________________
એમ કહી, દ્રૌહિણીએ પ્રબોધેલા ત્રણ ઉપરોક્ત પ્રકારોમાં ૪. પાતાલીય, ૫. મર્ય તેમ જ પાતાલીય. ૬. દિવ્ય તેમ જ પાતાલીય અને 9. દિવ્ય તેમ જ મર્ય તેમ જ પાતાલીય એવા બીજા ચાર પ્રકારો ઉમેરે છે. આથી, રાજશેખરે માન્ય રાખેલા અર્થ-પ્રકારો સાત છે એ સ્પષ્ટ છે.
“વૃત્તિમાં વિવરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, આ સપ્તવિધ પાત્રોના નિરૂપણનો નિયમ એવો છે કે જો પાત્ર માનુષી હોય તો તેમનું માનવીય દૃષ્ટિબિંદુથી આલેખન થવું જોઈએ, પણ જો પાત્ર અતિપ્રાકૃત કે દિવ્ય હોય તો તેનું ચિત્રણ દિવ્ય તરીકે કરવું જોઈએ. આ પાત્રોનું ચિત્રણ જો વિપર્યયથી કે વિપરીત રીતે કરવામાં આવે તો તે કાવ્યના રસને પોષક નથી નીવડતું અને દોષરૂપ બને છે. દરેક પાત્ર અમુક ખાસ રસને અનુકૂળ આલેખન માગે છે. આમ, ધીરોદાત્ત પાત્રનો ખાસ રસ, વીર હોય છે, ધીરોદ્ધત પાત્રનો ખાસ રસ રૌદ્ર હોય છે, ધીરલલિત પાત્રનો ખાસ રસ શંગાર હોય છે અને ધીરપ્રશાન્ત પાત્રનો ખાસ રસ શાન્ત હોય છે.
હવે, રતિ, હાસ, શોક અને અદ્ભુત એ સ્થાયી ભાવો, મનુષ્ય એવા ઉત્તમ પ્રકૃતિવાળા પાત્રની જેમ, દિવ્ય વગેરે પાત્રોમાં પણ સમાન રીતે હોય છે. જો કે, અહીં પણ, દિવ્ય પાત્રોના સંબંધમાં, સંભોરાશૃંગારરસનું નિરૂપણ કરવું નહીં. કોઈ કવિ આવા વર્ણનમાં રાચે તો, એવું આલેખન એ પોતાનાં માતાપિતાના સંભોગશૃંગારના આલેખન કરવા જેવું અનુચિત લાગે. આથી, “કુમારસંભવ મહાકાવ્યના આઠમા સર્ગમાં, કવિ કાલિદાસે શિવપાર્વતીના શૃંગારનું જે વર્ણન કર્યું છે તે ખૂબ જ અનુચિત છે અને વસ્તુતઃ દોષરૂપ છે. “અલબત્ત, એ વર્ણન કવિની અપાર સર્જન પ્રતિભાથી અને કાવ્યસૌદર્યથી સભર હોવાથી એટલું બધું અજુગતું લાગતું નથી, જેટલું, કોઈ નાના કવિએ કરેલું આવું વર્ણન અજુગતું થયું હોત.”
ક્રોધનું આલેખન પણ, ભ્રકુટિ વગેરે બદલ્યા વગર જ, તરત જ ફળદાયી થાય તેમ અસરકારકતાથી કરવું જોઈએ, જેમ કે, કુમારસંભવ(૩.૭૨)માંથી અહીં પ્રસ્તુત થયેલા શોધઃ અમો સંદરએ શ્લોકમાં, શિવજીના ત્રીજા નેત્રના અગ્નિથી કામદેવ ભસ્મ થઈ જાય છે તે ઘટના ત્વરિત અને અસરકારક રીતે બને તેવું તેનું ચમત્કૃતિસભર આલેખન થયું છે.
કવિએ અદ્ભુત રસનું આલેખન ખૂબ જ કાળજીથી કરવું જોઈએ. સ્વર્ગમાં તથા પાતાળમાં જવાની બાબતમાં તથા સમુદ્ર ઓળંગવાની બાબતમાં, ઉત્સાહ (વીરરસનો સ્થાયી ભાવ), મનુષ્યો કરતાં, બીજાં (દિવ્ય વગેરે) પાત્રોમાં
૩૯૮