SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબંધમાં સમાવેશ કરવો” એમ કહ્યું છે અને વૃત્તિમાં જણાવ્યું છે કે, ‘નાગાનંદ’ નાટકમાં કવિએ શાંત અને શૃંગારની વચ્ચે અદ્દભુત રસનું વર્ણન કરીને સફળતાપૂર્વક રસ-નિરૂપણ કર્યું છે. આનંદવર્ધનના આ છેલ્લા શબ્દો પર ટિપ્પણ કરતાં અભિનવગુપ્તે, લોચન(પૃ. ૩૮૯)માં ઉપરના શબ્દો કહ્યા છે તેમાંથી નાગાનન્દનો બ્લોક(૧.૫) તથા એક વાક્ય ‘વિવેક’(પૃ. ૧૬૩)માં રજૂ થયાં છે. ૪. ‘અનંગત્વ’ને કારણે થતા વિરોધનું નિવારણ કાવ્યમાં, જ્યારે બે વિરોધી રસોનું, અંગીરૂપે(પ્રધાનરસ તરીકે), નિરૂપણ થાય છે ત્યારે દોષ થાય છે; પણ જ્યારે એક રસ કોઈ બીજા પ્રધાનરસનું અંગ બની જાય છે ત્યારે આ દોષ દૂર થઈ જાય છે. મમ્મટે પણ કહ્યું છે કે, “મુખ્ય રસના અંગ તરીકે બે વિરોધી રસો આવ્યા હોય તો તે બન્ને એકબીજાના વિરોધી રહેતા નથી; એટલે, દોષ થતો નથી’’(કા. પ્ર. ૭.૬૫). આ મુદ્દાને સ્પષ્ટ કરતાં શ્રીહેમચન્દ્રાચાર્ય જણાવે છે કે, ‘‘વિરોધી રસ બે રીતે અંગરૂપ બની શકે ઃ ૧. સ્વાભાવિક રીતે અથવા ૨. આરોપ કરવાથી. જો અંગભાવ સ્વાભાવિક જ હોય તો તો તેમના નિરૂપણમાં વિરોધ હોતો જ નથી; જેમ કે, વિપ્રલંભશૃંગારમાં તેનાં અંગો, વ્યાધિ વગેરે વ્યભિચારીભાવોના વર્ણનમાં વિરોધ(દોષ) નથી. સાપેક્ષભાવે થનાર વિપ્રલંભના વિરોધી જે કરુણમાં રહેલા વ્યાધિ વગેરે ભાવો છે તે નિરપેક્ષભાવ હોવાથી સર્વથા તેના અંગ તરીકે જોવા મળે છે. જેમ કે, શ્રમિમતિ॰ એ શ્લોકમાં. આ શ્લોક અગાઉ મધ્યમકાવ્યના ઉદાહરણ(૧૭૫) તરીકે ‘કાવ્યાનુશાસન’ના બીજા અધ્યાયમાં (પૃ. ૧૫૪) આવી ગયો છે. એમાં, વર્ષાનાં વાદળોનું વિષ(પાણી; ઝે૨) વિરહિણી સ્ત્રીઓને ચક્કર, અરુચિ વગેરે (અનુભાવો) ઉત્પન્ન કરે છે એવું વર્ણન છે. અહીં વિપ્રલંભશૃંગારના વર્ણનમાં ચક્કર, અરુચિ વગેરે કરુણરસના અંગરૂપ અનુભાવો વર્ણવ્યા છે, અને કરુણરસ તો વિપ્રલંભનો વિરોધી રસ છે. છતાં, આ બધા અનુભાવો વિપ્રલંભનાં પણ સ્વાભાવિક (નૈસર્ગિક) અંગો હોવાથી તેમનું અહીં વર્ણન કરવામાં દોષ નથી. આ શ્લોક, વિરોધી રસાંગો સ્વાભાવિક અંગ બની જાય તો ત્યાં દોષ નથી થતો એ બતાવવા માટે, ધ્વન્યાલોક(૩.૨૦)ની વૃત્તિમાં, આ જ સંદર્ભમાં, રજૂ થયેલો છે. અનંગત્વનો દોષ ટાળવાની આ સમંગ્ર વિચારણા જ ધ્વન્યાલોક(૩.૨૦)માંથી, ઉદાહરણો સાથે અહીં ઉદ્ધૃત થયેલી છે - માત્ર તે હિ નિરપેક્ષમાવતયા... જળે સર્વથા ત્તેન દાઃ । એ એક જ વાક્ય સહેજ ફેરફાર સાથે ‘લોચન'(પૃ. ૩૬૬)માંથી અહીં ઉદ્ધૃત થયું છે. બાકીની વિચારણા ધ્વન્યાલોકગત છે. ૩૮૩
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy