SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૯, ૧૯૮)માં ઉદ્ધૃત કરી છે. આ માહિતીમાં ઉદા. ૧૯૯થી ઉદા. ૩૩૧ સુધીના શ્લોક તથા અવતરણ - ૫૫થી ૬૯ સુધીનાં અવતરણોનો સમાવેશ છે અને એ વિસ્તૃત ઉદ્ધરણમાં દિવ્ય, માનુષી, દિવ્યમાનુષી (૪ પ્રકાર), પાતાલીય, મર્ત્યપાતાલીય, દિવ્યપાતાલીય અને દિવ્યમર્ત્યપાતાલીય એ સપ્તધા પ્રકૃતિની વ્યાખ્યા તથા ઉદાહરણો પ્રસ્તુત થયાં છે. ઉપરાંત, પાત્રોના ધીરોદાત્ત, ધીરોદ્ધત, ધીરલલિત તથા ધીરપ્રશાન્ત એ રીતે ચાર પ્રકાર તથા ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ત્રણે અવાન્તર ભેદો પણ અહીં નિરૂપાયા છે. ‘વિવેક’નાં પૃષ્ઠ ૧૭૯ થી ૧૯૯ની અંદર દેશ, કાળ, વય તેમ જ જાતિનાં વેશવ્યવહાર વગેરે વિશેની ભૌગોલિક - ભુવનકોશગત માહિતી રજૂ થઈ છે. વચ્ચે, પૃ. ૧૭૬, ૧૭૭ અને ૧૧૭૮ પર ‘ધ્વન્યાલોક’ તથા ‘લોચન’(પૃ. ૩૩૦, ૩૩૧, ૩૩૨, ૩૩૩)માંથી પણ વૃત્તિના સ્પષ્ટીકરણ અર્થે, ઉદ્ધરણો લેવામાં આવ્યાં છે તેમાં અવ્યુત્પત્તિ તો રોપ:૦ એ ધ્વન્યાલોકનો પ્રસિદ્ધ પરિકર શ્લોક ખાસ ધ્યાન ખેંચે છે. એનો અર્થ એ છે કે, ‘‘કવિની વિદ્વત્તાની ઊણપથી થતો દોષ કવિની પ્રતિભાથી ઢંકાઈ જાય છે; પણ જે દોષ કવિની પ્રતિભા કે શક્તિની ઊણપને કારણે થાય છે તે તો તરત પ્રગટ થાય છે.’(. આ. પૃ. ૩૧૬) કાવ્યમાં ઔચિત્યનું મહત્ત્વ આ રીતે, દેશ, કાળ, જાતિ વગેરે તથા પાત્રોના વેશવ્યવહાર વગેરેના ઔચિત્યનો ખ્યાલ રાખીને કાવ્યસર્જન કરવું જોઈએ એવો ઉપદેશ શ્રીહેમચન્દ્રાચાર્યે આપ્યો છે; કારણ કે ઔચિત્ય એ કળાનો પ્રાણ છે;૧૫ સાહિત્યિક સૌંદર્યનો આત્મા છે અને રસનિરૂપણમાં તો ઔચિત્ય એક પાયાનો માપદંડ છે, કેમ કે, રસની સરસ અને સફળ જમાવટમાં ઔચિત્યનો ફાળો ઘણો મોટો છે. આથી જ ગ્રંથકારે આ નંદવર્ધનનાં ઔચિત્ય વિશેનાં પ્રસિદ્ધ વચનો, વૃત્તિમાં, અવતરણ(૧૬)રૂપે ઉદ્ધૃત કર્યા છે. अनौचित्यादृते नान्यद् रसभङ्गस्य कारणम् । પ્રસિદ્ધૌવિત્યવન્યુત્તુ રસસ્યોપનિષત્ પા II (. આ. ૩. ૩, પૃ. ૩૩૦) અર્થાત્ “અનૌચિત્ય સિવાય રસભંગ(દોષ)નું બીજું કોઈ કારણ નથી. પ્રસિદ્ધ ઔચિત્યનું નિરૂપણ એ જ રસનું પરમ રહસ્ય છે(એમાં જ સફળ રસજમાવટનો અજોડ કીમિયો રહેલો છે).” આનંદવર્ધનનો આ શ્લોક મમ્મટે પણ, રસદોષના સંદર્ભમાં જ, ઉષ્કૃત કર્યો છે(કા. પ્ર. ૭.૬૩ની વૃત્તિ). અને ‘ધ્વન્યાલોક’માં આ શ્લોક જ્યાં પ્રસ્તુત થયો છે ત્યાં (. આ. ૩.૧૦ - ૧૪) આનંદવર્ધને ,, ૪૦૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy