SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. અસ્થાનસ્થપદવ દોષ જ્યાં પદોની સ્થિતિ અનુચિત સ્થાન પર હોય છે ત્યાં અસ્થાનસ્થપદત્વ દોષ થાય છે. મમ્મટ આને “અક્રમ દોષ કહે છે. ભારવિકત કિરાતાર્જુનીય(૮.૩૭)નું અહીં પ્રસ્તુત થયેલું જાણીતું ઉદાહરણ(૨૩૯) આ દોષનો ખ્યાલ આપે છે. અહીં શ્લોકમાં “અન્ન ન ઋવિ વિનદી' એમ પદ રચના છે તે દોષયુક્ત છે. તેને બદલે ‘સ્ત્રનું વિન્ન નહી' એમ પદો રજૂ કરવાં એ વધારે યોગ્ય છે. આવી જ રીતે, “કુમારસંભવ'(પ.૭૧)ના જાણીતા શ્લોક હૃદય તિપૂ' ની બીજી પંક્તિમાં ‘ત્વમશુ તો વ નેત્રૌમુત્રી' એવી પદરચના છે તે દોષયુક્ત છે. અહીં ‘તું પણ એમ દર્શાવવા એ પદ પછી “વ' એ પદ મૂકવું જોઈએ - ૩ વંશન્દ્રાનન્તરશારો યુ$: એવું ટિપ્પણ ગ્રંથકાર કરે છે. . ઉપર ગ્રંથકારે વંશબ્દાર્ કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ “વિવેક'(પૃ. ૨૧૦)માં મળે છે. “ચ”-કાર” સમુચ્ચયનો બોધ કરાવે છે. ચકાર, જેનો સમુચ્ચય થાય છે તે વસ્તુ પછી, પ્રયોજવો જોઈએ. એ યોગ્ય ક્રમ છે. આમ જ, ‘પુનઃ' શબ્દ પણ, જેનો વ્યતિરેક થાય છે તે વસ્તુ પછી જ પ્રયોજાય. જો બીજે પ્રયોજાય તો અસ્થાન પરત્વ દોષ થાય. જેમ કે, ૩ીતા એ ઉદાહરણ (૩૪૦)માં ‘પુનઃ' શબ્દ છેલ્લે છે તેને બદલે, “તેર' એ પદ પછી એનો પ્રયોગ થવો જોઈએ. ‘વૃત્તિમાં ગ્રંથકારે અસ્થાનસ્પપદત્વનો બીજાં થોડાંક ઉદાહરણો (૨૪૧૨૪૫) પ્રસ્તુત કર્યા છે અને મહિમભટ્ટના “વ્યક્તિવિવેક'ના બીજા વિમર્શમાંથી ત્રણ સંગ્રહશ્લોકો (૩૩-૩૫) લઈને, ‘વિવેક'માં તિ' એ શબ્દ વિષે વધુ વિવરણ પ્રસ્તુત કર્યું છે. અહીં એ નોંધવું જોઈએ કે “કાવ્યાનુશાસન'કારે આ (ત્રીજા) અધ્યાયમાં કાવ્યદોષોના નિરૂપણ, વર્ગીકરણ, વિવરણ અર્થે મહિમભટ્ટના વ્યક્તિવિવેક' ગ્રંથના બીજા વિમર્શનો ઠીક ઠીક ઉપયોગ કર્યો છે. ઇતિ' શબ્દના ઉચિત પ્રયોગ વિશે અસ્થાનપદત' દોષના ઉદાહરણ(૨૪૨) તરીકે ગ્રંથકારે, વૃત્તિમાં, તો રા/વૃત્તાયાએ શ્લોક રજૂ કર્યો છે. માટે આ શ્લોક “ગર્ભિત દોષના ઉદાહરણ તરીકે ઉદ્ધત કરેલો છે(કા. પ્ર. ૭. ૫૪, વૃત્તિ). કોઈ રાજાની પ્રશંસાના આ શ્લોકનો ભાવાર્થ છે - રાજાની તલવાર(પ્રિયા) શત્રુઓને ભેટે છે અને તે માતંગો(હાથી)ના સ્પર્શથી દૂષિત થાય છે; છતાં રાજા તેના પર આસક્ત હોવાથી કશો વિચાર કરતો નથી, બલકે એણે તે પોતાની પત્નીને જ નોકરોને સોંપી દીધી છે એ તમે જાણી લેજો. આવી ફરિયાદ, રાજાની પત્ની લક્ષ્મી, ૪૧૧
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy