________________
વીરરસ પોષાય છે. એકબીજા પ્રત્યે ઉપકાર્ય-ઉપકારકભાવ ન હોય તેવા બે સરખા મહત્ત્વના ભાવો એક જ શ્લોકમાં યોગ્ય નથી.
કેમ કે, લડાઈ શરૂ થતાં સારા લડવૈયા, બીજા કાર્યમાં પરોવાઈને, પ્રસ્તુત સંગ્રામ તરફ દુર્લક્ષ કરે તે મોટું અનૌચિત્ય છે. તેથી પતિ માત્ર સંગ્રામનો જ રસિયો હોવાથી, તેના શૌર્યને જ કેવળ પ્રકાશિત કરતો, પ્રિયાનો કરુણરસ વીરરસને જ પોષે છે. એવી જ રીતે ઉપરોક્ત માત્સર્યમુત્કાર્ય એ શ્લોકમાં છે આર્યો, મર્યાદા સાથે કહો' એ શબ્દોથી, રતિભાવ છોડવા યોગ્ય હોવાથી, શમભાવની જ મહત્તા પ્રકાશિત થઈ છે. યં સા નોનાક્ષી એ ઉદાહરણ(૧૮૮)માં, રાવણ પ્રતિપક્ષનો નાયક હોવાથી, નિશાચર હોવાથી, માયાવી હોવાથી અને રૌદ્રરસના વ્યભિચારી ભાવો વિષાદ, વિતર્ક વગેરે હોવાથી, રતિ અને ક્રોધનું ગ્રહણ, રૌદ્રરસના અંગરૂપે જ છે. “માલતીમાધવ'ના કનૈ૦ એ ઉદાહરણ (૧૮૯)માં (રતિ અને જુગુપ્સા) કેવળ હાસ્યપરક જ છે.
વં ધ્યાનનિમીતનાત્ એ શ્લોક(ઉદા. ૧૯૦)માં “સમાધિ સમયે” એ શબ્દોથી, બીજા ભાવોથી આક્ષિપ્ત ન થતો શંકરનો સમભાવ - અને તે પણ બીજા યોગીઓના “શમથી ખૂબ જ જુદો, નર્યો, એકમાત્ર શમભાવ, ફુટ થાય છે અને છેલ્લા શ્લોક(ઉદા. ૧૯૧) પનામાં તો સમસ્ત વાક્ય જ ભાવિ વિપ્રલંભને લગતું છે એટલે ત્યાં એકથી વધુ તાત્પર્ય(મુખ્ય અર્થ) છે જ નહીં. એટલે, આ રીતે ઉપર કહ્યા મુજબ, રતિ વગેરેનું વર્ણન કરવાથી બધે જ અવિરોધ થશે – વિરોધ ટળશે; દોષ દૂર થશે. પ્રથમ સૂત્રમાં પ્રસ્તુત વિચારણાની સમીક્ષા
કાવ્યાનુશાસન'ના ત્રીજા અધ્યાયના પ્રથમ સૂત્ર(૩.૧)માં ગ્રંથકારે રસદોષોનું વિશેષલક્ષણ” પ્રસ્તુત કર્યું છે અને ત્રણ ઉદાહરણો(૧૮૩-૧૮૬)દ્વારા રસનું નામ દઈને વર્ણન કરવાથી, સ્થાયી ભાવનું નામ દઈને વર્ણન કરવાથી, વ્યભિચારી ભાવનું નામ દઈને વર્ણન કરવાથી થતા રસદોષોનાં દૃષ્ટાન્તો રજૂ કર્યા છે અને એક શ્લોક (ઉદા. ૧૮૬) વડે, કોઈવાર સંચારીભાવનું નામ દઈને વર્ણન કરવાથી દોષ થતો નથી એનું પણ દષ્ટાન્ત પ્રસ્તુત કર્યું છે.
પછી, બીજા સૂત્ર(૩.૨)માં ચતુર્વિધિ વિભાવાદિપ્રાતિકૂલ્યનું નિરૂપણ કર્યું છે અને એક જ શ્લોક(ઉ. ૧૮૭) વડે વિભાવપ્રાતિકૂલ્ય તથા વ્યભિચારી-પ્રાતિમૂલ્ય બન્નેનું દૃષ્ટાન્ન આપ્યું છે. વળી, શૃંગાર-બીભત્સ, વીર-ભયાનક તથા શાન્ત-રૌદ્ર
૩૯૨