SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ છો ! સ્પષ્ટતા કરીએ તો - ‘ક્ષિતો હસ્તાવનગ્ન:’૦ એ શ્લોકમાં, દાનવોની સ્ત્રીઓ, અપરાધી કામી જેવા, શંભુના બાણના અગ્નિ દ્વારા પોતાનો હાથ પકડવાની ચેષ્ટા સહન કરી શકતી નથી ને કામીના હાથની જેમ, અગ્નિને, પાછો હડસેલે છે. આ રીતે યાદ કરાતી ઇર્ષ્યાવિપ્રલંભની વિગતો અત્યારે નષ્ટ થયેલી હોઈ, શોકનું પ્રબળ કારણ બને છે; એટલે, શ્લોકનો વાક્યાર્થભૂત બનેલો કરુણરસ વિરોધી એવા શૃંગા૨૨સ વડે પુષ્ટ થાય છે. પછી, શૃંગારથી પુષ્ટ થયેલા કરુણથી અહીં મુખ્યાર્થ જ અધિક બળવાન બને છે. કહ્યું છે કે - “અપ્રધાન બીજાથી પુષ્ટિ પામતાં પ્રધાનનું જ (પોષક) અંગ બને છે અને એ રીતે પ્રધાનને ખૂબ જ ઉપકારક થઈ પડે છે.’’ ‘વિવેક’(પૃ. ૧૬૭)માં વૃત્તિની અંદર શૃંગારરસ શાન્તરસનું અંગ બને છે તેનું જે ઉદાહરણ (૧૯૭) આપેલું છે તે શ્લોક વન્તક્ષતાનિ॰ નો મર્મ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. ધ્વન્યાલોક(૩.૪ની વૃત્તિ)માં આ શ્લોક રજૂ થયો છે અને એ સ્થળે જ, લોચન (પૃ. ૫૧૪)માં અભિનવગુપ્તે આ શ્લોકનું વિવરણ કર્યું છે. તે જ અહીં અક્ષરશઃ ઉદ્ધૃત થયું છે : ‘“પોતાનાં બચ્ચાંનું ભક્ષણ કરવા ઉદ્યત સિંહણને પોતાનું શરીર અર્પણ કરનાર બોધિસત્ત્વને કોઈ ભક્ત આ શ્લોક વડે વખાણે છે. જ્યાં પારકાનું ભલું કરવાથી જેની અંદર આનંદ ઉત્પન્ન થયો છે તે બોધિસત્ત્વના શરીર પર ઘેરો રોમાંચ થયો છે. ‘રક્તમનસા' એટલે જેનું રુધિરમાં મન લાગેલું છે તેવી (સિંહણ); અથવા જેનું મન અનુરાગમય છે તેવી (સિંહણ); મુનિઓ હોય તે મદનાવેશથી યુક્ત હોય તે અસંગત વાત છે. એટલે, ‘જાતÚહેઃ’ એ મુનિઓના વિશેષણનો અર્થ છેઃ અમે પણ કદાચ આવી કારુણિક સ્થિતિએ પહોંચીએ તો સાચેસાચ મુનિઓ બનીએ એવી મનોમન ઇચ્છા (મુનિઓ) રાખી રહ્યા છે.” રઘુવંશ(૧૧.૨૦)ના રામનથશરેખ॰ એ શ્લોક અંગે વૃત્તિમાં ગ્રંથકારે કરેલા ટિપ્પણમાં જે શબ્દો છે - ‘અહીં પ્રકૃત (મુખ્ય) કરુણરસથી વિરુદ્ધ એવો શૃંગાર પોષક નથી’ – તેમાં 7 પોષઃ એ શબ્દો આવે છે. એ શબ્દો લઈને ગ્રંથકારે ‘વિવેક’માં બે પૃષ્ઠ (૧૬૦-૧૬૯) રોકે તેટલી પૂરક માહિતી પ્રસ્તુત કરી છે. એનો સંક્ષેપમાં ભાવાર્થ આ પ્રમાણે છે : (રઘુવંશના ઉપરોક્ત ઉદાહરણમાં શૃંગા૨ પોષક નથી.) બલકે, અંગભાવે જણાય છે. અહીં કોઈ કહેશે - જ્યાં એક જ (રસના) તાત્પર્યને અનુલક્ષીને બીજા વિરોધી કે અવિરોધી (રસો)નું ગૌણભાવે ઉપાદાન (ગ્રહણ) થયું હોય ત્યાં અંગરૂપ રસ અવિરોધી ભલે ગણાય. પણ જ્યાં સરખા પ્રાધાન્યભાવથી અનેક ભાવોનું નિરૂપણ હોયત્યાં તે કેવી રીતે (અવિરોધી ગણાય) ? ૩૯૦
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy