________________
જેમ કે, તો જગ એ ગાથામાં રતિ અને ઉત્સાહ બે સરખા પ્રાધાન્યથી આલેખાયા છે. આ ગાથા ધ્વન્યાલોક(૩.૨૪ની વૃત્તિ)માં આ જ વિષયની ચર્ચાના સંદર્ભમાં, ઉઠ્ઠત થઈ છે. અહીં (ધ્વ.આ. ૩.૨૪માં) ધ્વનિકારે કહ્યું છે કે, “જ્યારે બીજો કોઈ રસ પ્રધાન(અંગી) હોય ત્યારે તેનો વિરોધી કે અવિરોધી જે કોઈ રસ હોય તેનો પરિપોષ ન કરવો. આમ, કરવાથી વિરોધ રહેશે નહીં.” આ કારિકામાં કહ્યા મુજબ, પરિપષ ન કરવાના ત્રણ ઉપાય છે : પ્રથમ ઉપાય એ કે મુખ્ય(અંગી) રસ કરતાં વિરોધી રસની ખૂબ અધિકતા નદર્શાવવી. (પણ) બન્નેનો ઉત્કર્ષ સરખો હોય તો પણ તેમનો વિરોધ રહેતો નથી. જેમ કે, ઉપરોક્ત ગાથા Bતો મરૂં. આ ગાથાની સંસ્કૃત છાયા આ પ્રમાણે છે : તો રોહિતિ પ્રિય બન્યત: સમરહૂર્વનિર્ધાપ: સૈફ્રેન રણરન વે ટચ તોલાયિત તયમ્ II (ઉદા. ૧૮૩)
અર્થાત, “એક તરફ પ્રિયા રડે છે; બીજી તરફ રણભેરીઓનો અવાજ સંભળાય છે. આથી, યોદ્ધાનું હૃદય પ્રેમ અને યુદ્ધરસ વચ્ચે ઝોલાં ખાય છે.”
આ ગાથામાં રતિ(શૃંગાર) અને ઉત્સાહ(વીરરસ)નો સમાન ઉત્કર્ષ સૂચવાય છે. આથી વિરોધ દૂર થાય છે અને દોષ આવતો નથી.
માત્સર્યમુત્સા વિવાર્થ કાર્યમ્ (પક્ષપાત છોડીને...) (કા. અ. શા. પૃ. ૨૬૩) એ શ્લોકમાં રતિ(શૃંગાર) અને શમ(શાન્ત)નો સરખો ઉત્કર્ષ છે. આ શ્લોક કાવ્યપ્રકાશમાં બે વખત આવે છે(કા. પ્ર. ઉ. ૫. ઉદા. ૧૩૩, ૬૭, ઉદા. ૬૨).
રૂર્ય ના તોતાક્ષ એ શ્લોક(ઉદા. ૧૮૮)માં રતિ અને ક્રોધનો સમાન ઉત્કર્ષ છે.
“માલતીમાધવ' નાટક(પ.૧૮)ના નૈ: એ પ્રતીકવાળા શ્લોકમાં રતિ(શૃંગાર) અને જુગુપ્સા(બીભત્સ)નો સરખો ઉત્કર્ષ છે.
પુર્વ ધ્યાનમતિના એ હૃદયંગમ શ્લોક(ઉદા. ૧૯૦)માં શમ(શાન્ત), રતિ(શૃંગાર) અને ક્રોધ(રો) એ ત્રણેયનો સમાન ઉત્કર્ષ છે.
અને જુના પ્રવતતા વક્ષિતે વ્યોમર્શ માનર્વિમ્એ સરસ શ્લોકમાં રતિ, શોક અને ક્રોધનું સરખી પ્રધાનતાથી વર્ણન છે.
તો આ બધામાં વિરોધ નથી એમ કેમ કહેવાય? આના જવાબમાં કહેવાનું કે, અહીં એક જ સ્થાયી છે. દા. ત. “એક તરફથી પ્રિયા રડે છે...” એ ઉદા.(૧૮૭)માં સ્થાયીરૂપ ઉત્સાહ છે અને રણભેરી, ભટ વગેરે શબ્દોથી
૩૯૧