SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ઉક્તપદત્વ દોષ જ્યાં ગુણ બને છે તેવો નથતિ સુપતિમાં એ શ્લોક ગ્રંથકારે ઉદાહરણ(૨૩૬) તરીકે રજૂ કર્યો છે. આ શ્લોકમાં પૂર્વાશા(પૂર્વદિશા) એ પદ બે વાર પ્રયોજાયું છે પણ ભિન્ન ભિન્ન અન્વયોમાં. એટલે, આ શ્લોક લાટાનુપ્રાસનું દૃષ્ટાંત છે અને તેથી તેમાં ઉક્તપદત્વ દોષ થતો નથી; બલકે એ ગુણ બને છે. ઉક્તપદવ એ ધ્વનિમાં દોષ નથી આવી જ રીતે, શબ્દશક્તિમૂલધ્વનિમાં, ખાસ કરીને અર્થાન્તરસંક્રમિતવાચ્યધ્વનિમાં, એકનો એક શબ્દ આવૃત્તિ પામે તો તેથી ઉતપદત્વ દોષ થતો નથી, પણ ગુણ થાય છે. જેમ કે ઉદા. ૨૩૭માં રજૂ થયેલી ‘વિષમબાણલીલા'ની ગાથા - તાતા જ્ઞાતિ .... ઇત્યાદિ. આનંદવર્ધને રચેલી આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે – तदा जायन्ते गुणा यदा ते सहृदयैर्गह्यन्ते । रविकिरणानुगृहीतानि भवन्ति कमलानि कमलानि ॥ અર્થાતું, “જ્યારે ગુણો સહૃદયો વડે સ્વીકારાય છે ત્યારે જ તે, ખરેખર ગુણ બને છે. જ્યારે સૂર્યનાં કિરણો અનુગ્રહ કરે છે ત્યારે જ કમળ, કમળ બને છે.” અહીં કમળ શબ્દ બે વાર આવ્યો છે પણ તે દોષરૂપ નથી, બલકે, ગુણરૂપ છે; કારણ કે આ ગાથા શબ્દધ્વતિમૂલધ્વનિનું ઉદાહરણ છે અને એમાં બીજો કમળ શબ્દ અનેક સુંદર વ્યંગ્યાર્થોથી સભર છે. આનંદવર્ધને આ ગાથા ધ્વન્યાલોક(૨.૧ની વૃત્તિ)માં અર્થાન્તરસંક્રમિત વાચ્યધ્વનિના ઉદાહરણ તરીકે રજૂ કરી છે અને કહ્યું છે કે અહીં બીજો, “કમળ' શબ્દ વ્યંગ્યપૂર્ણ છે. મમ્મટે પણ આ ગાથા આ જ સંદર્ભમાં રજૂ કરી છે. જ્યારે એક વાર ઉલ્લેખ પામી ચૂકેલી કોઈ વસ્તુને ફરીથી કહેવા માટે શબ્દની આવૃત્તિ કરવી પડે ત્યારે તેની આવૃત્તિ વાજબી જ નહીં પણ જરૂરી ગણાય છે; જેમ કે, ઉદાહરણ ૨૩૮માં આવતા શ્લોકમાં ‘નિદ્રિયવં વિનયી સાધનં ગુપ્ર વિનયવિધ્યતે.' એમ ‘વિનય' શબ્દ બે વાર આવે છે ત્યાં ઉક્તપદત્વ કે કથિતપદત્વનો દોષ થતો નથી. પણ એ ગુણ ગણાય છે. મમ્મટે કહ્યું છે કે, “કથિતપદ એ ક્યારેક (૧) લાટાનુપ્રાસમાં, (૨) અર્થાન્તરસંક્રમિત વાચ્યમાં અને (૩) વિધેયના અનુવાદમાં ગુણ બની જાય છે'(કા. પ. ૭.૫૯). ૪૧૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy