SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમબાણ” નથી પણ “અનલશર (અગિનાં બાણવાળો) છે.” હવે જો પર્યાયવાચી શબ્દ વડે વિશેષ્યનું સૂચન કરવામાં આવે તો કુમારસંભવ(૩.૧૦)ની આ પંક્તિ એનું ઉદાહરણ બને ! દરસ્થાપિ પિનાકપાળેÈયંતિ મન ધન્વનો ! એટલે કે, “હું પિનાકપાણિ હર(શંકર)ની ધીરજ પણ છોડાવી શકું છું.” એમ કામદેવ કહે છે. અહીં “હર’ એ પર્યાયવાચી શબ્દ વડે જે અર્થ(પિનાકપાણિ) રજૂ થયો તેની પિનાકપાણિતા, ધર્મ છૂટવાનું અશક્ય બનાવવામાં આઈ હેતુ છે. નહિતર, ‘હર' એ શબ્દનો પ્રયોગ પુનરુક્તિ ગણાત. સર્વનામ વડે (વિશેષ્ય)નું ઉપાદાન કરવાનો દાખલો છે ‘દશા મનસનમ્' એ વિદ્ધશાલભંજિકા'નો શ્લોક(ઉદા. ૩૩૯). શ્લોકાર્થ છે: “આંખથી બળેલા કામદેવને જે આંખોદ્વારા જિવાડે છે એ ત્રિનેત્ર(શંકર)ને જીતનારી (વાલોચના) સુંદર આંખોવાળી સ્ત્રીઓની સ્તુતિ કરીએ છીએ.” અહીં પણ સર્વનામથી કહેવાયેલા અર્થનું વામલોચનાત્વ. કામના દહન તથા જિવાડવારૂપ બે જુદાં જુદાં કાર્યોમાં એકની જ હેતુતાને બતાવનારો આર્થ હેતુ છે. નહિતર વામલોચનાત્વ પુનરુકત થાત. અહીં ‘વામલોચના' એ પદ વિશેષ્યવાચક નથી; કારણ, (યા:) અને ત(તા:) એ બે શબ્દોથી પ્રતીત બે વાજ્યાર્થોિના સામર્થ્યથી નાયિકારૂપી વિશેષ્યની પ્રતીતિ થાય છે. તેથી વાચના શબ્દ કેવળ વિશેષણ છે. આથી (ઉભયવૃત્તિ નામક) ત્રીજો પક્ષ ન હોઈ શકે. એક જ શબ્દ, પુનઃકથન વગર અનેક અર્થોનું પ્રતિપાદન કરી શકે નહીં અને એ આવૃત્તિ(પુનઃકથન) શબ્દબદ્ધ ન થઈ હોય તો તેની કલ્પના થઈ શકતી નથી. વળી, અહીં એમાંનો એક પણ - ધર્માવાચક શબ્દ, પર્યાયવાચી શબ્દ કે સર્વનામ એ ત્રણમાંથી એક પણ અહીં કહેવાયો નથી તેથી અહીં (“અવાચ્યવચન” અથવા). ‘ન્યૂનપદત્વ'નો દોષ છે. વિવેકમાં ચિં ત સંપ્રતિ શીવનીયતામ્ થી શરૂ કરી, ચૂન૫ત્વમ્ સુધીનો ગદ્યખંડ મહિમભટ્ટકૃત ‘વ્યતિવિવેક' (૨.90 ઇ.)માંથી ઉદ્ધત કરવામાં આવ્યો છે એ નોંધવું જોઈએ. હવે પછીની દોષવિચારણામાં પણ ગ્રંથકાર વ્યક્તિવિવેકીમાંથી અવારનવાર અવતરણો રજૂ કરવાના છે, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઉપરોક્ત ચર્ચાના સંદર્ભમાં “વ્યક્તિવિવેક' (૨.૭૧-૭૨)ની બે કારિકાઓને અનુવાદ અહીં પ્રસ્તુત ગણાશે જ. ૧. અહીં જે એક જ શબ્દની આવૃત્તિ(પુનઃકથન)ની વાત કરવામાં આવી છે એનું કારણ આકારસામ્યથી ४०६
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy