SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હેમચન્દ્રાચાર્યે ત્રીજા સૂત્ર(૩.૩)ની વૃત્તિના “ધીરોદારાદિ', “માનુષોત્તમ પ્રકૃતિવ’, ‘કિં તુ એ શબ્દોનું વિવરણ કરવા માટે પણ “વિવેક' (પૃ. ૧૭૬૭૭)માં ધ્વન્યાલોક (પૃ. ૩૩૨, ૩૩૩)માંથી ચર્ચા ઉઠ્ઠત કરી છે. આ સંદર્ભમાં ધ્વન્યાલોક(પૃ. ૩૨૯ - ૩૩૬)નો આધાર લેવાયો છે તે સ્પષ્ટ છે. પદદોષો શ્રી હેમચન્દ્રાચાર્યે પ્રથમ અધ્યાય(૧.૧૨)માં જણાવ્યું છે કે દોષો ઉપચારથી શબ્દ તેમજ અર્થના (દોષો) કહેવાય છે. હવે, શબ્દ પદરૂપ છે અને વાક્યરૂપ પણ છે. આથી પહેલાં બે પ્રકારના પદદોષોનું નિરૂપણ કરવામાં આવે છે. સૂત્ર(૩.૪)માં પદના દોષની વ્યાખ્યા આપતાં ગ્રંથકાર કહે છે : નિરર્થક સાધુત્વે દ્ી II (૩.૪, સળંગ સૂત્ર ૮૮) અર્થાત્ ૧. નિરર્થકત્વ અને ૨. અસાધુત્વ એ બે પદના દોષો કે પદદોષો છે. ૧. જ્યાં કેવળ પાદપૂર્તિ માટે વવગેરે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે ત્યાં નિરર્થકત્વ દોષ થાય છે. ૨. જ્યાં વ્યાકરણશાસ્ત્રથી વિરુદ્ધ શબ્દપ્રયોગ થાય છે ત્યાં “અસાધુત્વ દોષ થાય છે. સૂત્ર(૩.૪)ની વૃત્તિમાં ગ્રંથકાર નોંધે છે કે શબ્દનો એક ભાગ (પદાંશ) એ પણ પદજ છે. એટલે જેમ પદનું નિરર્થકત્વએ દોષ છે, તેમ કાવ્યમાં, પદાંશનું નિરર્થકત્વ એ પણ દોષ છે. કેટલાક એમ માને છે કે, “યમક વગેરે ઉદ્ધત કરેલા ઉદાહરણ(૨૦૫)માં શબ્દના અલંકારોમાં નિરર્થકત્વ દોષ નથી; જેમ કે શિશુપાલવધ”(૧૦.૯૦)માંથી ઉr એ નિરર્થક છે, છતાં દોષરૂપ નથી. તેવી જ રીતે, ઉદાહરણ(૨૦૬)માં વનિરર્થક છે, પણ દોષ નથી. “અસાધુત્વ દોષ શબ્દશાસ્ત્ર કે વ્યાકરણથી વિરુદ્ધ શબ્દોનો પ્રયોગ કરવાથી થાય છે. “કિરાતુર્જુનીય'(૧૭.૬૩)ના અહીં ઉદ્ધત કરેલા શ્લોક(ઉદા. ૨૦૭)માં પ્રયોજાયેલું ગાનને એ પદ અસાધુ છે; કેમ કે, ૬ (૨.૫) ધાતુ અકર્મક નથી અને વળી તેનું કર્મ પોતાનું અંગ” નથી; એટલે તેને આત્મપદમાં વાપરવું એ વ્યાકરણદોષ છે. શબ્દશાસ્ત્રનો નિયમ એવો છે કે, જ્યારે પોતાના અંગને ઇજા થતી હોય ત્યારે જ ન ધાતુ આત્મપદમાં વપરાય છે; પણ, જો બીજાના અંગને વાગતું હોય ત્યારે દન્ ધાતુ પરમૈપદી જ રહે છે. વ્યાકરણથી વિરુદ્ધ ‘અસાધુ શબ્દો પણ જો કોઈનું અનુકરણ કરવા માટે પ્રયોજાયા હોય તો તે દોષરૂપ નથી એવી શ્રી હેમચન્દ્રાચાર્ય સ્પષ્ટતા કરે છે; કેમ ૪૦૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy