________________
સમુદ્રવર્ણન ઇત્યાદિ શરૂ કરે છે. ગદ્યકાવ્ય “કાદંબરી'માં મહાન વિપ્રલંભશૃંગાર મુખ્ય રસ છે ત્યાં કવિ, બિનજરૂરી રીતે, જંગલો, આશ્રમો, મુનિઓ, નગરો, રાજાઓ વગેરેનાં વર્ણનોમાં સરી જાય છે તે દોષ છે. હર્ષચરિત'માં કવિ બાણ, પોતાની જ વંશાવળી વર્ણવવામાં મગ્ન બની જાય છે ને એ ગદ્યકાવ્યનો પ્રાસ્તાવિક ભાગ મહદંશે એવાં વર્ષોનોથી ભરી દે છે. “શિશુપાલવધ' નામના વીરરસપ્રધાન કાવ્યમાં કવિ, તે રસને અસંગત એવાં શૃંગારપ્રેરક ઋતુ, ઉપવનવિહાર, પુષ્પો એકઠાં કરવાં, સ્નાન વગેરેનાં વર્ણનોમાં સરી પડે છે. આવી રીતે અપ્રસ્તુત વસ્તુનો વિસ્તાર પ્રસ્તુત રસની પ્રતીતિમાં ખલેલ કરે છે, એ દોષ છે. અંગી(પ્રધાન) રસનું અનુસંધાન ન કરવું એ દોષ છે. મુખ્ય રસ એટલે કે મુખ્ય પાત્રને ભૂલી જવું તે દોષ છે. જેમ કે, “રત્નાવલી” નાટિકાના ચોથા અંકમાં, બ્રાભ્રવ્ય(કંચુકી)ના આગમનથી, નાયક વત્સરાજ ઉદયન, સાગરિકા-(રત્નાવલી)ને ભૂલી જાય છે, એ દોષ છે. કેમ કે એથી નાટિકાના મુખ્ય રસ-શૃંગારનો પ્રવાહ અટકે છે. આ દોષ છે. મમ્મટે પણ
આ જ ઉદાહરણ આપી, આવો અભિપ્રાય પ્રગટ કર્યો છે. મુખ્ય રસનું સતત અનુસંધાન એ સહૃદયતાનું સર્વસ્વ છે, કળાનો પ્રાણ છે
છ8ારસદોષનું વૃત્તિમાં વિવરણ કરતાં શ્રી હેમચન્દ્રાચાર્યરસમીમાંસાની એક મહત્ત્વની બાબતનો નિર્દેશ કરે છે. તેઓ કહે છે કે, “મુખ્ય રસની સતત જમાવટ એ સહૃદયતાનું સર્વસ્વ છે, કળાનો પ્રાણ છે. જેમ કે “તાપમવત્સરાજ” નાટકમાં, વાસવદત્તાવિષયકદઢપ્રેમ મુખ્ય (રસ) છે. કથાવશાત્ એ પ્રેમમાં વિચ્છેદની આશંકા હોવા છતાં પણ, કવિએ છએ છ અંકોમાં પૂરેપૂરા ઔચિત્યપૂર્વક એ રસમાં વિક્ષેપ પડવા દીધો નથી – એ રસની સતત, સંપૂર્ણ જમાવટ કરી છે.” “વિવેકીમાં આ રસજમાવટનું વિવરણ આપેલું છે. નાટકની કળાની દૃષ્ટિએ, સાહિત્યની કળાની દૃષ્ટિએ આવી અવિક્ષિપ્ત રસજમાવટ એ કવિની મોટી સિદ્ધિ છે, કેમ કે આનંદવર્ધન કહે છે તેમ, ‘વિના મુનિવપ્રતા સર્વાત્મના રસપરતંત્રણ પવિતવ્યમ્ I' (ધ્વ.આ. ૩.૧૩, પૃ. ૩૩૬) અને રસજ્ઞતૈવ સહયત્વમ્' (ધ્વ.આ., પૃ. ૩૫૯). ૭. જે અંગ ન હોય અર્થાત્ જે રસને ઉપકારક ન હોય તેનું વર્ણન કરવું એ પણ
દોષ છે, જેમ કે, “કપૂરમંજરી'માં, નાયિકાએ પોતે કરેલ વસંતવર્ણનનો અનાદર કરીને, રાજા, બંદીજને કરેલા એ જ વસંતઋતુના વર્ણનની
૩૯૬