ આ દોષને માન્ય રાખી, આ જ શ્લોક ઉદાહરણ તરીકે રજૂ કર્યો છે. ૯. “હતવૃત્તત્વ' દોષ જે કાવ્ય ૧. છંદ શાસ્ત્રના લક્ષણનું પાલન નથી કરતું; ૨. યતિભ્રષ્ટ હોય છે; ૩.છંદ શાસ્ત્રના નિયમો પાળવા છતાં પણ અશ્રવ્ય અથવા શ્રુતિકટુ થઈ જાય ૪૧૬
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy