________________
જરૂરી વસ્તુ તરીકે આવે તો ત્યાં અધિક-પદનો દોષ નહિ થાય. કિરાતાજુનીય(૧૫.૧)ના શ્લોકાંશમાં વાર્બનશરણ્ય એ સમાસમાં વાત્રેગ્નનો અર્થ છે વૃત્ર(ઇન્દ્ર)નાં સંતાનો. આ અર્થ સમાસ વડે વ્યક્ત થતો નથી. તેથી અહીં તદ્ધિત પ્રત્યય જરૂરી છે; અધિક નથી. પણ ઉદા. ૨૨૬, ૨૨૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦, ૨૩૧, ૨૩૨ તથા ૩૩૩માં અધિકારત્વ દોષ છે.
જો કે, કાવ્યમાં કોઈ પદ કોઈ બાબત પર ભાર મૂકવા માટે કે બીજી વસ્તુઓને બાદ કરવા(અન્યયોગવ્યવચ્છેદ) માટે બે વખત પ્રયોજાય તો ત્યાં અધિકાદ એ દોષ નથી. પણ ગુણ છે. જેમ કે ઉદા. ર૭૧માં વિત્તિ વિન્દન્તિ
તુ' એ ઉક્તિમાં ‘વિન્દન્તિ” શબ્દ બે વાર વાપરવો જરૂરી છે, કેમ કે, ‘સજ્જનો, દુર્જનની, હીન તરકીબો જાણે છે, બરાબર જાણે છે; એનાથી અજાણ નથી” એમ દર્શાવવાનો કવિનો ઉદેશ છે. ૪. ઉકતપદવ દોષ - જ્યાં કોઈ સમાનાર્થક પદનો બે વખત પ્રયોગ કરવામાં આવે છે ત્યાં ઉક્તપદત્વ' દોષ થાય છે. મમ્મટ આને “કથિતપદ– દોષ કહે છે. પણ ઉદાહરણ અહીં આપ્યું છે તે જ, છતરત્નત૫૫૦ શ્લોકનું આપે છે(ઉદા. ૨૩૫). આ શ્લોકમાં લીલા' શબ્દનો બે વખત ઉપયોગ થયો છે અને તેમ છતાં કોઈ ઉપયોગી કાવ્યહેતુ સર્યો નથી. એ દોષ છે. એટલા માટે જ કદાચ શ્રી હેમચન્દ્રાચાર્ય ઉક્તપદ દોષના સંદર્ભમાં વામનનો મત ટાંકે છે નૈ પર્વ દિ: પ્રયોર્જ રૂતિ દિ સમય: 1 (કાવ્યલકારસૂત્ર ૫.૧.૧) અર્થાત્ “કાવ્યમાં, ઘણું કરીને, એક જ શબ્દનો બે વાર પ્રયોગ ન કરવો જોઈએ. જેમ કે, ‘પયોદ, ‘પયોદ'. આ “સમય” અર્થાત્ કાવ્યરૂઢિ છે. પણ ઇવ” વગેરે કેટલાંક પદોને બે વાર પણ પ્રયોગ થઈ શકે છે. ઉક્તપદત્વ એ “લાટાનુપ્રાસ'માં દોષ નથી
જો કે, ઉક્તપદવ એ લાટાનુપ્રાસમાં દોષ નથી એમ શ્રી હેમચન્દ્રાચાર્ય જણાવે છે અને ઉમેરે છે કે એ લાટાનુપ્રાસ નામક શબ્દાલંકારમાં તો ખરેખર ‘ગુણ' બને છે. “લાટાનુપ્રાસ એ લાટદેશ(ગુજરાત)ના લોકોને પ્રિય એવો અનુપ્રાસ’નો પ્રકાર છે. શ્રી હેમચંદ્રાચાર્યે “કાવ્યાનુશાસનના પાંચમા અધ્યાયમાં લાટાનુપ્રાસનું સોદાહરણ નિરૂપણ કર્યું છે(પ.). શબ્દ અને તેનો અર્થ જુદા ન હોય, પણ માત્ર અન્વય જુદો હોય તેવાં એક કે અનેક નામો કે પદોની, કાવ્યમાં એક વાર કે અનેક વાર, આવૃત્તિ થાય તેને લાટાનુપ્રાસ કહે છે.
૪૦૯