SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ કલેશવ્યક્તિ અર્થાત્ કષ્ટકલ્પનાથી રજૂઆતનાં બે ઉદાહરણો : (અ) વિભાવની કલેશવ્યક્તિ અથવા કષ્ટ અભિવ્યક્તિનું પરદતિ રતિ એ શ્લોક ઉદાહરણ (૧૯૯) છે. “કાવ્યપ્રકાશ'(૭.૬૦)માં આ શ્લોક આ જ રસદોષના દૃષ્ટાન્તરૂપે પ્રસ્તુત થયો છે. શ્લોકાર્થ છે: “રુચિ મરી ગઈ છે, મતિ બહેર મારી ગઈ છે, વારંવાર પડી જાય છે, ખૂબ આળોટે છે – આ રીતે આવતી વિષમ દશા એના દેહને વ્યથિત કરે છે એ દુઃખદ છે; આપણે શું કરીએ ?” આ શ્લોકમાં વર્ણવાયેલા રુચિ મરી જવી વગેરે અનુભાવો તો કરણ વગેરે રસોમાં પણ સંભવે છે - એટલે અહીં સ્ત્રીરૂપી (શૃંગાર) વિભાવ કષ્ટથી કલ્પવો પડે છે. આ દોષ છે. (બ) અનુભાવની કટકલ્પનાથી અભિવ્યક્તિનું કે “ક્લેશવ્યક્તિનું, પૂરપૂર્તિ એ, મમ્મટે પ્રસ્તુત કરેલો, શ્લોક અહીં પણ ઉદાહરણ (૧૦૦) બને છે. શ્લોકાર્ધ છે : “કપૂરની રજા જેવી સફેદ ધુતિથી ચંદ્રમાએ દિશામંડળને ધોળી નાખ્યું ત્યારે માથા પર વિશેષ પદ્ધતિથી વસ્ત્ર ઓઢાવાથી જેના સ્તનોની પુષ્ટતા પ્રગટ થઈ છે તેવી તે નાયિકા તે યુવાનની નજરે પડી.” આ શ્લોકમાં, શૃંગારરસને અનુરૂપ ઉદીપન વિભાવ(ચંદ્રમા) અને આલંબન વિભાવ(નાયિકા) છે જે અનુભાવોમાં પર્યવસાન પામે એવા છે તેથી અહીં અનુભાવોની ‘ફ્લેશવ્યક્તિ કે કરકલ્પનાનો દોષ છે. અર્થાત્ અહીં વિભાવો સ્પષ્ટ છે, પણ યુવાન (નાયક)ના અનુભાવો વિલંબથી પ્રતીત થાય છે, પરાણે કલ્પી લેવા પડે છે, તે દોષ છે. વિવેક'(પૃ. ૧૭૦)માં “વૃત્તિમાંના “અનુભવપર્યવસાયિનઃ' એ શબ્દનું વિવરણ કરતાં ગ્રંથકાર કહે છે કે “જો યુવાન શંગારી હોય તો તેના તે પ્રકારના અનુભાવો સંભવે અને જો એ યુવાન શાન્ત હોય તો એવા અનુભાવો નહિ સંભવે. એટલે વિભાવોનું વર્ણન છે પણ એ વિભાવો જેના સંદર્ભમાં છે તે યુવાન શૃંગારી છે કે નહીં તેનો નિશ્ચય ન હોવાથી, શૃંગારના વિભાવો હોવા છતાં યુવાનના લીલા વગેરે અનુભાવો કષ્ટથી, બહુ મુશ્કેલીથી બંજિત થાય છે.” ૨. રસને ફરી ફરીને ઉદીપિત કરવાને દોષ, કાલિદાસકૃત “કુમારસંભવ મહાકાવ્યમાંના રતિવિલાપ(સર્ગ-૪)માં દૃષ્ટિગોચર થાય છે. મમ્મટે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો છે. આ અંગે “વૃત્તિમાં ગ્રંથકાર મહત્ત્વનું નિરીક્ષણ કરે છે કે, “ભાવકે આસ્વાદી લીધેલા અને પૂરેપૂરા પરિપોષ પામી ચૂકેલા રસનો ફરીફરી (નકામો) પરામર્શ કર્યા કરવાથી એ રસ ૩૯૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy