________________
દર્ભવાળી છે માટે હળવે પગલે ચાલજે; તડકો ખૂબ આકરો છે. માટે, ઓઢણી માથે બરાબર ઓઢજો, એવા શબ્દોમાં, જનકની પુત્રી સીતાને જતી જોઈને, રસ્તે જતી વટેમાર્ગુઓની સ્ત્રીઓએ અશ્નપૂર્ણ આખે શીખ આપી. આ શ્લોકના ત્રીજા ચરણમાં જે તત્ (કેમ કે, માટે) એ શબ્દ છે તે પૂર્વાર્ધમાં હોવો જોઈએ, કારણ, એ કારણવાચકપદ છે તેથી ત્યાં જરૂરી છે. આ દોષને ‘દ્વીતીયાધગતકવાચકશેષપ્રથમાધવદોષ' પણ કહે છે.
હવે એક ગાથા(ઉદા. ર૪૫) વડે ગ્રંથકાર, અસ્થાનસ્થપદત્વનો છેલ્લો દાખલો રજૂ કરે છે. ગાથાની સંસ્કૃતિ છાયા આ પ્રમાણે છે :
प्राप्तनितम्बस्पर्शा स्नानोत्तीर्णाया: श्यामलाङ्गयाः ।
નવિન્fશપુરા સતિ વચચેવ મથેન ! અર્થાત્ બાંધવાના ભયથી, જાણે કે સુંદરીના ભીના કેશ, ટપક્તા પાણીના કણો વડે, જાણે કે, રડી રહ્યા છે !
અહીં “રડવાનું તથા “બંધનનો ભય” બંને ઉભેક્ષા છે. અહીં રડવાની ઉલ્ટેક્ષા પ્રધાન(મુખ્ય) છે તેથી ઉલ્ટેક્ષાવાચક પદ રૂવ, તિ(રડે છે) પછી તરત મૂકવું જોઈતું હતું. પણ તે વન્યસ્થ(બંધનનો) એ પદ પછી મૂકયું છે તે અસ્થાનસ્થપદ છે તેથી દોષરૂપ છે. જ્યાં પ્રધાન અર્થ ઉભેક્ષિત થયો હોય ત્યાં બીજા અર્થો ઉભેક્ષિત થાય જ છે. આ અંગે કાવ્યશાસ્ત્રનો નિયમ પણ છે જે ગ્રંથકારે અવતરણ(૨૧)રૂપે વૃત્તિમાં પ્રસ્તુત કર્યો છે. એનો અર્થ એ છે કે “જ્યાં ઘણી ઉલ્ટેક્ષાઓ હોય ત્યાં સૌથી મહત્ત્વની(પ્રધાન) ઉ—ક્ષા પછી (તરત જ), ઉભેક્ષાવાચક તિ વગેરે પદો મૂકવાં જોઈએ, બીજે નહીં.” ઉપરોક્ત ગાથા, ટિપ્પણ તથા આ સંગ્રહશ્લોક “વ્યક્તિવિવેક (૨.૧૧૦)ના છે. “વિવેક'માં વૃત્તિનો તરતરત્ શબ્દ લઈને ગ્રંથકાર સ્પષ્ટતા કરે છે કે પ્રધાન સિવાયનાની પણ આપોઆપ ઉભેક્ષા થાય છે; જેમકે, ખ્યાતિ એ શ્લોક(ઉદા. ૩૪૧)માં પ્રધાન(ઉલ્લસન)ની ઉન્મેલા થતાં જ અપ્રધાન (ઇદુસંદર્શન)ની ઉભેક્ષા થઈ જ જાય છે(વાંચો-વ્યક્તિ વિવેક, વિમર્શ-૨, પૃ. ૪૪૯-૫૦). ૬. પત...કર્ષત દોષ
જ્યાં ક્રમે ક્રમે ઉત્કર્ષનો લાસ થતો જાય છે ત્યાં પત...કર્ષ નામનો દોષ થાય છે. શ્લોકનાં સૌષ્ઠવ, એકસૂત્રતા અને ઔચિત્યને હાનિ થાય તેવી શૈલી પ્રયોજાય ત્યારે આ દોષ થાય છે. મમ્મટે પણ આ વાક્યદોષ માન્ય રાખ્યો છે(કા.
૪૧૫