SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પન્ન થતી એકતાનો ભ્રમ છે; કારણ, શબ્દ, અર્થના ભેદથી ભિન્ન બની જાય છે (૨.૭૧). એટલે જ એના જ પર્યાયથી અથવા સ્વયં એનાથી અથવા સર્વનામથી નિર્દેશ કરવો - જો ધર્મી અને ધર્મ બન્નેના બોધ માટે આર્થ હેતુતા સિદ્ધ કરવી હોય તો.(૨.૭૨) તાત્પર્ય એ કે એક (શબ્દ)નો અનેકવાર પ્રયોગ એ આવૃત્તિ કહેવાય છે. અર્થ ભિન્ન થઈ જવાથી શબ્દને એક ન માનવો. અર્થનો ભેદ પ્રધાન છે. આથી, અહીં ખરેખર વિદ્યમાન બે શબ્દોનું જે સાદેશ્ય છે તે સાદશ્યથી ઉત્પન્ન થતો એકતાનો જે ભ્રમ છે તેના આધારે આ આવૃત્તિવ્યવહાર ચાલુ થયો છે. એટલે જ, આવૃત્તિ યોગ્ય ન હોવાથી, બન્ને વસ્તુ(ધર્મ-ધર્મ)નું પ્રતિપાદન જરૂરી છે. આથી જૂનપદત્વ કે વાચ્યાવચનત્વનો દોષ દૂર કરવા માટે “યં તિ સંપ્રતિ તી શોતાં તમામ પ્રાર્થના પતિન: ' એ સુધારેલો પાઠ યોગ્ય છે. એ અલ્પદોષવાળો છે (વ્યક્તિવિવેક, ૨.૭૦, ૭૧-૭૨).. આપણે એ વાત યાદ રાખવાની છે કે વ્યક્તિવિવેકનો ઉપરોક્ત ગદ્યખંડ ‘વિવેક'માં કેટલાક આમ કહે છે એમ કહીને એક પક્ષ તરીકે રજૂ થયો છે. એટલે જ, વિવેક'ના પૃ. ૨૦૪ પર “ન્યૂનપદત્વમ્ ઇતિ' એ શબ્દો પછી, ગ્રંથકાર, વયં તુ તૂમ: I' (પણ અમે કહીએ છીએ કે) એમ કહીને ઉપરોક્ત ગદ્યખંડમાં વ્યક્ત થયેલા મંતવ્ય અંગે પોતાનો વ્યંજનાવાદી મત રજૂ કરે છે. “શબ્દની કંઈ અભિધાવૃત્તિ એકલી જ વૃત્તિ નથી કે એક જ અર્થ આપીને તે વૃત્તિ ખલાસ થવાથી બીજો શબ્દ કે બીજો અર્થ યોજવો પડે. અથવા તેનો તે શબ્દ ફરીથી કહેવો પડે (તે શબ્દની આવૃત્તિ કરવી પડે). વસ્તુતઃ, કાવ્યના રસિયાઓ જ માત્ર અનુભવી શકે તેવી વ્યંજનારૂપ બીજી વૃત્તિ(શબ્દશક્તિ) પણ હોય છે અને આ રીતે, બીજી વૃત્તિ(વ્યંજના) માનવાથી એક જ શબ્દ વડે, વાચ્યાર્થીની સાથે સાથે જ વ્યંગ્યાથેની પ્રતીતિ પણ, અનિવાર્ય રીતે, થાય છે. જેમ કે, પરમેશ્વરવાચક અનેક શબ્દો હોવા છતાં, ઉપરોક્ત ઉદાહરણમાં કવિએ “કપાલી' એ શબ્દ શિવને માટે પ્રયોજયો છે તે બીભત્સરસના આલંબનવિભાવ હોઈને “કપાલી’ એ (સ્થાયી ભાવ)ને યોગ્ય છે એવો અર્થ વ્યંજિત થાય છે. સંપ્રતિ’ અને ‘દયમ્' એમ જે કહ્યું છે તે ખૂબ જ રમણીય છે. કેમ કે, પહેલાં માત્ર ચંદ્રની કાંતિમતી કલા જ કપાલીના કુસંગથી દૂષિત થઈ હોવાથી શોચનીય દશાને પામી હતી; પણ હવે તો તેં(ઉમાએ) પણ એ ચંદ્રકલાની તે પ્રકારની ખોટી પ્રવૃત્તિમાં સાથ આપવાની શરૂઆત કરી દીધી છે. આ રીતે, અહીં બષધારી શંકર (કપાલી પોતે). ઉમાનો ઉપહાસ કરે છે. ઉપરોક્ત શ્લોકમાં પ્રાર્થના” શબ્દ પણ ખૂબ રમણીય ૪૦૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy