SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ કે, અનુકરણમાં કોઈ જ દોષ થતો નથી; અનુકરણમાત્ર નિર્દોષ ગણાય છે. અર્થાતુ ન હોવોડનુરને એવું હવે પછી(સૂત્ર 3.૮માં) કહેવામાં આવશે. આથી, બીજાના શબ્દોનું અનુકરણ કરવામાં વ્યાકરણદોષ લક્ષમાં લેવાતો નથી. તુલનાત્મક દૃષ્ટિએ જોતાં, મમ્મટે “કાવ્યપ્રકાશ’(૭.૫૦-૫૧)માં પદદોષના સોળ પ્રકાર નિરૂપ્યા છે, ત્યારે શ્રી હેમચન્દ્રાચાર્યે માત્ર બે જ પદદોષોની ચર્ચા કરી છે. મમ્મટના મતે શ્રુતિકટુ, શ્રુતસંસ્કૃતિ, અયુક્ત, અસમર્થ, નિહિતાર્થ, અનુચિતાર્થ, નિરર્થક, અવાચક, અશ્લીલ(ત્રણ પ્રકાર), સંદિગ્ધ, અપ્રતીત, ગ્રામ્ય, નેયાર્થ, ક્લિષ્ટ, અવિસૃષ્ટવિધેયાંશ અને વિરુદ્ધમતિકૃત એ સોળ પદદોષો છે. આમાંથી “ચુતસંસ્કૃતિ એ હેમચન્દ્રાચાર્યનો અસાધુ શબ્દદોષ છે, અને નિરર્થકત્વ દોષને તો બન્ને ગ્રંથકારો સમાન નામથી જ ઓળખાવે છે. જો કે, નોંધવું જોઈએ કે મમ્મટના ક્લિષ્ટ, અવિસૃષ્ટવિધેયાંશ અને વિરુદ્ધમતિકૃત્ એ છેલ્લા ત્રણ પદદોષ સમાસગત હોય તો જ દોષરૂપ ગણાય છે. વામને પણ અસાધુત્વ અને અનર્થકત્વ(નિરર્થકત્વ)ને પોતાના પાંચ પદદોષોમાં સ્થાન આપ્યું છે(કા. અ. સૂ. ૨.૧૪). વામનના મતે શબ્દસ્મૃતિ(વ્યાકરણ)થી વિરુદ્ધ શબ્દ અસાધુ છે અને પદપૂર્તિ માટે પ્રયોજાતા તુ, વૈ, દિ, વ વગેરે શબ્દો અનર્થક છે. મમ્મટે “શ્રુતસંસ્કૃતિત્વ' અને “નિરર્થકત્વ દોષો વાક્યમાં સંભવતા નથી એમ કહ્યું છે(કા. પ્ર. ૭.૫૨). વાક્યદોષો હવે ગ્રંથકાર પાંચમા સૂત્ર(૩.૫)માં તેર વાક્યદોષોનું નિરૂપણ કરે છે : विसन्धिन्यूनाधिकोक्तास्थानस्थपदपतत्प्रकर्षसमाप्तपुनरात्तविसर्गहतवृत्तसंकीर्णf“તમપ્રઝમાનસ્વિંતત્વનિ વાચી II (૩.૫, સળંગ સૂત્ર ૮૯) અર્થાત્ “૧. વિસન્ધિત્વ, ૨. ન્યૂનપદવ, ૩. અધિકારત્વ, ૪. ઉક્તપદત્વ (કથિતપદત્વ), ૫. અસ્થાનસ્થપદ– ૬. પતકર્ષ૮, ૭. સમાપ્તપુનરાત્તત્ત્વ, ૮. વિસર્ણત્વ, ૯. હિતવૃત્તત્વ, ૧૦. સંકીર્ણત્વ, ૧૧. ગર્ભિતત્વ, ૧૨. ભગ્નપ્રક્રમત્વ અને ૧૩. અનન્વિતત્વ એ તેર વાક્યદોષો છે. ૧. વિસન્ધિત્વ દોષ પદોના જોડાણરૂપ સંધિકાર્યથી દ્રવ અને દ્રવ્યોની માફક સ્વરોનો જે સમવાય સંબંધ છે તે સંધિ છે અથવા કમાડોની માફક સ્વરો અને વ્યંજનોના સંયોગમાત્રરૂપ સંધિ છે. એ સંધિમાં વિરૂપતા આવી જવાથી વિસન્ધિત્વ દોષ ૪૦૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy