SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ને વચ્ચે વિરોધ નથી; કારણ કે, આનંદવર્ધન કહે છે તેમ, એ બન્ને રસો, બીજા મુખ્ય રસના અંગરૂપ છે : યોfપ તરપરત્વેન વ્યવસ્થાનાત્ (ધ્વ. આ ૩.૨૦ની વૃત્તિ). હવે કોઈ પૂછે કે બીજાનું અંગ બનવાથી કે અન્યપરક થવાથી વિરોધી રસોનો વિરોધ કેવી રીતે ટળી જાય? એના જવાબમાં ગ્રંથકાર, વૃત્તિમાં, કહે છે : “અમે કહીએ છીએ (૩) કે વિધિ અંશમાં વિરોધીનો સમાવેશ કરવામાં દોષ છે, પણ અનુવાદ અંશમાં વિરોધીનો સમાવેશ કરવામાં દોષ નથી.” (આ શબ્દો ધ્વન્યાલોક(૩.૨૦)ની વૃત્તિમાં મળે છે.) વૃત્તિ(પૃ. ૧૬૫, પંક્તિ ૧)નો આ તે શબ્દ લઈને ગ્રંથકાર “વિવેકમાં (પૃ. ૩૬૯) અભિનવગુપ્તનાં આ શબ્દ અંગેનાં વચનો ઉદ્ધત કરે છે : “તાત્પર્ય એ કે વિશેષ સામગ્રીમાં પડેલા ભાવનો જ વિરોધ અથવા અવિરોધ હોય છે; કેવળ સ્વભાવ પર આધારિત વિરોધ કે અવિરોધ નથી હોતો; કારણ, શીત અને ઉષ્ણમાં પણ વિરોધને અભાવ હોય છે.” હવે કોઈ કહે કે, (મીમાંસકો) પ્રધાન વાટ્યુને ‘વિધિ” કહે છે અને ગૌણ વાગ્યને ‘અનુવાદ કહે છે; પણ તમે (રસવાદીઓ) રસ વાચ્ય છે એવું સ્વીકારી નથી શકતા. આવા વાંધાનો (આનંદવર્ધન) જવાબ આપે છે(રસોના સંબંધમાં ‘વિધિ’ અને ‘અનુવાદ' શબ્દો વાપરી ન શકાય એવું કહી શકાય એમ નથી. કારણ, રસો પણ વાક્યર્થ છે એમ સૌ સ્વીકારે છે) : વિધિ અને અનુવાદ, પ્રધાનતા અને અપ્રધાનતાના આધારે સંપન્ન થાય છે અને તે વ્યંગ્યતામાં પણ હોય છે જ એમ ફલિત થાય છે. મુખ્યતયા રસ જ કાવ્યવાક્યર્થ છે એવું કહ્યું છે. એટલે, જ્યાં એ અર્થ(રસ) અમુખ્યરૂપે હોય ત્યાં તે રસની અનુવાદરૂપતા ઉચિત જ છે. જો અનુવાદ કરાતા વિભાવાદિથી આક્ષિપ્ત થવાથી (રસની) અનુવાદરૂપતા હોય તો (આનંદવર્ધન) કહે છે કે, વાચ્યરૂપ વાક્યર્થના સંબંધમાં જો ‘વિધિ અને અનુવાદનો પ્રયોગ થઈ શકતો હોય તો વાચ્યાર્થથી આક્ષિપ્ત (વ્યંજિત) રસીના સંબંધમાં પણ “વિધિ” અને “અનુવાદ'નો ઉપયોદ થાય જ” (ધ્વ. આ. ૩.૨૦ની વૃત્તિ તથા લોચન પૃ. ૩૬૯-૩૭૨). પછી, વૃત્તિ(પૃ. ૧૬૭, પંક્તિ ૮)માંના પ્રત્યેવાવિરોધ૫(અવિરોધ છે જ) એ શબ્દો વિશે વિવેક' (પૃ. ૧૬૬)માં પુનઃ અભિનવગુપ્તનાં વચનો ઉદ્ધત કરવામાં આવ્યાં છેઃ અત્રીય ભાવ:.. ઇત્યાદિ. અર્થાત્ અહીં તાત્પર્ય આવે છે. પહેલાં, બન્ને પક્ષોમાં (પક્ષ), વિપ્રલંભ અને કરુણ બને, બીજા (રસ) પ્રત્યે, અંગભાવ પામવાથી પરસ્પર વિરોધી નથી એમ કહ્યું. પણ હવે, તે વિપ્રલંભ, કરુણનું જ અંગ બનેલો છે તે વિરોધી નથી એમ કહો ૩૮૯
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy