________________
અક્રમત્વને અલગ દોષ ન ગણવો
તિના સ્થાન અંગે મહિમભટ્ટના ઉપરોક્ત શ્લોકો “વિવેકામાં રજૂ કર્યા પછી શ્રી હેમચંદ્રાચાર્ય નોંધે છે કે “આમ, “અક્રમત્વને પૃથફદોષ તરીકે ગણવો ન જોઈએ; કેમ કે, “અક્રમત્વ દોષ, ઉપરોક્ત “અસ્થાનસ્થત્વ' દોષમાં જ સમાઈ જાય છે. અહીં નોંધવું જોઈએ કે મમ્મટે “અસ્થાનપદત્વ' અને “અક્રમ–” એ બંને જુદા જુદા દોષો માન્યા છે અને “અક્રમત્વ'નાં ઉદાહરણ તરીકે કુમારસંભવનો
યં તિમ્' અને શક્ટ્રિનિંગ્લિંશનેય એ બે શ્લોકો પ્રસ્તુત કર્યા છે. આ બંને શ્લોકો શ્રી હેમચન્દ્રાચાર્યે, “અસ્થાનસ્થપદવ’નાં ઉદાહરણો(૨૪૦, ૨૪૧) તરીકે પ્રસ્તુત કર્યા છે. અને મમ્મટે “અસ્થાસ્થપદત્વના ઉદાહરણ તરીકે રજૂ કરેલા ‘કિરાતાર્જુનીયર(૮.૩૭)ના શ્લોકનો પણ શ્રી હેમચન્દ્રાચાર્યે “અસ્થાનસ્થપદત્વના ' ઉદાહરણ તરીકે, ટિપ્પણ સાથે, ઉપયોગ કર્યો છે(ઉદા. ૨૩૯). આમ
કાવ્યાનુશાસન'ના કર્તાની દૃષ્ટિએ અક્રમત્વ સ્વતંત્ર દોષ નથી; અસ્થાનસ્થપદત્વનો ભાગ જ છે.
‘વૃત્તિમાં શ્રી હેમચન્દ્રાચાર્યે “રઘુવંશ' (૧૬.૩૩)માંથી “તીર્થે તીરે જનસેતુવન્થાત્ પ્રતીપ/પુરતોડ મિ' (અર્થાત્ તે પર્વતના ઢોળાવમાં એના તીર્થમાં હાથીના પુલથી પ્રતીપગા(પશ્ચિમવાહિની) ગંગાને પાર કરી રહેલા આને માટે, આકાશમાં ઊડતાં ને પાંખો હલાવતાં હંસ, કુદરતી ચામર બની રહ્યાં) એ પંક્તિ ટાંકે છે અને વૃત્તિમાં કહે છે કે, “અહીં પરામર્શનીય વિષયને કહ્યા વિના જ એનો “જે (તદીય'નું ‘ત) એ સર્વનામથી પરામર્શ કર્યો છે તે “અસ્થાનસ્થપદત્વ દોષ છે.
નોંધપાત્ર છે કે મહિમભટ્ટ “વ્યક્તિવિવેક (વિમર્શ-૨, પૃ. ૩૨)માં એન્ટ્ર ટોપના ઉદાહરણ તરીકે રઘુવંશનો આ શ્લોક(૬.૩૩) ટાંક્યો છે અને ઉપરના જ શબ્દોમાં એનું વિવરણ કરીને કહ્યું છે કે આ ક્રમભેદનો દોષ છે; અને ઉમેર્યું છે કે, પ્રકરણથી પ્રાપ્ત અર્થ, એ સર્વનામનો વિષય ગણાય છે; નહીં કે આગળ આવનારો(અર્થ); કારણ કે, એ સર્વનામનો પરામર્શ, સ્મરણરૂપ પરામર્શ જ હોય છે અને સ્મૃતિનો વિષય અનુભૂત જ હોય છે; આગળ જતાં અનુભવમાં આવનાર(વિષય) નહીં. અહીં સર્વનામથી થતા સ્મરણરૂપ પરામર્શમાં માત્ર પ્રતીતિસામાન્યને અનુભવ ગણવામાં આવ્યો છે; ઇન્દ્રિયોથી થતો પ્રત્યક્ષ અનુભવ નહીં. અહીં આ ગંગારૂપી અર્થ, જેનો પરામર્શ થઈ શકે એવું, પહેલાં થયેલું જ્ઞાન નથી(એટલે અહીં પરામર્શનો ક્રમભેદ થયો છે.)” “વિવેક'માં
૪૧૩