________________
થાય છે. આ વિરૂપતા ત્રણ પ્રકારની હોય છે. (અ) વિશ્લેષરૂપ (બ) અશ્લીલરૂપ અને (ક) કષ્ટરૂપ. અ. જ્યાં, સંધિ' નહીં કરું એમ સ્વેચ્છાથી એકવાર પણ સંધિ નથી કરવામાં
આવતી અથવા પ્રકૃતિવદ્ભાવ પ્રાપ્ત થવાથી વારંવાર સંધિ કરવામાં આવતી નથી ત્યાં વિશ્લેષને કારણે વૈરૂપ્ય(વિરૂપતા) થાય છે. વામને પ્રાયોગિક નામના પાંચમા અધિકરણના પહેલા અધ્યાયના બીજા સૂત્રમાં(કા. અ. સૂ. ૫.૧.૨) કહ્યું છે કે, “અર્ધાન્તને છોડીને, વૃત્તોનાં પદોમાં નિત્ય એક પદની માફક સંધિ કરવી જોઈએ.” આ કવિઓની
રૂઢિ છે. બ. જયાં પદોની સંધિ કરવાથી લજ્જા, જુગુપ્સા કે અમંગલ અર્થની પ્રતીતિ
થાય ત્યાં અશ્લીલત્વનો દોષ થાય છે. એવી જ રીતે, જ્યાં સંધિ થવાથી પદો કઠોર (પરુષ) લાગે છે ત્યાં કષ્ટનો દોષ થાય છે; “પણ બાળકના, સ્ત્રીના કે મૂર્ખના શબ્દોનું અનુકરણ કરવા માટે જો ઉચ્ચારણ કરવામાં કઠોર શબ્દો વપરાય તો તે દોષ નથી. આ વાત હવે પછી આવનારા સુત્ર(૩.૯)માં સ્પષ્ટ થશે. અહીં
તો અવતરણ(૧૮)થી સ્પષ્ટતા કરી છે.” ૨. ન્યૂનપદવ દોષ
જ્યાં વિવક્ષિત અર્થના બોયક પદનો પ્રયોગ કરવામાં આવતો નથી ત્યાં ન્યૂનપદવ દોષ થાય છે, જેમ કે, “વેણીસંહાર' નાટકના તથાભૂતાં દHIએ શ્લોક(૧.૧૧)માં ‘ પ' એ પદ બીજી પંક્તિમાં તથા ‘વિત્ર'ની પૂર્વે ‘રૂસ્થમ્' એ પદ, ચોથી પંક્તિના આરંભે અવશ્ય કહેવાં જોઈતાં (અથવા) હતાં, પણ કવિએ એ બે પદો કહ્યાં નથી. તેથી અહીં ‘ન્યૂનપદત્વ દોષ છે. અવશ્યવાગ્યનો પ્રશ્ન
ન્યૂનપદત્વની ચર્ચામાં વૃત્તિમાં ગ્રંથકારે અવશ્યવાણ એ શબ્દ વાપર્યો છે. “વિવેક'(પૃ. ૨૦૨)માં એની સ્પષ્ટતા કરતાં ગ્રંથકાર કહે છે કે, “જે પદો અવશ્ય કહેવાં જોઈએ તે “અવશ્યવાગ્ય'; કારણ કે એ શબ્દો મહત્ત્વના હોય છે અને સંદર્ભ માટે જરૂરી હોય છે. પણ, જો અર્થ અવિનાભાવ સંબંધથી અથવા ઔચિત્યદ્વારા સૂચવાઈ જતો હોય તો તેને શબ્દથી ન કહેવામાં દોષ નથી એવું નિરીક્ષણ ગ્રંથકાર કરે છે જે અર્થપૂર્ણ છે. જેમ કે, શિયનં નનંએ
૪૦૪