SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ચીમળાએલા ફૂલ જેવો જણાય છે.” રતિવિલાપમાં સફળ રહેલા, પ્રકર્ષે પહોંચેલા કરુણને ફરી ફરી સતેજ કરવાથી રસ-દોષ થયો છે. વૃત્તિમાં રસોનો ‘ફરીફરીને પરામર્શ કરવાની’ વાત કરી છે તેનો વિસ્તાર કરતાં ‘વિવેક' (પૃ. ૧૭૦)માં આનંદવર્ધનના શબ્દોમાં જ, ગ્રંથકાર કહે છે કે, વિભાવાદિ સામગ્રીથી રસિકજનોને માણવા યોગ્ય થઈ ચૂકેલા રસને ફરી ફરીને આંદોલિત કરવો એ માલતીનાં ફૂલોને મસળવા જેવી નિરર્થક પ્રવૃત્તિ છે. ધારાવાહી રસમાં મગ્ન થયેલાના શબ્દો થોડા જ હોય. વળી, એવી રસાવિષ્ટ દશામાં મહાકવિની કલમે, એક, બે કે ત્રણ જ શ્લોકો માંડ નીકળે છે. ‘તાપસવત્સરાજમાં ધારાબદ્ધ કરુણરસનો સૌથી નાનો એક જ અંક (બીજો અંક) કવિએ રચ્યો છે.” ૩. રસનું કવખતે વર્ણન કરવું - વિસ્તરણ કરવું એ દોષ છે. ‘વેણીસંહાર' નાટકના બીજા અંકમાં ભીષ્મ વગેરે લાખો વીરો રણમાં નાશ પામતા હોય તે વખતે ભાનુમતી સાથે દુર્યોધનના શૃંગારનું વર્ણન એ રસદોષ છે. આ પ્રસંગે કરુણ કે વીરરસ જ યોગ્ય ઠરે. ૪. કવખતે રસમાં વિચ્છેદ કરવો એ દોષ છે. “રત્નાવલી' નાટિકાના ચોથા અંકમાં રત્નાવલીની વાત જ નથી નીકળતી અને રાજા(વત્સરાજ ઉદયન) વિજયવર્માનું વૃત્તાન્ત સાંભળે છે તે રસવિચ્છેદરૂપ દોષ છે. “અકાંડે છેદનું બીજું ઉદાહરણ ભવભૂતિના “મહાવીરરચિતમાં મળે છે. આ નાટકના બીજા અંકમાં પરશુરામ અને રામ વચ્ચે યુદ્ધોત્સાહનું વાતાવરણ છે ત્યાં રામ કહે છે કે, “હું કંકણ(લગ્નસૂત્ર) છોડવા માટે જાઉં છું.” આથી વીરરસમાં કવખતે વિચ્છેદ-વિક્ષેપ થાય છે તે દોષરૂપ છે. મમ્મટે માત્ર આ એક જ ઉદાહરણ આપ્યું છે, જ્યારે હેમચન્દ્રાચાર્યે “અકાડે છેદ:નાં બે દુષ્ટાન્નો રજૂ કર્યા છે. ૫. અંગરૂપ અપ્રધાન(રસ કે વસ્તુ)નું અતિવિસ્તારથી વર્ણન કરવું એ દોષ છે. હયગ્રીવવધીમાં નાયક(વિષ્ણુ)નું વર્ણન કરવાનું છોડી દઈને ગૌણ પાત્ર હયગ્રીવનાં જલક્રીડા, વનવિહાર વગેરેનું ખૂબ વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે તે રસદોષ છે. એવી જ રીતે, કોઈ નાયકના વિપ્રલંભશૃંગારનું વર્ણન આરંભ્યા બાદ, કવિ મકાદિ અલંકારો યોજવાના મોહમાં વિસ્તારપૂર્વક સમુદ્ર, પર્વત, વન વગેરેનું વર્ણન કરવા લાગી જાય એ દોષ છે. “હરિવિજય'ના કવિ રિસાયેલી સત્યભામાને મનાવવામાં પડેલા કૃષ્ણનો વિપ્રલંભ વર્ણવવાના પ્રસંગે, અવનવા અલંકારો યોજવાના મોહમાં, ૩૯૫
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy