SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ વિરોધી રસીનાં અંગો ઉપર અંગભાવનો આરોપ કરવામાં આવ્યો હોય ત્યાં પણ દોષ નથી થતો. જેમ કે, ક્રોપોમન' એ શ્લોક એનું ઉદાહરણ છે. આ શ્લોક “કાવ્યાનુશાસન'(પૃ. ૪૦)માં, પ્રથમ અધ્યાયમાં(ઉદા. ૯) આવી ગયો છે. ત્યાં રૂપક અલંકારના રસોપકારક પ્રયોગના દષ્ટાંત તરીકે આ શ્લોક રજૂ થયો છે. ‘અમરુશતક'(૯)ના આ શૃંગારપરક શ્લોકમાં “કોપથી”, “બાંધીને', “માર્યો જ એ શબ્દો વડે રૂપકના બળથી આરોપિત થયેલા રોદ્રરસના અનુભાવોનું, તેનો પૂરેપૂરો નિર્વાહ ન થવાથી જ, અંગત્વ(અંગભાવ) છે (એમાં દોષ નથી). હવે, વિરોધી રસો કે રસાંગોને મુખ્ય રસનાં અંગ બનાવવાનો વિષય હાથ ધરાય છે. આ બીજા પ્રકારની અંગભાવપ્રાપ્તિ છે. જેમાં, બે પરસ્પરવિરોધી રસોને કે ભાવોને, અધિકારી હોવાના કારણે, એક જ પ્રધાન વાક્યાર્થરૂપ રસનાં અંગ બનાવી દેવામાં આવે છે. આવા નિરૂપણમાં દોષ નથી.અમરુશતક(૨)નો જાણીતા શ્લોક લક્ષણો દસ્તવિસ્તાઃ '. આનું ઉદાહરણ છે. એમાં આમ તો ત્રિપુરારિ(શંકર)નાં બાણોના અગ્નિની સ્તુતિ છે; પણ ત્રિપુરારિના પ્રભાવને અતિશય અધિકતા) એ આ શ્લોકનો પ્રધાન વાક્યર્થ છે.અને કરુણ તેમ જ શૃંગાર એ બન્ને વિરોધી રસો તેના અંગ બનીને મદદરૂપ થાય છે. તેથી એ બન્ને રસોનું અહીં વર્ણન કરવામાં કોઈ દોષ નથી; રસપ્રાતિકૂલ્ય નથી. અ શ્લોક “કાવ્યપ્રકાશ (૭.૬પની વૃત્તિ)માં ઉદ્ધત થયેલો છે. મુખ્ય રસના અંગ તરીકે બે વિરોધી રસી આવ્યા હોય તો તે પરસ્પર વિરોધી રહેતા નથી એટલે તેમાં દોષ થતો નથી. આ મુદો સ્પષ્ટ કરવા માટે મમ્મટે આ શ્લોક રજૂ કર્યો છે. આ શ્લોક પર ટિપ્પણ કરતાં મમ્મટ કહે છે કે, આ શ્લોકમાં “ત્રિપુરારિ(શિવ)ના પ્રભાવની અધિકતા અર્થાત્ શિવ પ્રત્યેની રતિ પ્રધાન છે અને કરુણ તેનું અંગ છે અને શૃંગાર એ કરુણનું અંગ છે; છતાં કરુણમાં વિશ્રાન્તિ નથી; એટલે કરુણ પણ અંગ જ છે. અથવા પહેલાં જેમ કામુક આચરણ કરતો હતો તેમ અત્યારે અગ્નિ વર્તે છે. એ રીતે શૃંગારથી પોષિત થતા કરુણથી, મુખ્ય અર્થ(શિવનો પ્રભાવાતિશય) જ પુષ્ટ થાય છે. કહ્યું છે કે, ___गुणः कृतात्मसंस्कारः प्रधानं प्रतिपदद्यते । प्रधानस्योपकारे हि तथा भूयसि वर्तते ॥ અર્થાત્ “બીજાથી પુષ્ટિ પામતાં અપ્રધાન એ પ્રધાનનું અંગ બને છે; અને એ રીતે પ્રધાનને ખૂબ ઉપકારક થઈ પડે છે.” . પરાંગ બનવાથી રસપ્રતિકૂલ્ય કેવી રીતે ટળે? અહીં કોઈ પૂછે કે બીજાનું અંગ બનવાથી(પરાગતથી) પણ બે રસોનો - વિરોધ કેવી રીતે દૂર થાય ? પરોગત્વથી રસપ્રાતિકૂલ્ય કેવી રીતે ટળી જાય? ૩૮૪
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy