________________
તતિ(તસ્ વડે) એ વૃત્તિનો શબ્દ લઈને, જે પૂરક માહિતી આપી છે તે, આમ,
વ્યક્તિવિવેકમાંથી ઉદ્ધત થયેલી ઉપરોક્ત ચર્ચા જ છે. પણ કેમ કે, શ્રી હેમચંદ્રાચાર્ય, અહીં “અસ્થાનસ્થપદત્વ દોષની ચર્ચા કરી રહ્યા છે તેથી, તેઓ, મહિમભટ્ટના એટલે અહીં પરામર્શનો ક્રમભેદ(દોષ) થયો છે' એ શબ્દો છોડી દે છે અને આગળ કહે છે: “અહીં (તીર્થે તીરે શ્લોકમાં) કવિના પ્રમાદને કારણે શબ્દોનો પૌવાપર્યક્રમ આડોઅવળો થયો છે એમ પણ કહી શકાય એમ નથી. તેમાં પણ શબ્દથી કહેલા પ્રતીપગમનના કારણરૂપ એ(વિધ્ય) પર્વતના ઢોળાવનો ઉલ્લેખ અડચણરૂપ હોવાથી, બીજા અસ્થાનસ્થપદત્વ દોષનો પ્રસંગ આવી પડે એમ છે. તેથી જ પદોને વિપર્ય (કર્યો છે); અને શબ્દથી કહેવાયેલા કારણનું ગંગાના વિશેષણ વડે જ, અર્થવત્ત્વ છે. એટલે, બંનેનો વિપર્યય અહીં બરાબર છે.”
- વૃત્તિમાં ઉદા. ૨૪૪માં કષ્ટો વેધવ્યથાએ “અનર્ધરાઘવનો શ્લોક(૨.૪૦) રજૂ થયો છે. અહીં કવિ કહે છે કે વીંધવાની વેદના(કષ્ટ) કાન સહન કરે છે; વજન ઉપાડવાનું કષ્ટ પણ કાન જ વેઠે છે; પણ એ જ (કાનનું) કુંડળ ગાલની શોભા વધારે છે; નહીં કે કાનની. આ શ્લોક અંગે ટિપ્પણ કરતાં ગ્રંથકાર કહે છે કે અહીં શ્રવનાનું એ પદ શ્લોકમાં પૂર્વાર્ધમાં આવવું જોઈતું હતું, કેમ કે, કાવ્યાલંકારસૂત્ર(પ.૧)માં આચાર્ય વાંમને કહ્યું છે કે કંઈક અપૂર્ણ હોય તેવું વાક્ય, શ્લોકના અર્ધભાગ પછી ન પ્રયોજવું: નાર્થે વિચિસમારં વાવચમ્ - (અવતરણ ૨૦, પૃ૨૧૨). આ કારણથી જ, ઉપરોક્ત એ શ્લોકનો પૂર્વાર્ધ એટલે અર્ધભાગ (પ્રથમ પંક્તિનાં બે ચરણ) ગયા પછી, ત્રીજા ચરણના આરંભે (બીજી પંક્તિમાં) ઉત્તરાર્ધમાં ત્રવાનામ્ પદ અસ્થાનસ્થપદ છે જે દોષ છે. વામને રજૂ કરેલા ગતિ તાઇડવે, શ્લોકમાં પણ રા:' એ પદનો પ્રયોગ ઉત્તરાર્ધમાં કર્યો છે તે બરાબર નથી. ‘રા:' એ પદ પૂર્વાર્ધમાં જ મૂકવું જોઈતું હતું. ઉત્તરાર્ધમાં એ પદ આવવાથી, પૂર્વાર્ધનો અર્થ કંઈક અધૂરો, અપૂર્ણ લાગે છે, આ દોષ છે."
ઉપરોક્ત શ્લોક પરના ટિપ્પણમાં નિવેવિતમ્ એ શબ્દો વૃત્તિમાં આવે છે. એ અંગે વિવેકમાં ગ્રંથકાર જણાવે છે કે “આથી, “અર્ધાન્તરેક્વાચકત્વ' નામનો અલગ દોષ ગણાવવો જોઈએ નહીં. અર્થાત્ “અર્ધાન્તરેક્વાચક દોષનો “અસ્થાનસ્પપદ– એ દોષમાં જ, સમાવેશ છે.” પણ મમ્મટે પોતાના એકવીસ વાક્યદોષોમાં “અર્ધાન્તરેકવાચક દોષનો સમાવેશ કર્યો છે(કા. પ્ર. ૭. ૨૩પ૪). અને મળવાપાતમું એ શ્લોક દષ્ટાંત તરીકે ટાંક્યો છે. “જમીન
૪૧૪