________________
પ્રશંસા કરે છે. આ દોષ છે. મમ્મટે આ જ શબ્દોમાં, આ જ ઉદાહરણ લઈને રસને અનુપકા૨ક અંગના વર્ણનનું, નિરૂપણ કર્યું છે(કા. પ્ર. ૭.૬૨ની વૃત્તિ). આને શાસ્ત્રકારો ‘અનંગસ્ય અભિધાનમ્’ દોષ કહે છે. રસલક્ષી પાત્રાલેખનની કળા
૮. આઠમો રસદોષ ‘પ્રકૃતિવ્યત્યય’ તરીકે ઓળખાય છે. કાવ્ય કે નાટકમાં પાત્રોનું વર્ણન કરવામાં પાત્રોનાં સ્વરૂપ, સ્વભાવ વગેરેનો ખ્યાલ રાખવો પડે છે. ઔચિત્યના તથા વાસ્તવિકતાના કેટલાક પાયાના નિયમોને અનુસરીને જ સાહિત્યમાં ચરિત્રચિત્રણ થવું જોઈએ એમ હેમચન્દ્રાચાર્ય આદિ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રીઓ માને છે. આથી ‘કાવ્યાનુશાસન'માં પ્રકૃતિ કે પાત્રોના પ્રકાર, સ્વભાવ આદિનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે અને પાત્રનિરૂપણમાં થતા દોષોથી દૂર રહેવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
સાહિત્યમાં નિરૂપાતાં પાત્રો(પ્રકૃતિઓ) સાત પ્રકારનાં હોય છે, એમ શ્રીહેમચન્દ્રાચાર્ય માને છે. એમણે આ રીતે પાત્રોના પ્રકારોનો નામનિર્દેશ કર્યો છે. પાત્રોની પ્રકૃતિઓ ૧. દિવ્ય, ૨. માનુષી, ૩. દિવ્ય તેમ જ માનુષી, ૪. પાતાલીય, ૫. મર્ત્ય તેમ જ પાતાલીય ૬. દિવ્ય અને પાતાલીય ૭. દિવ્ય, મર્ત્ય તેમ જ પાતાલીય છે. મમ્મટે (કા. પ્ર. ૭.૬) આવી પ્રકૃતિઓ ત્રણ જ સ્વીકારી છે ઃ ૧. દિવ્ય, ૨. અદિવ્ય અને ૩. દિવ્યાદિવ્ય. આમ, કાવ્યમાં નિરૂપાતી પ્રકૃતિઓની સંખ્યા અને સ્વરૂપ પરત્વે શ્રીહેમચન્દ્રાચાર્ય, મમ્મટથી જુદા પડે છે. આ મતભેદનું મૂળ, રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા’ના નવમા અધ્યાયમાં પ્રકૃતિઓ વિશે થયેલી વિચારણામાં છે એમાં શંકા નથી.
‘કાવ્યમીમાંસા’ના આઠમા અધ્યાયમાં કાવ્યાર્થના સ્રોતો કે ‘કાવ્યાર્થયોનયઃ’ની રાજશેખરે શરૂ કરેલી ચર્ચા, નવમા અધ્યાયમાં પણ ચાલુ રહે છે, કારણ કે, આઠમા અધ્યાયમાં કાવ્યના સોળ સ્રોતોનું કે વિષયોનું સોદાહરણ નિરૂપણ છે, પણ ત્યાં પ્રકૃતિ કે પાત્રોના પ્રકાર,સ્વરૂપ, નિરૂપણ વગેરે વિશે ચર્ચા થઈ શકી નથી.તેથી, રાજશેખર, કાવ્યમીમાંસાના નવમા અધ્યાયમાં ‘અર્થવ્યાપ્તિ’ અર્થાત્ કાવ્યના વિષયોના અવાન્તર ભાવોનું તથા તેમની વ્યાપકતાનું નિઃશેષ, સોદાહરણ વર્ણન કરે છે.
આ ચર્ચાના આરંભે જ, દ્રૌહિણી નામના આચાર્યનો મત રજૂ થયો છે કે, અર્થ(વિષય) ત્રણ પ્રકારનો હોય છે. ૧. દિવ્ય, ૨. દિવ્ય તેમ જ માનુષ અને ૩. માનુષ. પણ યાયાવરીય અર્થાત્ રાજશેખર પોતે, અર્થ સાત પ્રકાર હોય છે
૩૯૭