________________
આનો જવાબ આપતાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, “વિધિ અંશમાં વિરોધી તત્ત્વોનો સમાવેશ કરવામાં દોષ છે; પણ અનુવાદ અંશમાં તેમનો સમાવેશ કરવામાં દોષ નથી. દિ8 એ શ્લોક આનું ઉદાહરણ છે.” આ શ્લોકનો અર્થ છે: “આવ”, “જા”, “પડી. “ઊભો થા”, “બોલ”, “મેંગો મર'- આ પ્રમાણે, આશાભર્યા વાચકોને રમકડાં બનાવી ધનિક લોકો રમે છે. આનંદવર્ધન કહે છે કે આ શ્લોકમાં વિધિ અને નિષેધ અનુવાદ રૂપે આવેલા છે. એટલે એમાં દોષ નથી.
આ શ્લોક પર ટિપ્પણ કરતાં શ્રી હેમચન્દ્રાચાર્ય કહે છે કે, અહીં આ વખતે આમ જ કર', “આમ ન કરીશ’ એ પ્રકારનો પ્રાધાન્યસ્વરૂપનો વિધિ નથી, પરંતુ બીજાનું અંગ બનવારૂપ અનુવાદ છે. “આવ” એમ કહીને “રમે છે”, “જા” એમ કહીને “રમે છે” – આમ ક્રીડાનાં અંગોરૂપ જ “આગમન'(આવ) અને “ગમન છે: એમની વચ્ચે વિરોધ નથી. એટલે કે દિ છે વગેરે વિરોધી અર્થ, ક્ષિત્તિ એ એક જ ક્રિયાપદનાં અંગો હોવાથી, વિરોધી ન ગણાય. વળી રસોના વિષયમાં ‘વિધિ” અને “અનુવાદ' એ શબ્દો વાપરી ન શકાય એવું પણ કહી શકાય તેમ નથી, કારણ રસો પણ વાક્યર્થ છે એમ બધા સ્વીકારે છે. વાચ્યરૂપ વાક્યર્થના સંબંધમાં જે વિધિ અને અનુવાદનો ઉપયોગ થઈ શકે છે તે જ વિધિ અને અનુવાદ વાચ્યાર્થથી આક્ષિપ્ત(વ્યંજિત) રસોના સબંધમાં પણ હોય છે અને વિધિ અંશમાં વિરોધી બાબતો આવે તો દોષ છે; પણ, અનુવાદ અંશમાં વિરોધી તત્ત્વ આવે તો દોષ નથી. અથવા ક્ષિસો દસ્તાવના:૦ એ શ્લોકમાં ત્રિપુરારિ(શિવ)ના પ્રભાવની અધિકતા (અર્થાત્ શિવ પ્રત્યેની રતિ કે ભક્તિ) પ્રધાન છે અને કરુણ તેનું અંગ છે અને શૃંગાર એ કરુણનું અંગ છે. છતાં કરુણમાં વિશ્રાન્તિ નથી; એટલે કરુણ પણ અંગ જ છે. અથવા “પહેલાં જેમ કામુક આચરણ કરતો હતો તેમ અત્યારે (શિવના બાણનો) અગ્નિ વર્તે છે' - એમ સ્મરણમાં લવાતો શૃંગાર, અત્યારે નષ્ટ થવાથી, શોકનો વિભાવ બને છે અને એ રીતે) શૃંગારથી પોષિત થતા કરુણરસ વડે (શ્લોકનો) મુખ્ય અર્થ (શિવનો પ્રભાવાતિશય) જ અભિવ્યક્ત થાય છે. કારણ કે, પ્રકૃતિથી જ મધુર પદાર્થો જયારે શોચનીય અવસ્થાને પામે છે ત્યારે પહેલાંની અવસ્થામાં અનુભવાયેલા વિલાસોનું સંસ્મરણ થવાથી, તે (પદાર્થો) વધારે તીવ્ર શોકાવેગ ઉત્પન્ન કરે છે. “કાવ્યાનુશાસન'ના બીજા અધ્યાયમાં મધ્યમકાવ્યના(પરાંત્વના) ઉદાહરણ (૧૩) તરીકે રજૂ થયેલો મહાભારત(સ્ત્રીપર્વ ૨૪.૧૯)નો મયં સરનઊઁ એ શ્લોક આનું દૃષ્ટાંત છે. રણમાં રોળાયેલા ભૂરિશ્રવા રાજાના, કપાઈને રણમાં રઝળતા, હાથને જોઈને, એ રાજાની સ્ત્રીઓ આ શ્લોકમાં દર્શાવ્યા પ્રમાણે શોક કરે છે. એ જ રીતે, અહીં
૩૮૫