________________
શ્લોક(ઉદા. ૩૩૨)માં અસ્તિ(છે) એ ક્રિયાપદ સૂચવાઈ જાય છે. કેમ કે, જ્યાં કોઈ બીજું ક્રિયાપદ નથી હોતું ત્યાં સંદર્ભથી બસ્તિ મૈં ક્રિયાપદ સમજાઈ જાય છે એ ન્યાયે અહીં અસ્તિ ક્રિયાપદ ગ્રહણ થઈ જાય છે. એવી જ રીતે મવન્તમ્ એ શ્લોક(ઉદા. ૩૩૩)માં પણ ઔચિત્યથી તને ‘કનડે નહીં’ એમ સમજાઈ જ જાય છે અને ઉદા. ૩૩૪માં ક્રિયાપદો પરથી ‘અગ્નિ’ વગેરે નામો(કર્તાપદ) ઔચિત્યથી સમજાઈ જાય છે.
આમ હોવાથી, ‘અનભિહિતવાચ્યત્વ’ એ દોષ જુદા દોષ તરીકે માનવાની જરૂર નથી(મમ્મટે ‘અનભિહિતવાચ્યત્વ' દોષ માન્યો છે. કા. પ્ર. ૭.૫૪). ધર્મી અને ધર્મ બન્નેરૂપ અર્થ(વસ્તુ)ના બોધ માટે, ફરીથી એ જ શબ્દ અથવા તેનો પર્યાય અથવા સર્વનામ અવશ્ય કહેવું જોઈએ(અવશ્યવાચ્યમ). પણ જ્યાં એ કહેવાયું નથી ત્યાં પણ ન્યૂનપદત્વ દોષ થાય છે એમ કેટલાક કહે છે. દા. ત. કુમારસંભવ(૫.૭૧)ના દ્વયં તે સંપ્રતિ શોષનીયતાં સમાગમપ્રર્થનયા પતિનઃ ॥ લાંચ સા ાન્તિમતી લાવતસ્ત્વમસ્ય તો સ્ય ચ તંત્રીમુવી '' (ઉદા. ૩૩૫) અર્થાત્ ‘કપાલી(શિવ)નો સમાગમ કરવા ઇચ્છતાં જણ શોચનીય દશાને પામ્યાં છે - એક તો ચંદ્રની સુંદર કલા અને બીજી તું(ઉમા) જે આ જગતની નેત્રકૌમુદીરૂપ છે’એ શ્લોકમાં.
આ શ્લોકમાં કપાલી શબ્દ ધર્મા(શંકર) અને ધર્મ (કપાલ સંબંધથી પ્રવૃત્ત ગર્ષિતતા) બન્ને અર્થોનો વાચક છે ઃ અહીં એ ૧. કાં તો કેવળ ધર્મીનો(શંકરનો) બોધ કરાવી શકે; ૨. અથવા ‘કપાલ' સાથેના સંબંધથી ઉત્પન્ન થતી નિંદાપાત્રતારૂપી ધર્મનો બોધ કરાવી શકે; ૩. અથવા (ધર્મ-ધર્મી) બન્નેનો બોધ કરાવી શકે. આમ ત્રણ પક્ષ સંભવે છે. પ્રથમ પક્ષમાં, જો સંશિમાત્ર(ધર્મી)નો જ બોધ માનવામાં આવે તો વિશેષ (કપાલીપણું, ગર્દિતતા)ના બોધ માટે બીજો ‘કપાલી’ શબ્દ પ્રયોજવો જરૂરી બનશે; જેથી એની નિંદનીયતા પ્રતીત થઈ શકે. બીજા પક્ષમાં, એ(ધર્મ)ના આશ્રયનો બોધ કરાવવા માટે એ જ ધર્માવાચક શબ્દ વડે અથવા એના પર્યાયવાચી શબ્દ વડે અથવા સર્વનામ વડે - આ બધામાંથી કોઈ એક વડે, વિશેષ્યનું ઉપાદાન અવશ્ય કરવું પડશે જેથી વિવક્ષિત અર્થનું(શોચનીયતાનું) જ્ઞાન થાય. આ ત્રણમાંથી એ જ ધર્મીવાચક શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો, ‘સતતમનકોડનનફો ન વેત્તિ' એ શ્લોક(દા. ૩૩૬) ઉદાહરણ બને. શ્લોકાર્થ છે : ‘અનંગ સદા અનંગ જ છે; બીજાના દેહની બળતરાને એ જાણતો નથી. એ મને નિર્દય થઈને બાળે છે; ખરેખર, (કામદેવ)
૪૦૫