________________
વગેરે પરસ્પર વિરુદ્ધ રસોના વિભાવાદિના પ્રતિકૂલ્યના બીજા દાખલા પણ મળી રહે છે એમ કહી, એક ગાથા(ઉદા. ૧૮૮) વડે શૃંગારના વર્ણનમાં શાન્તરસના અનુભાવો દોષરૂપ છે તે દર્શાવીને, એ દોષ કેવા વર્ણનથી દૂર થઈ શકે તેની સ્પષ્ટતા કરી છે. મમ્મટ જેને ‘પ્રાતિકૂલવિભાવાદિગ્રહ’ કહે છે તે વિભાવાદિપ્રાતિકૂલ્યરૂપ દોષ ચાર પ્રકારે થાય છે. ૧. અબાધ્યત્વથી ૨. આશ્રમૈક્યથી 3. નરન્તર્યથી અને ૪. અનંગ7થી. આ ચારેય પ્રકારના પ્રતિકૂલ્યરૂપ દોષો શું છે અને તે કેવી રીતે દૂર થાય તેની, સોદાહરણ, સવિસ્તર, શાસ્ત્રીય ચર્ચા ગ્રંથકારે સૂત્ર, વૃત્તિ અને ‘વિવેક વ્યાખ્યામાં કરી છે અને એ ચર્ચાને શ્રદ્ધેય, સૈદ્ધાન્તિક તથા રસધ્વનિની પરંપરાને અનુરૂપ બનાવવા માટે “ધ્વન્યાલોક', ‘લોચન', “કાવ્યપ્રકાશ' વગેરે પૂર્વવર્તી પ્રસિદ્ધ ગ્રંથોનો છૂટથી આધાર લીધો છે. એમાં પણ “કાવ્યાનુશાસન'ને રસધ્વનિલક્ષી અભિગમ પ્રકાશિત થાય છે. બીજા આઠ રસદોષો
હવે પછીના સૂત્ર(૩.૩, સળંગ સૂત્ર ૮૭)માં ગ્રંથકાર બીજા આઠ રસદારોનો સંપુટ પ્રસ્તુત કરે છે. સૂત્ર(૩.૩) આ પ્રમાણે છે :
विभावानुभावक्लेशव्यक्तिपुन:पुनर्दीप्त्यकाण्डप्रथाच्छेदाङ्गातिविस्ताराङ्गय નનુસાનાનામધનપ્રકૃતિવ્યત્યયાશ 1 (૩.૩)
એટલે કે, ૧. વિભાવો અને અનુભાવોને કષ્ટ પડે તેવી રીતે વ્યક્ત કરવા, ૨. રસને ફરીફરીને ઉદીપ્ત કરવા, ૩. કવખતે રસનું નિરૂપણ કરવું, ૪. કવખતે રસમાં વિચ્છેદ પાડવો, ૫. અંગરૂપ અપ્રધાન(રસ)નું અતિવિસ્તારથી વર્ણન કરવું, ૬. અંગીરસનું એટલે મુખ્ય રસનું અનુસંધાન ન કરવું (વિસ્મરણ કરવું), ૭. જે રસનું અંગ નથી (જે રસને અનુપકારક છે) તેનું વર્ણન કરવું અને ૮. પ્રકૃતિવ્યત્યય અર્થાત્ પાત્રોનો વિપર્યય. આ આઠ રસદોષો છે.
આ સૂત્ર(૩.૩)ની વૃત્તિમાં ગ્રંથકાર આ આઠ રસદોષનો સ્પષ્ટ ખ્યાલ આપવા માટે, દરેક દોષનું સૌદાહરણ વિવરણ કરે છે અને એ વિવરણમાં ઉપસ્થિત થતા શાસ્ત્રીય અને સૈદ્ધાન્તિક મુદાઓનું ‘વિવેક વ્યાખ્યામાં રસધ્વનિ પરંપરાને અનુરૂપ, સ્પષ્ટીકરણ પ્રસ્તુત કરી, રસદોષના નિરૂપણને વિશદ કરે છે. ૧. જ્યાં વિભાવ અને અનુભાવ સ્પષ્ટ રીતે વર્ણવ્યા ન હોય અને ભાવક
એમનો ભારે મુશ્કેલીથી આસ્વાદ કરી શકતો હોય ત્યાં વિભાવ - અનુભાવની ફ્લેશવ્યક્તિનો રસદોષ થાય છે. વિભાવ અને અનુભાવની
૩૯૩