SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કારણ, નસીબજોગે કપાલીનો સમાગમ કહેવા જેવો પણ નથી. તો પછી એના સમાગમ માટે પ્રાર્થના કરવી એ તો અત્યંત લાંછન લાગે તેવી વાત છે. શ્લોકમાં ‘સ ૨ નં ૨...' અર્થાત્ ચંદ્રની એ કલા અને બીજી તું એ શબ્દો, બન્ને જણ પોતાના એકબીજાથી ચડિયાતા તાવથ પર મુસ્તાક છે તેનું પ્રતિપાદન કરવા પ્રયોજયા છે. (અ) શ્લોકમાં લાવતઃ” અને “કાન્તિમતી” એ બે શબ્દોમાં મતુ' (વત્ અને મત) પ્રત્યય વડે, ચંદ્રની કલાની તથા ઉમાની પ્રસંશનીયતા પ્રતીત થાય છે.” ગ્રંથકારનો આ અભિપ્રાય એમની રસધ્વનિલક્ષી નિષ્ઠાનો જવલંત પુરાવો છે. ૩. અધિકાદવ દોષ ‘ન્યૂનપદત્વ' વિશે વૃત્તિમાં વિવિધ ઉદાહરણો(૨૧૩-૨૧૬) આપીને તથા ન્યૂનપદ– ક્યારે ગુણ બને છે અને ક્યારે દોષ કે ગુણ બેમાંથી એક પણ નથી બનતું એની સોદાહરણ(૨૧૬) સ્પષ્ટતા કરીને ગ્રંથકાર ત્રીજા વાક્યદોષ અધિકારત્વનાં ઉદાહરણો પ્રસ્તુત કરે છે. અધિકાદ એટલે કોઈ વધારાની કે અનાવશ્યક શબ્દ જેનો અર્થ કાવ્યમાં ઉપયોગી હોતો નથી. મમ્મટે પણ ‘અધિકાદવને વાક્યદોષ માન્યો છે અને હેમચન્દ્રાચાર્યે ઉદા. ૨૧૭ તરીકે જે “સ્ફટિકાકૃતિનિર્મલ' એ શ્લોક રજૂ કર્યો છે તે જ શ્લોક, ટિપ્પણના શબ્દો સાથે, કાવ્યપ્રકાશમાં મળે છે. આ શ્લોકમાં કોઈ વિરલ વિદ્વાનની પ્રસંશા છે અને એમાં વિદ્વાનને સ્ફટિકની આકૃતિ સમાન નિર્મળ” કહ્યો છે. મમ્મટ અને હેમચન્દ્રાચાર્ય બન્નેના મતે અહીં ‘આકૃતિ' શબ્દ વધારાનો (‘અધિક) છે, કવિએ માત્ર “સ્ફટિકનિર્મલ’ કહ્યું હોત તો તે સામ્ય માટે પૂરતું હતું. એવી જ રીતે “નાગાનંદ' નાટક(૪.૧૫)ના શ્લોક(ઉદા. ૨૧૮)માં ‘તત્' શબ્દ અધિક(વધારાનો) છે. કેટલાંક ઉદાહરણો(૨૨૦-૨૧)માં મત્વર્ગીય (વત્ પ્રત્યય) અધિક છે તો બીજા કેટલાંક ઉદાહરણો (૨૨૨-૨૩-૨૪)માં તદ્ધિતપ્રત્યાયની અધિકતા છે. અહીં નોંધવું જોઈએ કે માત્ર સમાસમાં જ નહિ પણ સમાસ ન હોય ત્યાં પણ પદ “અધિક હોય છે. મેઘદૂતના ઉદાહરણ-(૨૨૦)માં બહુવ્રીહિ સમાસ જ‘વતુ’નો અર્થસારે છે. તેથી 'વ'નિરર્થક છે. કુમારસંભવના શ્લોકાંશ(પ.૧૬)માં “ઇ” પ્રત્યય અધિક છે. ત્યાં પણ બહુવ્રીહિ સમાસ એ પ્રત્યયની ગરજ સારી શકે. જ્યાં તદ્ધિતની અધિકતા છે ત્યાં, સમાસ પ્રયોજયો હોવા છતાં પણ, જો, તદ્ધિત ४०८
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy