________________
મારો દેહ એવો જે ઉત્સાહ છે તેથી જ સ્વર્ગમાં દેવરૂપમાં રહેલા વીરો અને રણમાં પડેલાં શબો વચ્ચે એકાત્મા(તાદાભ્ય) સંભવે છે તેથી અહીં બે રસોનું એકાઢયત્વ છે; નહિતર જો બન્ને રસો જુદા જુદા આશ્રયોમાં હોત તો ક્યાંથી વિરોધ થાત?” અહીં આ બધી ચર્ચા એ બતાવવા કરી છે કે, મૂરતિ પાન એ શ્લોકગુચ્છમાં (એક જ આશ્રયમાં) બીભત્સ અને શૃંગારની વચ્ચે વીરરસ આવ્યો છે. તેથી એક જ વાક્યમાં પણ રસોના વિરોધનું નિવારણ થયું છે એટલે દોષ રહેતો નથી.
વિવેકમાં ત્વપમાન અર્થાત્ એકત્વની કે તાદાભ્યની સભાનતા કે મમતા એ શીર્ષક હેઠળ જે માહિતી અપાઈ છે તે વસ્તુતઃ “લોચન'માં અભિનવગુપ્ત રજૂ કરેલું મંતવ્ય છે. એનો અનુવાદ આ પ્રમાણે છે : “એકત્વના ભાનથી જ એકાશ્રયત્વ જણાય છે. નહિતર જો બીભત્સ, શૃંગાર, વીર એ રસો જુદા જુદા આશ્રયોમાં રહેલા હોય તો તો તેમની વચ્ચે વિરોધ રહે જ નહીં. કોઈ કહેશે કે ભૂરેપુ િધાન એ શ્લોકગુચ્છ(ઉદા. ૧૯૨-૧૯૪)નો રસ વીર જ છે, શૃંગાર કે બીભત્સ નથી, માત્ર એટલું જ કે રતિ અને જુગુપ્સા કે જે એ બે રસોના સ્થાયી ભાવો છે તે વીરસના સંદર્ભમાં વ્યભિચારી ભાવો બની જાય છે. તો અમે કહીએ છીએ કે ભલે એમ હોય. છતાં, પ્રકૃતિ ઉદાહરણ યોગ્ય જ છે. કારણ કે રતિ(શૃંગાર) અને જુગુપ્સા(બીભત્સ) બેનો પણ વિરોધ નથી રહેતો; કેમ કે, વચ્ચે ઉત્સાહ (વીર) આવે છે.” આ શબ્દો પછીના “લોચન'ના શબ્દો ગ્રંથકારે અગાઉ વૃત્તિમાં (પૃ. ૧૬૩-૬૪) “પુાિધાન એ શ્લોકના ટિપ્પણમાં પ્રસ્તુત કર્યા છે : વી : વાનરૂત્યાતિના.. ભાવ: ' અને તેમનો અનુવાદ ઉપર આપેલો છે જ.
વિવેક' (પૃ. ૧૬૪-૬૬)માં જ વૃત્તિના રુ તિ એ શબ્દો લઈને લક્ષણો દસ્તાવનp:૦ એ શ્લોકનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત થયું છે. ત્રિપુરારિના બાણના અગ્નિને, દાનવ યુવતીઓ પાછો હડસેલે છે, ફેકે છે; કારણ કે, એ ભયકારક છે અને પ્રિયતમાને લાડ કરવા ફેલાવાતો પ્રિયતમને હાથ, બીજી નાયિકાના સંપર્કમાં આવેલો હોવાથી પ્રિયતમાની ઈર્ષ્યા અને કોપનું કારણ બને છે; તેથી, તે હાથ પોતાને પકડે તે સહન ન થવાથી, તેને પ્રિયતમા પાછો ફેંકે છે, હડસેલે છે; આથી, અહીં હાથ દૂર ધકેલવાની ક્રિયા વિપ્રલંભશૃંગાર)ની સૂચક બને છે. એ જ રીતે બીજી બધી ક્રિયાઓ પણ આ શ્લોકમાં કરુણરસની તેમ જ શૃંગારરસની સૂચક બને છે. આમ બન્ને રસોને લાગુ પડતાં વચનોથી જન્મતી બે રસોની પ્રતીતિથી શોભતો કાવ્ય રસાસ્વાદ સહૃદયોને પરમ ચમત્કાર અર્પે છે. અહીં - ત્રિપુરારિના પ્રભાવના વર્ણનમાં કરુણની માફક શૃંગાર પણ અંગરૂપ છે તેથી
૩૮૮ .