SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ સફળતાપૂર્વક નિરૂપ્યા છે. “મમ્મટે પણ આ જ સંદર્ભમાં નાગાનંદના આ જ શબ્દો લઈને આ જ શબ્દોમાં નેરન્તર્યના દોષ દૂર કરવાનું દર્શાવ્યું છે(કા. પ્ર. ૭.૬૪ની વૃત્તિ). અને પછી ત્રણ શ્લોકોનું ગુચ્છ રજૂ કરીને એ મુદાં પ્રતિપાદિત કર્યો છે કે, “કેવળ પ્રબંધમાં જ વચ્ચે અન્ય રસ નિરૂપવાથી વિરોધ દૂર થાય છે એમ નથી; પણ એક વાક્યમાં પણ એવું બને છે.” આ એક જ વાક્યરૂપ, ત્રણ શ્લોકના બનેલા ભૂરાધાનએ ઉદાહરણ ગુચ્છમાં બીભત્સ અને ગારની વચ્ચે વીરરસનું વર્ણન આવે છે તેથી ત્યાં વિરોધ રહેતો નથી. શ્રીહેમચન્દ્રાચાર્ય આ સમગ્ર વિવરણ. સૌદાહરણ. અહીં વૃત્તિમાં ઉદ્ધત કર્યું છે અને ટિપ્પણમાં ‘વિરોધ નથી’ એ શબ્દો ઉમેરી. વિશેષમાં નોંધ્યું છે કે અહીં ‘વીરોએ પોતાના દેહોને પડેલા જોયા વગેરે વડ અને એમના ઉત્સાહને બોધ થવાથી, મધ્યમાં વીરરસનું ઉપાદાન કે પાઠ ન હોવા છતાં. વીરરસ પ્રતીત થાય છે. તેથી બે રસ. બીભત્સ અને શંગારની વચ્ચે. વીરરસ આવે છે જ.” અહી “વI: સ્વદાન' શબ્દો બતાવે છે કે, અહીં ત્રણ લોકોનું એક સળંગ વાક્ય છે. આ કલાકગુચ્છમાં વીરા એ કર્તા છે અને પ્રતાના દેહાને એ કર્મ છે અને બધાં વિશે પણ કર્તા અથવા કર્મનાં છે. તેથી વાક્યર્થ ત્રણે લોકમાં સળંગ છે; એક જ છે. આ લોકગુ ધ્વન્યાલામાં ઉદ્ભત થયેલું છે. આ અંગે ટિપ્પણી કરતાં આનંદવર્ધન કહે છે કે, અહીં શંગાર અને બીભત્સના અથવા તેમનાં અંગોનો સમાવેશ થયો છે જે વચ્ચે વીરરસ આવવાને કારણે વિરોધી નથી." (દ્ધ. આ. 3.૨૦ની વૃત્તિ). ‘લોચનમાં અભિનવગુપ્ત આ શ્લોક પર ટિપ્પણ કર્યું છે તેમાંથી અહીં કેટલીક ભાગ પ્રસ્તુત થયો છે તે પણ સ્પષ્ટ છે. ‘નાગાનંદ' નાટકમાં શારસના વાતાવરણ અંગે ‘વૃત્તિમાં જે નિર્દેશ છે ! તેની પૂર્તિ કરતાં વિવેકમાં નાગાનંદ' (૧.૫)નો રાચાર્યું અર્થાત રાગનું સ્થાન છે એ જાણું છું; એ મારો નાશ કરનાર છે એની ખાતરી નથી એવું પણ નથી.' એ કલોક ટાંકીને ગ્રંથકાર કહે છે. આ બધા વડે ઉપક્ષેપથી માંડીને બીજાને ખાતર શરીર અર્પણ કરવારૂપ નિર્વણપર્યંત નિરૂપેલો શાનરસ નાગાનંદમાં છે.” (એનો વિરોધી, મલયવતીવિષયક ગારસ છે; અને એ બન્નેથી અવિરુદ્ધ(મૈત્રીભર્યા) અદ્ભુતરસને વચ્ચે મૂકી, ક્રમિક પ્રસારની સંભાવનાના આશયથી કવિએ, ‘અહી તમો વાત્રિમ્' એમ વર્ણન કર્યું છે. આ શબ્દો અભિનવગુપ્તના છે. આનંદવર્ધને ધ્વન્યાલોકના ત્રીજા ઉદ્યાતની છવ્વીસમી કારિકામાં એકાગ્રત્વને કારણે જે રસ વિરોધી ન હોય પણ નિરંતરતાને કારણે જે વિરોધી બની જતો હોય તેને, વચ્ચે બીજા રસનું અંતર રાખીને, કવિએ. - ૩૮૨
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy