________________
રાજાની કીર્તિરૂપી દૂતી સાથે પોતાના પિતા(સમુદ્ર)ને પાઠવે છે. આ શ્લોકમાં વ્યસ્તુતિ અલંકાર છે. અહીં દેખીતી રીતે રાજાની નિંદા છે; પણ ખરેખર રાજાની પ્રશંસા એ કવિનો ઉદિષ્ટ અર્થ છે.
આ શ્લોકમાં છેલ્લી પંક્તિમાં રૂતિ પદ અસ્થાનસ્થ છે; તેથી ‘તિ શ્રીનિયા /ત્િ' એવી રચના હોવી જોઈએ એમ શ્રી હેમચંદ્રાચાર્ય કહે છે; કેમ કે, એમ કરવાથી “અસ્થાનસ્થપદત્વ દોષ દૂર થાય છે.
ઉપરોક્ત શ્લોકમાં તિ એ અવ્યયના ઉચિત સ્થાન વિષે વૃત્તિમાં ગ્રંથકારે જે ટિપ્પણ કર્યું છે તેને શાસ્ત્રીય અને સૈદ્ધાંતિક સમર્થન મળી રહે તે માટે શ્રી હેમચંદ્રાચાર્ય, મહિમભટ્ટના વ્યક્તિવિવેકના બીજા વિમર્શના ચાર સંગ્રહશ્લોકો (૨.૩૩-૩૬), ‘વિવેક' (પૃ. ૨૧૧)માં ઉદ્ધત કર્યા છે. એ ચાર શ્લોકોનો અર્થ આ પ્રમાણે છે : ૧. જ્યાં તિ શબ્દનું પ્રયોજન, બીજાએ કહેલા કથનના(વાક્યના) અનુવાદના સ્વરૂપને અલગ કરીને બતાવવાનું હોય ત્યાં, રૂતિની પૂર્વે, (અનુવાદાત્મક) કથન સિવાય બીજો કોઈ શબ્દ મૂકવો નહીં. ૨. રૂતિ એ ઉપાધિ છે; તેથી એ પોતાની શક્તિ, પોતાની નિષ્ટના પૂર્વવત (શબ્દ; કથન) પર આક્ષિપ્ત કરે છે; રૂતિ વડે, કથનાશ સિવાયના, બીજા કોઈ પદનો અવચ્છેદ માન્ય નથી થતો. ૩. આમ જ, રૂતિની જે માફક, એના જેવાં બીજાં વિ૬ વગેરે અવ્યયોનું ઉચિત સ્થાન પણ જાણી લેવું. ૪. કારણ કે, વ વગેરેની માફક, એ અવ્યયો જેની પછી આવે છે તેના અર્થને અવચ્છિન્ન કરે છે (અલગ પાડે છે). આમ ન હોય તો અર્થમાં ગરબડ ઊભી થાય.
ટૂંકમાં રૂતિ શબ્દની શક્તિ, પૂર્વવાક્યને અલગ પાડવાની છે. એટલે એનો ઉપયોગ બીજે કરવો ન ઘટે. નહિતર અસ્થાનસ્થપદત્વનો દોષ થાય.
કોઈ એવી દલીલ કરે કે તિ વગેરે પદો (કોના પછી આવે, કોના પછી ન આવે) એ “આનંતર્ય” નિયમ અર્થગત ઔચિત્ય પર અવલંબે છે, તેથી રૂતિ વગેરે નિરર્થક બની જાય છે; કારણ કે, ત વગેરેથી થનારું કાર્ય, બીજા ઉપાયથીઅર્થના ઔચિત્યથી જ થઈ જાય છે. આનો જવાબ એ કે પદાર્થોમાં, ચોક્કસ પદાર્થોને ચોક્કસ પદાર્થો સાથે, ભલે એ દૂર હોય તોપણ, સંબંધ(સંગતતા) હોય જ છે. બધાનો બધાની સાથે સંગતિ-સંબંધ કદાપિ નથી હોતો. બાકી, જે અર્થની દૃષ્ટિએ અસંગત છે, અસમાન છે, તેમના આનંતર્યનું કંઈ વજૂદ નથી. પણ તિ વગેરેનો પ્રયોગ તો નક્કી સ્થળે જ થાય છે.
૪૧ ૨