SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ આમ ૧. અબાધ્યત્વભાવથી ૨. એકાશ્રયભાવથી 3. નરન્તર્યભાવથી અને ૪. અનંગતથી એમ ચાર પ્રકારે વિભાવાદિપ્રાતિકૂલ્ય દોષો થાય છે. તેનું સંપૂર્ણ વિવરણ સૂત્ર(૨૨)ની “વૃત્તિમાં રજૂ થયું છે. આ વિવરણને આંદવર્ધનકૃત ધ્વન્યાલોક(૩.૨૦ થી ૩.૩૨), મમ્મટકત “કાવ્યપ્રકાશ'(૭.૬૪-૬૫) તથા અભિનવગુપ્તકૃત “લોચન'નું સંપૂર્ણ સમર્થન છે એ સ્પષ્ટ છે. ચાર પ્રકારના ઉપરોક્ત વિભાવાદિપ્રાતિકૂલ્યના વૃત્તિમાં ચર્ચાયેલા કેટલાક મુદ્દાઓની ગ્રંથકારે વિવેક(પૃ. ૧૬૪-૧૬૮)માં સમજૂતી આપી છે. વિવેક'માં અબાધ્યત્વ વગેરે ચાર પ્રાતિમૂલ્યો અંગે ટિપ્પણ ૧. એક વાક્યમાં પણ બે રસો વચ્ચે ત્રીજા રસનું નિરૂપણ કરવાથી રસવિરોધ કે પ્રાતિકૂલ્ય ટળે છે એ દર્શાવવા ગ્રંથકારે વૃત્તિમાં પૂરેપૂરિધાન એ , પ્રતીકવાળું ત્રણ શ્લોકનું એક ગુચ્છ (ઉદા. ૧૯૨-૧૯૪) ઉદ્ધત કર્યું છે. તેમાં વીરઃ સ્વાનું... મપયન' (વીરોએ પોતાના દેહોને જોયા) એ વાક્ય મુખ્ય છે. આ શ્લોક પર ટિપ્પણ પર કરતાં ગ્રંથકાર કહે છે કે, અહીં (વીરરસનો) મધ્યમાં પાઠ નથી છતાં વીરરસનું નિરૂપણ સ્પષ્ટ રીતે છે જ; કેમ કે વીરગતિ પામી સ્વર્ગમાં ગયેલા અને દેવરૂપ પામેલા વીરો પણ પૃથ્વી પર રણભૂમિમાં પડેલાં તેમનાં શબ જોઈને કહે છે આ અમારાં શરીરો છે (વેકેદાન). આમ, વીરો દેવભૂમિમાં છે અને તેમનાં શરીરો(શબો) પૃથ્વી પર રણભૂમિમાં પડ્યાં છે. આથી બન્ને વચ્ચે ઘણું અંતર છે – બન્ને એક છે એમ માનવું પણ મુશ્કેલ છે. વળી શબો, બીભત્સરની સામગ્રી છે; દેવશરીરો, શૃંગારનાં પોષક છે. આમ છતાં, વીરો હજીય પોતાના દેહોને વિશે “સ્વ-દેહ' (મારું શરીર) એવી સ્વત્વ-ભાવના કે સ્વત્વનું અભિમાન અનુભવે છે. હું આવો' એવો ભાવ(અભિમાન) એ ઉત્સાહનો પ્રાણ છે : ઉત્સાદો દવંવિધ રૂત્યેવપ્રાણ રૂતિ (લોચન, પૃ.૩૯૩) અને આ ઉત્સાહ એ વીરરસનો સ્થાયી ભાવ છે. ધ્વન્યાલોકમાં કહ્યું છે કે, વીરરસ અભિમાનમય (‘અહત્વપૂર્ણ') હોય છે, જ્યારે શાન્તરસ અહંકારના પ્રશમરૂપ હોય છે(પૃ. ૩૯૩) “તી (વીરસ્ય) માનત્વેન વ્યવસ્થાપનાત્ (શાન્તર્થ) વીર્દYપ્રાગૈતિયા ઃિ ' (બ્ધ. આ ૩.૨૬ની વૃત્તિ) આથી જ, પુરેપુરાધા એ શ્લોકગુચ્છ (ધ્વ. આ. ૩.૨૭ની વૃત્તિ) વિશે ‘લોચન'(પૃ. ૩૯૫)માં વિવેચન કરતાં અભિનવગુપ્ત કહે છે કે, “વેદનિત્યનેન ટેઢત્વમાનવ तादात्म्यसंभावनानिष्पत्तेरेकाश्रयत्वममस्ति, अन्यथा विभिन्न विषयत्वात्को विरोधः ।' અર્થાતું, “વીરોએ “સ્વદેહોને' (જોયા) એ શબ્દથી જે દેહત્વનું અભિમાન છે. ૩૮૭
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy