SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ચઢિયાતો હોય તે ઉચિત લાગે. “કેમ કે, કેવળ રાજા વગેરેના પાત્રાલેખનમાં સાત સમુદ્ર ઓળંગવાના સ્વરૂપની પ્રવૃત્તિઓ વર્ણવી હોય અને વર્ણનની સચોટતાથી સૌષ્ઠવમય બની હોય તો પણ તે (પ્રેક્ષકને) નિરપવાદપણે નીરસ જણાય છે”(વિવેક પૃ. ૧૭૭). મનુષ્યોની બાબતમાં આવું વર્ણન જેટલે અંશે કથા સાથે મળતું હોય, જાણીતું હોય અને ઉચિત હોય તેટલે અંશે જ કરવું ઘટે. એવું વર્ણન જો વધારે પડતું કરવામાં આવે તો તે અવાસ્તવિક (અસત્ય) લાગશે અને એથી એ વર્ણન “નાયકની જેમ વર્તવું, પ્રતિનાયકની જેમ ન વર્તવું” એવા ઉપદેશમાં નહિ પરિણમે. આ રીતે, ઉપર કહેલી સાતેય પ્રકૃતિઓ(પાત્રસૃષ્ટિ)નું જો અન્યથા કે અઘટિત રીતે વર્ણન કરવામાં આવે તો તે (પ્રકૃતિ)વ્યત્યય ગણાય, પ્રકૃતિવ્યત્યયરૂપ દોષ બને. જ્યાં સુધી પાત્રોને સંબોધવાની રીતનો પ્રશ્ન છે, આલંકારિકોએ કાવ્યનાટકનાં જુદાં જુદાં પાત્રો અંગેનાં સંબોધન - સ્વરૂપો નક્કી કરેલાં છે દા. ત. તત્રભવાન્ (આપ), ભગવદ્ વગેરે સંબોધનો ઉત્તમ પુરુષ, રાજા વગેરે તથા મુનિ વગેરે માટે વાપરવાં, પણ અધમ પાત્રોએ નહીં. રાજા વગેરે માટે ઉત્તમ પુરુષે ભટ્ટારક’ એમ ન કહેવું, માત્ર રાજાના સેવકોએ જ રાજાને ‘ભટ્ટારક' શબ્દથી સંબોધવા. મુનિમંડળને પરમેશ્વર' શબ્દથી ન સંબોધવા. આ નિયમોનું પાલન ન થાય તો પ્રકૃતિવ્યત્યયનો દોષ થાય છે. આ સંદર્ભમાં રુદ્રટે પોતાના કાવ્યાલંકાર(૬.૧૯-૨૦)માં દિગ્દર્શન આપેલું છે: “અધમ પાત્ર, મોટા પાત્રને “તત્રભવાનું', ભગવાન્' ઇત્યાદિ સંબોધનોથી ન બોલાવવું અને ઉત્તમ પ્રકૃતિવાળા રાજા વગેરેને, ભટ્ટારક' શબ્દથી સંબોધન કરવું નહીં. રાજાને ઉત્તમ પુરુષે પણ ‘તત્રભવમ્' (આપ), “ભગવાન્' એવા શબ્દોથી ન સંબોધવા અને મુનિને કદાપિ પરમેશ્વર' ન કહેવા.” આમ દેશ, કાળ, વય, જાતિ ઈત્યાદિનાં વેશ, વ્યવહાર વગેરેનું સમુચિત હોય તેવું જ વર્ણન કરવું. આ રીતે ત્રીજા સૂત્ર(૩.૩)ની વૃત્તિમાં ગ્રંથકારે બીજા આઠ રસદોષોનો સંપુટ નિરૂપ્યો છે. પણ, ઉપર નોંધ્યું છે તેમ ત્રીજા સૂત્ર(૩.૩)માં નિર્દેશાયેલા પ્રકૃતિવ્યત્યય” નામના આઠમા અને છેલ્લા રસદોષ વિશે, રાજશેખરકૃત “કાવ્યમીમાંસા'ના નવમા અધ્યાયમાંથી તથા સત્તરમા અને અઢારમા અધ્યાયમાંથી લગભગ પચીસ પૃષ્ઠ ભરાય તેટલી પૂરક માહિતી ગ્રંથકારે “વિવેક' (પૃ. ૧૭૩-૧૭૬, ૩૯૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy